________________
લેને ગઇ પૂત... ખો આઇ ખસમ
એક વખતે ફરતું-ફરતું એ ટોળું બળભદ્ર નામના જૈન રાજાની નગરી પાસે આવી પહોંચ્યું. રાજાને સમાચાર મળ્યા કે આ સાધુઓ અવળે માર્ગે ચડી ગયા છે. કોઇ ઉપાયે મારે એ મુનિઓને સન્માર્ગે લાવવા જોઇએ. આમ વિચારી રાજાએ પોતાના માણસો દ્વારા એ બધા સાધુઓને નગર પ્રવેશ વખતે જ પકડાવ્યા.
સાધુઓ કહેવા લાગ્યા : ‘અમને પકડો છો શા માટે ?' ‘તમે સાધુના વેષમાં છૂપાયેલા ગુંડા છો માટે.’
‘પણ અમે અરિહંતનું નામ દઇને કહીએ છીએ કે, અમે સાધુ જ છીએ, ગુંડા નથી.'
‘પણ અમને એ વાતની શી ખબર ? અમને તમારી સાધુતામાં શંકા છે માટે અમે તો તમને પકડવાના જ.’
આમ તમામ સાધુઓને પકડીને રાજા પાસે લાવવામાં આવ્યા. રાજાએ તેમને કહ્યું કે– તમને તમારા મત પ્રમાણે જ પકડવામાં આવ્યા છે. તમે પોતે જ માનો છો કે કોણ જાણે કોઇ સાધુ હશે કે કેમ ? અમે પણ એમ માનીએ છીએ કે તમે ગુંડા પણ હોઇ શકો છો. જો હવેથી તમે તમારો આવો મૂર્ખાઇભર્યો મત છોડી દો તો તમને બધાને છોડી દઊં.
બધાએ પોતાની ભૂલનો ખ્યાલ આવી ગયો અને સૌએ સન્માર્ગનો સ્વીકાર કર્યો. સાધુઓને વંદન કરવાનું શરૂ કર્યું.
આ ઘટના ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૨૧૪ વર્ષે બની હતી. આ શિષ્યો ત્રીજા નિનવ તરીકે પ્રખ્યાત થયા.
પ્રાચીન કાળની વાત છે. પાટલીપુત્ર નગર... મૌર્યવંશીય બિંદુસાર રાજા... મહાબુદ્ધિમાન ચાણક્ય મંત્રી.
મહાન ચંદ્રગુપ્તના આ મહાન પુત્રના રાજયમાં સૌ સુખપૂર્વક જીવી રહ્યા હતા... પણ એક માણસ દુઃખપૂર્વક જીવી રહ્યો હતો. એનો આત્મા ઇર્ષ્યાથી સળગી રહ્યો હતો. ભૂતકાળમાં ભોગવેલી સત્તા તેને યાદ આવતી હતી. પણ અત્યારે તે સત્તાભ્રષ્ટ હતો. માત્ર ભૂતકાળની સોહામણી સ્મૃતિઓને યાદ કરીને જ તેણે જીવવાનું હતું .
કોણ હતો આ સત્તાભ્રષ્ટ માણસ ?
એ હતો સુબંધુ નામનો મંત્રી, જેણે નંદરાજાની પાસે મંત્રીપણાની અમાપ સત્તા ભોગવી હતી પણ ચાણક્યની કુનેહથી તે સત્તાભ્રષ્ટ થયો હતો. પોતાનો સ્વામી સત્તાભ્રષ્ટ થયો તેનો તેને કાંઇ વાંધો ન્હોતો, પણ પોતે સત્તાભ્રષ્ટ થયો... તેનો તેને મોટો વાંધો હતો. તે તો ચંદ્રગુપ્ત કે બિંદુસાર પાસે પણ મંત્રીપદું ચાહતો હતો... પણ... ચાણક્ય... કુટિલ ચાણક્ય વચ્ચે દિવાલ બનીને આડો આવતો હતો.
પ્રક
બજે મધુર બંસરી + ૩૨૪
બજે મધુર બંસરી * ૩૨૫