________________
કલાપૂર્ણમ્ ૧-૨ સ્મૃતિગ્રંથને સત્કાર
આ બાજુ મુનિશ્રીએ વીશસ્થાનકની વિધિપૂર્વક આરાધના કરી.
પૂ.આચાર્યશ્રી વિજયદેવસૂરિજી તો વિ.સં. ૧૭૧૩માં કાળધર્મ પામ્યા, પણ તેમની આજ્ઞાથી તેમના પટ્ટધર રત્ન તપાગચ્છાધિપતિ આચાર્યશ્રી વિજયપ્રભસૂરિજીએ શ્રી યશોવિજયજીને ઉપાધ્યાય પદથી અલંકૃત કર્યા. (વિ.સં. ૧૭૧૮) ત્યારથી તેઓ સકલ શ્રી જૈન સંઘમાં ‘ઉપાધ્યાયજી'ના હુલામણા નામથી પ્રસિદ્ધ થયા.
તેમણે પોતાનું સમગ્ર જીવન સાહિત્ય સાધનામાં જ લગાવ્યું. તેમની સર્વતોમુખી પ્રતિભાએ પ્રાયઃ સર્વ વિષયોનું ખેડાણ કર્યું છે.
સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિન્દી વગેરે ભાષાઓમાં તેમણે પુષ્કળ સાહિત્ય સર્જન કર્યું.
અધ્યાત્મસાર, જ્ઞાનસાર, અધ્યાત્મોપનિષદ્ જેવા અદ્ભુત ગ્રંથોનું અવલોકન કરતાં મોટા-મોટા પંડિતોના મસ્તકો અહોભાવથી ઝૂકી પડે છે.
આ રીતે સાહિત્યની વણથંભી યાત્રા કર્યા બાદ તેમના દેહને થાક લાગવા માંડ્યો. જિંદગીની ઢળતી સંધ્યાએ તેઓશ્રીએ ડભોઇમાં સ્થિરતા કરી.
વિ.સં. ૧૭૪૪ મૌન એકાદશીના દિવસે ડભોઇની પધરા પર જ અનશનપૂર્વક તેઓશ્રીનો જીવન-દીપક બૂઝયો.
સુજસવેલી ભાસ'ના રચયિતા શ્રી કાંતિવિજયજી લખે છે કે તેમના સમાધિ સ્તૂપમાંથી તેમના સ્વર્ગદિવસે આજે પણ ન્યાયનો ધ્વનિ સંભળાય છે.
આવા મહાન શાસ્ત્રકાર, સર્વ ગચ્છના પંડિતો દ્વારા “અક્ષોભ્ય પંડિત’ તરીકે સ્વીકારાયેલા, ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય, સરસ્વતીલબ્ધપ્રસાદ, મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજીના પુનિત ચરણોમાં ડભોઇ જૈન સંઘ ભાવભર્યા વંદન કરે છે.
બાહ્ય-અત્યંતર સર્વાગ સુંદર પુસ્તકો પ્રથમ દૃષ્ટિએ જ આકર્ષક પ્રેરક છે. આપનું કલાવિજ્ઞાન અને વૈદુષ્ય ઝળકી રહ્યું છે. સૌને જિનભક્તિ અને જિનાગમભક્તિમાં સવિશેષ પ્રેરક બની રહેશે...
- પૂ.આ.શ્રી વિ. સૂર્યોદયસૂરીશ્વરજી મ. - પૂ.આ.શ્રી વિ. રાજરત્નસૂરીશ્વરજી મ.
(માંજલપુર, વડોદરા)
અમે તો આ મહાગ્રંથને સ્વાધ્યાયનો ગ્રંથ જ કહેશું. વિશેષ શબ્દો અમારી પાસે નથી.
- પૂ.આ.શ્રી અરિહંતસિદ્ધસૂરીશ્વરજી મ.
- મુનિ હાર્દિકરત્નવિ.
આ ગ્રંથનું લક્ષણ, સંયોજન, છપાઇ બધું ઉચ્ચસ્તરીય છે. પૂજય આચાર્યશ્રીના વ્યક્તિત્વને અનુરૂપ છે...
- પૂ.આ.શ્રી હેમપ્રભસૂરિજી મ. (ગિરિવિહારવાળા)
| (પૂના)
બજે મધુર બંસરી + ૪૩૦
બજે મધુર બંસરી + ૪૩૧