________________
યોગી - સાધક - પ્રભુપાગલ - પરમ સંયમી... આવા વિશેષણોથી તેમની કાંઇક ઝાંખી – ઓળખ થાય તેમ છે.
- પૂ.આ.શ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મ. (અષાઢ વદ : વિદ્યાનગર, ભાવનગર)
સુંદર અને મઝાનો... અધ્યાત્મની અવર્ણનીય ખાણ સમો, અદ્વિતીય... અનુપમ... અપૂર્વ, અદ્ભુત... અકલ્પનીય, આશ્ચર્યકારી... આનંદકારી... કનક કમલ સમ... કલાથી પૂર્ણ જ નહીં પણ પરિપૂર્ણ... એવો મંગળમય ગ્રંથદ્વય પ્રાપ્ત થયેલ છે. ગુરુપ્રેમગૃપે પ્રેમસભર સ્વીકારેલ છે. અનુમોદન કરેલ છે.
સુંદર આયોજન... સંપૂર્ણ કલાઓનું નિદર્શન... સફળ સંયોજન, સુપર પ્રિન્ટીંગ્સ અને પૂર્ણકલાથી સભર સંભારણું છે.
- પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.
(ઉદયપુર)
પૂજયશ્રીનું તો બધું જ મધુર - ઉત્તમ છે... મધુરાધિપતેરવિલં મધુરમ્... - પૂ.આ.શ્રી જયસુંદરસૂરીશ્વરજી મ.સા.
- દ. પ્રેમસુંદરવિ. (શ્રા.વ.-૧૧ : અમદાવાદ)
प्रकाशन बहुत सुंदर है । आपकी श्रुतभक्ति की हार्दिक अनुमोदना ।
- પૂ.આ.શ્રી પદ્મસાગરસૂરિ મ. (પાલીતાણા : તા. ૦૭-૦૮-૨૦૦૬)
અદ્ભુત ગ્રંથ છે. માત્ર વાંચવા માટે જ નહીં... પરંતુ ચિંતનમનન માટે પણ અત્યંત ઉપયોગી બને તેવો આ ગ્રંથ છે. અમૂલ્ય ગ્રંથ છે. ગ્રંથના વાંચન દ્વારા પરમાત્મા પ્રત્યે અને પરમાત્માના ઉપાસક એવા પૂજયશ્રી પ્રત્યે બહુમાનભાવ - સદ્ભાવ - અહોભાવ વધ્યા વિના ન રહે... આપને પણ ખૂબ ખૂબ ધન્યવાદ...
- પૂ.આ.શ્રી રત્નસુંદરસૂરિજી મ.
- પં. સત્યસુંદરવિ. (ભા.સુ.-૫ : મોરબી)
પૂજયશ્રીને એક ગ્રંથમાં સમાવી લેવા શક્ય નથી, છતાં પ્રયાસ અદ્ભુત થયો છે...
- પૂ.આ.શ્રી વરબોધિસૂરિજી મ. (શ્રાવણ સુ. પૂનમ : જાલના, મહારાષ્ટ્ર)
તમે તો કમાલ કરી છે ! કલાપૂર્ણમ્ ૧-૨ જોયા... વાંચ્યા... વાહ-વાહ બોલી જવાયું. તેમાંથી પૂજયશ્રીની જીવન રેખા (સ્મરણ યાત્રા) જેટલો ભાગ જે જન્મથી માંડી કાળધર્મ સુધીનો છે... એ ભાગ જુદો ૧૬ પેજમાં પ્રકાશિત કરો ને ! ખૂબ જ ઉપયોગી નીવડશે.
પૂજયપાદશ્રી પરમ પ્રભુભક્ત હતા. વિ.સં. ૨૦૩૯માં પૂજયપાદ, પરમતારક, પરમારાથ્યપાદ ગચ્છાધિપતિની નિશ્રામાં શાંતિનગરના ચાતુર્માસ વખતે સાથે હતા. ત્યારે નિકટથી પરિચય થયેલ... તેઓ અદ્ભુત પ્રભુભક્ત હતા. શાસનની વફાદારી પણ અદ્દભુત હતી...
- પૂ.આ.શ્રી નરચંદ્રસૂરીશ્વરજી મ.
- મુનિ ધર્મતિલક વિ. (શ્રા.વ.-૧૦ : હળવદ)
બજે મધુર બંસરી + ૪૩૨
બજે મધુર બંસરી + ૪૩૩