________________
‘આવો પ્રશ્ન તો આજ સુધી કોઇએ પૂછ્યો નથી. આ તે કોઇ પ્રશ્ન છે ? બધા જીવે છે માટે જીવીએ છીએ ? જીવીએ નહિ તો શું મરી જઇએ ? (જો કે ઘણા તો જીવનથી એટલા કંટાળી ગયેલા હોય છે કે તેઓ ક્ષણે-ક્ષણે આ જીવન તરફ નફરત કરતા રહે છે. આવા માણસો તો એમ જ કહે : “અમારામાં મરવાની હિંમત નથી એટલે અમે જીવીએ છીએ.') ચલો, તમે પૂછી જ લીધું છે તો અમે પણ તમને કહી દઇએ, તમારી પાસેથી જ સાંભળેલું તમને જણાવી દઇએ : ‘અમે ધર્મ માટે જીવીએ છીએ.'
આ જવાબ જો સાચો હોય તો માણસનું જીવન કેવું હોય ? ધર્મ ખાતર જ જે જીવે એનું જીવન કેવું હોય ? પણ, ક્ષણભર માની લઇએ કે આ જવાબ સાચો છે. હજુ ફરી પૂછી લઇએ : | ‘અચ્છા... હવે એ બતાવો : તમે શા માટે ધર્મ કરો છો ?'
કોઇ સાચો ધાર્મિક કદાચ કહેશે : “અમે મોક્ષ માટે ધર્મ કરીએ છીએ.' હજુ પ્રશ્ન કરી લઇએ? : ‘તમે મોક્ષ શા માટે ચાહો છો ? અહીં તમારે સંસારમાં શું કમીના છે ? જે સંસારમાં છે તે મોક્ષમાં
ક્યાં છે ? અહીં ફરવા માટે ચૌદ રાજલોક છે. ત્યાં ફરવાનું જ બંધ છે. ત્યાં જઇને કરશો શું ?”
તમે રૂટિન પ્રમાણેનો કદાચ જવાબ આપશો : ‘જન્મ, જરા, મરણાદિથી છૂટવા અમે મોક્ષ ઇચ્છીએ છીએ.'
પણ તમારો આ જવાબ બધાના ગળે ઊતરે તેવો નથી. કારણ કે ઘણાયને જન્માદિ ત્રાસરૂપ લાગતા જ નથી. આવો, અમે તમને જવાબ શીખવાડીએ : “અમે મોક્ષ એટલા માટે ઇચ્છીએ છીએ કે ત્યાં જવાથી જ અમારી મૂળભૂત પાંચ ઇચ્છાઓ પરિપૂર્ણ થાય તેમ છે.'
સમગ્ર જીવોની મૂળભૂત પાંચ ઇચ્છાઓ જાણી લો : (૧) અનંતકાળ સુધી જીવવાની ઇચ્છા. (૨) જગતનું બધું જ જાણી લેવાની ઇચ્છા.
(૩) ક્યારેય ન જાય તેવા સુખની ઇચ્છા. (૪) કોઇને પણ આધીન નહિ રહેવાની ઇચ્છા (સ્વતંત્રતાની ઇચ્છા) (૫) સૌ કોઇ મારે આધીન રહે તેવી ઇચ્છા (સત્તાની ઇચ્છા).
આ પાંચે પાંચ ઇચ્છા આપણને સૌને ખરી કે નહિ? પણ વિચારો, આપણી આ ઇચ્છાઓ આ સંસારમાં પૂરી થઇ શકે તેમ છે ખરી ?
(૧) અહીં તો જન્મ-મરણના ચક્કર ચાલુ જ છે. વધુમાં વધુ ૩૩ સાગરોપમ ! એથી વધુ ક્યાંય નહિ. જન્મતા જ રહો. મરતા જ રહો. ફરતા જ રહો. અનંતકાળ સુધી જીવવાની ક્યાંય વ્યવસ્થા નથી આ સંસારમાં..
આપણને મરવું નથી, પણ તોય વારંવાર મરવું પડે છે. મરવું નથી ગમતું. કારણ કે ‘અમરતા' આપણો સ્વભાવ છે. એ અમરતા મોક્ષમાં જ મળી શકે તેમ છે.
(૨) બધું જ જાણી લેવાની આપણી તીવ્ર ઇચ્છા છે... માટે જ વાંચ-વાંચ, સાંભળ-સાંભળ કર્યા કરીએ છીએ, પણ પુસ્તકો વાંચીને કોઇ સર્વજ્ઞ થયું છે ? સર્વજ્ઞ થવા માટે વીતરાગતા જોઇએ. પહેલા વીતરાગભાવ આવે પછી જ કેવળજ્ઞાન આવે. મોક્ષગામી જીવ સિવાય બીજા કોઇ કેવળજ્ઞાન મેળવી શકે નહિ. મોક્ષ વિના બધું જ જાણી લેવાની આપણી ઇચ્છા કદી જ પૂર્ણ થઇ શકે તેમ નથી.
(૩) સંસારનું સુખ ક્યારેય ન જાય તેમ છે ખરું ? જો કે જ્ઞાનીની નજરે સંસારના સુખને ‘સુખ' કહેવાય જ નહિ, એ તો દુ:ખનું જ બીજું નામ છે. સંસારના સુખને ‘સુખ' કહેવું એમાં ‘સુખ’ શબ્દનું અપમાન છે. છતાં કહેવાતું આ સુખ ક્યાં સુધી ટકવાનું? પુણ્ય હોય તો મૃત્યુ સુધી ટકે, પણ પછી ? યા તો સુખ તમને છોડીને જાય... યા તમે સુખને છોડીને ચાલ્યા જાવ, બંને વિકલ્પોમાં સુખનો વિયોગ સુનિશ્ચિત જ છે.
ઉપદેશધારા * ૨૬૬
ઉપદેશધારા + ૨૬૭