________________
એવું જીવન શી રીતે જીવવું ? જેથી વિદ્ગો વરદાન બની જાય, શત્રુઓ મિત્ર બની જાય ?
ઉત્તમ પુરુષો પોતાની જીવન પદ્ધતિ જ એવી બનાવી નાખે કે શત્રુઓ એનો વાળ પણ વાંકો ન કરી શકે, દુઃખો એને પજવી ન શકે.
આપત્તિ પડવા છતાં જે વ્યથિત ન બને તેને આપત્તિ શું કરી શકે ?
જે હંમેશ મહેનત કરવા તૈયાર રહે તેને બેકારી કે પ્રમાદ શું કરી શકે ?
કષ્ટને જે સમ્યફ સહી શકે તેને દુ:ખ શું કરી શકે ? જુઓ મહાભારતકાર વેદવ્યાસ કહે છે : प्राप्यापदं न व्यथते कदाचित्, उद्योगमन्विच्छति चाऽप्रमत्तः । दुःखं च काले सहते महात्मा, धुरंधरस्तस्य जिताः सपत्नाः ॥
આપત્તિ પામીને જે વ્યથિત ન બને, અપ્રમત્ત બનીને જે ઉદ્યોગનો આશ્રય લે, અવસરે દુઃખને સહન કરે તે ધુરંધર મહાત્મા છે. તેના શત્રુઓ હારેલા જ જાણવા.'
- વેદવ્યાસ (મહાભારત, ઉદ્યોગપર્વ, ૩૩/૧૦૭) દુ:ખ આવી પડતાં માણસ અધીર કેમ બને છે ? હતાશ અને હતપ્રભ કેમ બને છે ? અધીર માણસ એમ માની બેસે છે કે આ તો એવા દુ:ખો છે જેનો કદી અંત જ નહિ આવે. પણ એવી કોઇ રાત છે જેના અંતે પ્રભાત ન આવે? એવી કઇ પાનખર ઋતુ છે જેના અંતે વસંત ન આવે ? એવી કોઇ અમાસ છે જેના પછી પૂનમ ન આવે ?
વૈરાગ્ય, નીતિ અને શૃંગારના ત્રણ શતકો બનાવી સાહિત્ય જગતમાં અમર સ્થાન પ્રાપ્ત કરનાર ભતૃહરિ કહે છે : ભલા માણસ ! દુ:ખમાં વ્યાકુળ શા માટે બને છે? કપાયા પછી વૃક્ષ નથી ઊગતું? ક્ષીણ ચંદ્ર ફરીથી પૂર્ણ નથી બનતો? – ડાહ્યો હોય તે આમ વિચારીને સ્વસ્થ રહે જ.
छिन्नोऽपि रोहति तरुः क्षीणोऽप्युपचीयते पुनश्चन्द्रः । इति विमृशन्तः सन्तः सन्तप्यन्ते न विप्लुता लोके ।।
- ભક્તિ નતિશતા, ૮૮ આપણે બધા સુખની ચાહના કરીએ છીએ, પણ સુખ મળતું નથી, એટલે નારાજ થઇ જઇએ છીએ. પણ જરા કલ્પના કરો : જીવનમાં એકલું સુખ જ સુખ હોય તો આપણી હાલત શી થાય ? યાદ રહે કે દુ:ખ પચાવવું હજુયે સહેલું છે, સુખ પચાવવું સહેલું નથી. શાલિભદ્ર, ભરત વગેરેને આપણે મહાત્મા એટલા માટે કહીએ છીએ કે એમણે સુખને પચાવ્યું છે. બાકી, મોટાભાગના માણસો સુખ પચાવી શકતા નથી. અત્યંત સુખમાં માણસ હેવાન બની જાય છે. જુઓ... અત્યંત સુખ અને સમૃદ્ધિના કારણે રાવણ, કંસ, દુર્યોધન વગેરે હેવાન બન્યા છે. પણ દુ:ખ ઇન્સાન જ નહિ પણ ભગવાન બનાવે છે. દુ:ખોએ મહાવીરસ્વામી આદિને ભગવાન બનાવ્યા છે. મેતાર્ય-ગજસુકુમાલ, અંધક આદિ મુનિઓને કેવલજ્ઞાની બનાવ્યા છે. રામ, કૃષ્ણ, પાંડવ, નળ, હરિશ્ચંદ્ર વગેરેને મહાપુરુષ બનાવ્યા છે.
પ્રસિદ્ધ ફ્રેન્ચ કવિ, નાટ્યકાર અને નવલકથાકાર વિકટર મેરી હ્યુગો (ઇ.સ. ૧૮૦૨થી ૧૮૫૫)ના શબ્દોમાં જાણે આ જ વાત પડઘાતી હોય તેમ લાગે છે : આપત્તિ મનુષ્ય બનાવે છે અને સંપત્તિ રાક્ષસ.’
- વિકટર હ્યુગો આપણે અનેક માણસોથી ઘેરાયેલા હોઇએ છીએ, પણ આપણને ખ્યાલ નથી આવતો કે આમાં ખરેખર મિત્ર કોણ છે ? શત્રુ કોણ છે ? જ્યાં સુધી તમારા પર કષ્ટ નથી આવતું ત્યાં સુધી તમે તમારા જ સાચા મિત્ર કે શત્રુને નથી જાણી શકતા, એ વાતનો તમને ખ્યાલ છે ? ક્યારેક જોજો ... તમે મુસીબતોથી ઘેરાયેલા હો
ઉપદેશધારા કે ૮૬
ઉપદેશધારા + ૮૭