________________
છો ત્યારે તમારી પાસે કોણ ઉભું રહે છે? તમને જાણીને આશ્ચર્ય થશે કે જેને તમે સૌથી વધુ નિકટનો મિત્ર ગણતા હતા એ જ સૌથી પહેલા તમારો ત્યાગ કરશે. શત્રુ અને મિત્રના ભેદ બતાવનાર આપત્તિને શા માટે આશીર્વાદ ન ગણવી ? શા માટે એને ઉત્તમ શિક્ષણ ન ગણવું ?
આથી જ ઇંગ્લેન્ડનો પ્રસિદ્ધ વક્તા અને રાજનેતા ડિઝરાઇલી કહે છે : આપત્તિઓથી ચડિયાતી બીજી કોઇ શિક્ષા નથી.”
- ડિઝરાઇલી ઇંગ્લેન્ડનો પ્રસિદ્ધ નિબંધકાર અને સમીક્ષક હેઝલિટ (ઇ.સ. ૧૭૭૮થી ૧૮૩૦) કહે છે : ‘Prosperity is a great Teacher, Adversity is a greater. Possession pampers the mind, Privation trains and strengthens it.'
ઐશ્વર્ય મહાન શિક્ષક છે, આપત્તિઓ એનાથી પણ મહાન શિક્ષક છે. ઐશ્વર્ય લાડ લડાવીને બગાડી મૂકે છે પરંતુ અભાવ તેને પ્રશિક્ષિત કરે છે અને શક્તિશાળી બનાવે છે.”
આપત્તિઓની પ્રશંસા ઇંગ્લેન્ડના પ્રસિદ્ધ નાટ્યકાર શેક્સપિયરે પણ કરી છે :
‘સાપ ઝેરવાળો હોવા છતાં અંદર રત્ન રાખે છે, તેમ આપત્તિઓ દુઃખમય હોવા છતાં અમૃતમય છે.'
આપત્તિઓથી, મુશ્કેલીઓથી, કઠિનાઈઓથી આપણે ડરીએ છીએ, પણ વસ્તુતઃ એજ આપણા અસલી હીરને બતાવે છે. મુશ્કેલીઓ અગ્નિ જેવી છે. આપણે જો સોનું જ હોઇએ તો મુશ્કેલીઓથી શાને ડરવું ? સોનાને આગથી શાનો ભય ? પિત્તળ ભલે ડરે. પણ સોનું શા માટે ડરે ? આપત્તિઓ આપણા હીરને ઓળખાવે છે, આત્મજ્ઞાન કરાવે છે.
જવાહરલાલ નહેરૂએ કહ્યું છે : કિનારૂં ને આત્મજ્ઞાન कराती है। वे हमें दिखा देती है कि हम किस मिट्टी के बने है।
હિન્દી કવિ સાકેત કહે છે : “દુઃખ ભલે ઝેર લાગે, છતાં પીઓ.'
અમૃત પીનારાનું માથું કપાયું છે જયારે ઝેર પીનારા નીલકંઠ મહાદેવ કહેવાય છે, એ તો તમે જાણો છો ને ? સુખમાં પડ્યા રહીને કેટલાય સડી ગયા છે, જયારે દુઃખનું ઝેર પચાવી-પચાવીને કેટલાય મહાપુરુષ બની ગયા છે.
જેટલા પ્રમાણમાં આપણે દુઃખને, કષ્ટને ભોગવી શકીએ તેટલા પ્રમાણમાં આપણે ધીર છીએ. દુઃખની અગ્નિમાં ધીરતાની કસોટી થાય છે.
જુઓ... સાકેતના શબ્દો : जीवन में सुख-दुःख निरंतर आते-जाते रहते है, सुख तो सभी भोग लेते हैं, दुःख धीर ही सहते हैं, मनुज दुग्ध से, दनुज रुधिर से, अमर सुधा से जीते हैं, किन्तु हलाहल भवसागर का, शिव-शंकर ही पीते हैं ।
- સાત તુલસીદાસ કહે છે દુ:ખ વખતે માત્ર તમારી ધીરતાની નહિ, તમારા ધર્મની, તમારા મિત્રોની અને તમારી પત્નીની પણ બરાબર પરીક્ષા થઇ જાય છે. धीरज धर्म मित्र अरु नारी । आपदकाल परखिअहिं चारी ।।
- તુલસીલાસ (THવરિત માનસ, રૂ/૪/૪) દુઃખો તો તમને ઘડે છે, તમારામાં સજજ્ઞાનનું વૃક્ષ વૃદ્ધિ પામે તે માટે જલસિંચન કરે છે.
હિન્દી સાહિત્યકાર પ્રેમચંદ આ વાતને ખૂબ જ સરસ રીતે સમજાવે છે :
ઉપદેશધારા * ૮૮
ઉપદેશધારા * ૮૯