________________
નિંદા કરવા પ્રેરે છે. આવા માણસે સમજવું જોઇએ કે હું પણ ક્યાં પહેલેથી આવી ચોખી ક્રિયા કરતો હતો ? ધીરે-ધીરે જ બધું શીખ્યો છું ને ?, વળી, મારી ક્રિયા ચોખ્ખી જ છે, એવું કોણે કહ્યું ? કેવળજ્ઞાનીની દષ્ટિમાં કેવી હશે ? કોણ જાણે ? હું મારી જાતે જ મને સર્ટીફિકેટ આપી દઉં તે કેમ ચાલે ? સંભવ છે : ચોખી ક્રિયાના નામ હું મારા અહંકારને જ પોષતો હોઉં ! બીજા લોકોની ક્રિયા બાહ્ય દષ્ટિએ કદાચ હીન હોય, પણ કેવળીની દષ્ટિએ પૂર્ણ પણ હોઇ શકે. મારી અપૂર્ણ નજર બધે અપૂર્ણ જ જુએ છે. ખામીથી ભરેલી નજર બધે ખામી જ શોધે. મને બીજે ખામી દેખાય છે, એનો અર્થ જ એ કે હું ખામીથી ભરેલો છું. કેવળજ્ઞાની બધાના બધા જ દોષો જાણે છે, છતાં કદી પણ કહેતો નથી. હું નથી જાણતો-નથી જોતો, છતાં જેમ-તેમ બક-બક કર્યા કરું છું ! પૂર્ણ આત્માઓ આખા જગતને પૂર્ણરૂપે જુએ છે. જયારે હું જગતને અપૂર્ણરૂપે જોઉં છું. મને બીજા અપૂર્ણ દેખાય છે તે મારી જ અપૂર્ણતાની નિશાની છે. આવી વિચારણાથી માણસ નિંદાથી બચી શકે, ક્રિયાના અજીર્ણથી બચી શકે.
ઠીક છે, આવી વિચારણાથી આપણે નિંદા કરવાથી તો બચી શકીએ... પણ બીજા કોઇ આપણી નિંદા કરતા હોય તો શું કરવું ? એ નિંદામાં કોઇ સચ્ચાઇ હોય તો હજુયે ઠીક, પણ માત્ર કીચડ ઉછાળવાની જ નિયત હોય તો શું કરવું ? એ આપણી સામે કીચડ ઉછાળે તો શું આપણે પણ એમની સામે કીચડ ઉછાળવું ?
‘Tit for tat'નો સિદ્ધાંત અપનાવવો ? અથવા શું અકળાઇ જવું ? નિંદક તો મહાઉપકારી છે.
કબીર કહે છે : નિંદક ખેડા રાખીએ, આંગણી કૂટી છવાઇ; બિન સાબુન પાણી બિના, નિરમલ કરે સુભાઇ,
નિંદક દૂર ન કીજિયે, દીજે આદર માન; નિરમલ તન મન સબ કરે, બકિ આનહીં આન.
- કબીર (ગ્રંથાવલી, પૃ-૮૨) બખના પણ આવી જ વાત કહે છે : ધોબી ધોવે કપડા, નિંદક ધોવે મેલ; ભાર હમારા લે ચલે, (જર્યું) બણિજારા બૈલ.
- બખના આપણી નિંદા થતી હોય તો નારાજ થવાની જરૂર નથી જ, પણ રાજી થવાની જ જરૂર છે. માણસ નગણ્ય માણસની કદી નિંદા કરતો નથી. એટલે નવરું પણ કોણ છે ? તમારી જો ચારેબાજુ નિંદા થતી હોય તો સમજી લેજો કે તમે કાંઇક ગણના-પાત્ર બન્યા છો. તમારી નિંદા, પ્રગતિની સૂચક છે. તમારી પ્રગતિએ તમારા હરીફોમાં ઈર્ષ્યા જગાવી છે, જે અત્યારે નિંદારૂપે બહાર આવી રહી છે. આ સંદર્ભમાં ડેલ કાર્નેગીના વાક્યો યાદ રાખવા જેવા છે :
| ‘અનૂચિત ટીકા, પરોક્ષરૂપમાં તમારી પ્રશંસા જ છે. યાદ રાખો : કોઇ પણ માણસ મરેલા કૂતરાને લાતો નથી મારતો.”
- ડેલ કાર્નેગી (હાઉ ટુ સ્ટોપ વરીથિંગ એંડ સ્ટાર્ટ લિવિંગ)
આપણે ભૂલ કરીએ ત્યારે અંગત ભલે કરે, પણ ભૂલ ન હોય ત્યારે નિંદા કરે એ કેમ ચાલે ? - એવું વિચારતા જ નહિ. તમે ભલે ને બરફ કે આકાશ જેવા સ્વચ્છ હો, છતાં પણ લોકો તમારા વિષે કાંઇ નહિ જ બોલે, એવું માનતા જ નહિ. રામને નહિ છોડનારા લોકો તમને છોડશે ?
શેક્સપિયરના શબ્દોમાં આ વાતનો પડઘો સંભળાશે :
Be thou as chaste as ice, as pure as snow, Thou shalt not escape calumy.
- શેક્સપિયર (હેમલેટ, ૩/૧)
ઉપદેશધારા + ૧૦૨
ઉપદેશધારા * ૧૦૩