________________
ટાળ, લાલબાઇને બરાબર સંભાળી લે. પછી જોઇ લે, જગત વશ થાય છે કે નહિ ? કામણ-ટુમણ કે વશીકરણની કડાકૂટ વિના જ જગત વશ થઇ જતું હોય તો એ બધી કડાકૂટોની જરૂર શી ? ચાણક્યની વાત પણ ખરી જ છે ને ? આપણા વેર-ઝેર ભર્યા શબ્દોથી જ મોટા ભાગે શત્રુઓ ઊભા થાય છે.
ચાણક્યની ડહાપણ ભરેલી સલાહ આ રહી : यदीच्छसि वशीकर्तु, जगदेकेन कर्मणा । परापवादसस्येभ्यो, गां चरन्ती निवारय ।
‘એક જ કાર્યથી જો તું જગતને વશ કરવા ઇચ્છતો હોય તો તું આટલું કર : પરનિંદારૂપી ધાન્યને ચરી જતી તારી વાણીરૂપી ગાયને અટકાવી દે.'
- ચાણક્યનીતિ નિંદા-પુરાણ નીકળ્યું જ છે તો જરા જોઇએ : કોણ કોની નિંદા કરે ? તમે બરાબર નિરીક્ષણ કરજો : ચોરો કદી ચોરીની નિંદા નહિ કરે. ભ્રષ્ટ કદી ભ્રષ્ટાચારને નહિ નિંદે. મૂર્ખ કદી મૂર્ખતાને નહિ નિંદે. બધા જ વસ્ત્રરહિત હોય ત્યાં વસ્ત્રવાળો માણસ નિંદા-પાત્ર બનવાનો જ. બધા જ ભ્રષ્ટ હોય ત્યાં સજ્જન નિંદાવાનો જ. આજે આપણે આવું જ ચારેબાજુ જોઈ રહ્યા છીએ.
સંસ્કૃતમાં કોઈકે બહુ જ સાચું કહ્યું છે : इन्दं निन्दति तस्करो गृहपति जार: सशीलं खलः, साध्वीमप्यसती कुलीनमकुलो जह्याज्जरन्तं युवा । विद्यावन्तमनक्षरो धनपति नि:स्वस्थ रूपोज्ज्वलं वैरूप्येण हतः प्रबुद्धमबुधः श्रेष्ठं निकृष्टो जनः ॥
ચોર ચંદ્રની, જાર ગૃહસ્વામીની, કુશીલ સુશીલની, અસતી સતીની, અકુલીન કુલીનની, યુવાન વૃદ્ધની, અભણ ભણેલાની, ગરીબ ધનવાનની, કુરૂપ રૂપાળાની, અજ્ઞાની જ્ઞાનીની તથા નીચ શ્રેષ્ઠ માણસની નિંદા કરતો હોય છે.'
ઢેઢ, ભંગી કે ચંડાળ થવું કોઇને ગમે ? બીજાને તો ઠીક, ખુદ ઢેઢ વગેરેને પણ નથી ગમતું. (માટે તો હરિજન કે અનુસૂચિત વગેરે નામ પડ્યા છે ને ?) પણ, રખે માનતા : આપણે ચંડાલકુલમાં નથી જમ્યા એટલે ચંડાલ નથી. ચંડાલ ચાર પ્રકારે કહેલા છે : (૧) જન્મચંડાલ : જેનો જન્મ ચંડાલ કુલમાં થયો હોય તે. (૨) કર્મચંડાલ : જન્મ તો ઉત્તમ કુલમાં થયેલો હોય, પણ કામ ચંડાલ જેવા કરતો હોય તે. (૩) ક્રોધચંડાલ : જેનો ગુસ્સો અતિ પ્રચંડ હોય તે. (૪) નિંદક ચંડાલ : વાતે-વાતે જે બીજાની નિંદા કર્યા કરતો હોય તે. અતિ ક્રોધ અને અતિ નિંદા કરનાર પણ ચંડાલ ગણાયા છે. પૂ.ઉપા.શ્રી યશોવિજયજીએ અઢાર પાપસ્થાનકમાં પરપરિવાદની સજઝાયમાં નિંદકને ચોથો ચંડાલ કહ્યો છે.
નિંદાને ક્રિયાનું અજીર્ણ કહ્યું છે. ચાર પ્રકારના અજીર્ણ છે. ભોજન, જ્ઞાન, તપ અને ક્રિયા - આ ચારેયના અજીર્ણ થઇ શકે છે. ઝાડા-ઉલ્ટી થાય એટલે સમજવું : ભોજન પચ્યું નથી, અજીર્ણ થયું છે. પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરવાનું મન થાય, અહંકાર વધતો જાય તો સમજવું : જ્ઞાન પચ્યું નથી. વાતે-વાતે ગુસ્સો આવે, મગજ પર નિયંત્રણ ન રહે તો તપસ્વીએ સમજી લેવું : તપનું પાચન થયું નથી. બીજાની નિંદા વધતી જાય તો ક્રિયાવંતે સમજી લેવું : ક્રિયા પચી નથી.
આપણે સારામાં સારી ક્રિયા કરીએ, એ સારી વાત છે. બીજા બધા પણ સારામાં સારી ક્રિયા કરતા થઇ જાય, એવી ભાવના ભાવીએ, એ પણ સારી વાત છે, પણ કોઇ સારી ક્રિયા કરતું ન હોય તો તેને તરછોડીએ, નિંદિએ કે તેનો તિરસ્કાર કરીએ, એ જરા પણ સારી વાત નથી. ‘હું સારામાં સારી ક્રિયા કરું તો બીજા શા માટે ન કરે ? બીજાએ પણ કરવી જ જોઇએ. જુઓ તો ખરા ! બીજાઓ ક્રિયામાં કેટલી ઘાલમેલ કરે છે ? આ તો હું જ એવો કે એકદમ ચોખ્ખી ક્રિયા !' આવી વૃત્તિ ધીરે-ધીરે માણસને બીજાની
ઉપદેશધારા * ૧૦૧
ઉપદેશધારા * ૧૦૦