________________
'आदमियों के गुप्त दोष प्रकट मत कर । क्योंकि तू उन्हें लज्जित करेगा और अपने आपको अविश्वस्त ।'
- શેખ સાદી (ગુલિસ્તાં, આઠમો અધ્યાય)
માણસની એક ખાસિયત જાણવા જેવી છે : જયારે એ કોઇની સારી વાત સાંભળે છે, ત્યારે ભાગ્યે જ સાચી માને છે, પણ કોઇની ખરાબ વાત તરત જ સાચી માની લે છે. કોઈ પણ માણસની પરીક્ષા કરી લેજો. બીજાની શા માટે ? આપણી જ મનોવૃત્તિનું નિરીક્ષણ કરી લઇએ ને ! કોઇના વિષે પ્રશંસા સાંભળવા મળી : અમુક ભાઇ બહુ જ દાની છે. આપણું શંકાશીલ મન તરત જ બોલી ઊઠશે : ન હોય ! કોઇ આટલું દાન કરી જ શી રીતે શકે ? આ તો કાળા નાણાંનો નિકાલ છે નિકાલ. આ કાંઇ દાન કહેવાય. કોઇ અતિ સજજન ગણાતા માણસ પર પાંચેક લાખના ગોટાળાના આક્ષેપની વાત સાંભળવા મળી. આપણું શંકાશીલ મન તરત જ બોલી ઊઠશે : જોયું ને ? અમે તો પહેલેથી જ કહેતા હતા : આ માણસ આવો જ છે. પાંચ નહિ, વધુ હશે વધુ. જરા ઉંડાણથી તપાસ તો કરો.
આવી માનસિક વિકૃતિના કારણે જ આપણને બીજાની નિંદા સાંભળવી ગમે છે. આપણી શ્રવણ-રુચિ જોઇ બોલનારો પણ ગેલમાં આવી જાય છે ને મીઠું-મરચું નાખીને વધુને વધુ આપણને ઉત્તેજિત કરતો રહે છે. આવી વ્યક્તિથી બચવાની ખાસ જરૂર છે. સમજદાર તો તરત જ સમજી જાય : જે મારી આગળ બીજાનું વાટે છે તે બીજા આગળ મારું નહિ વાટે ? શેખ સાદી આવી સમજણ આપતાં કહે છે :
'वह जो दूसरों के दोष तेरे सामने ला कर गिनता है, निश्चय ही वह दूसरों के सामने भी तेरे दोष ले जायेगा ।'
- શેખ સાદી (ગુલિસ્તાં, બીજો અધ્યાય) શેખ સાદીની બીજી વાતો પણ સમજવા જેવી છે. એ કહે છે : ભગવાન તો તમારા બધા દોષ જાણે છે ને ? છતાં કદી બોલે છે ? અને આપણે ?
“પરમેશ્વર રેવતા ઈં ૩ર છુપાતા હૈ. પદોશી ( ‘આપણે' વાંચો) ફેરવ્રતા નહીં ઔર વિચ્છતા હૈ'
-: પ્રેરણા બિંદુ :ટીનને પપ્પાએ કહ્યું : “જા બેટા, સારામાં સારી ચારણી લઇ આવ.' થોડીવાર પછી ટીનુ ખાલી હાથે આવ્યો ને કહેવા લાગ્યો : પપ્પા ! પપ્પા ! મને તો એકેય ચારણી સારી ન દેખાઇ ! બધામાં કાણા જ કાણા !
કાણા વિનાની ચારણી હોઇ શકે ? દોષ વિનાનો માણસ હોઇ શકે ?
જો કોઇ માણસ સંપૂર્ણ દોષરહિત હોય તો સમજી લેજો : એ માણસ નથી, ભગવાન છે. બાકી, છદ્મસ્થ માત્ર દોષને પાત્ર !
કોઇની પણ ટીકા કરવાનો આપણો અધિકાર નથી. છતાં આપણે પુષ્કળ પ્રમાણમાં અનધિકૃત ચેષ્ટા કરીએ જ છીએ. આપણે રામને નથી છોડ્યા. (એમ ન સમજજો કે રામની ટીકા કરનારો કોઇ બીજો ધોબી હતો. આપણે પોતે જ ધોબી હતા.) આપણે સીતાને નથી છોડી કે અરિહંતોને પણ નથી છોડ્યા. આજ કારણે આપણે દોષમુક્ત બની શક્યા નથી.
દુર્યોધનને કોઇ સારો માણસ દેખાતો ન્હોતો, યુધિષ્ઠિરને કોઇ ખરાબ દેખાયો ન્હોતો. આપણી આંખ દુર્યોધનની કે યુધિષ્ઠિરની ?
બાર વર્ષની સેવાથી પ્રસન્ન થયેલા ગુરુએ શિષ્યને જાદુઈ આરીસો આપ્યો. એ જાદુઇ આરીસામાં મનનું પ્રતિબિંબ પડતું ! કોઇ પણ માણસની સામે આરીસો ધરો એટલે એની માનસિકતા દેખાઇ આવે. શિષ્ય એક દિવસ ગુરુની સામે આરીસો ધરી દીધો
ઉપદેશધારા * ૧૦૪
ઉપદેશધારા + ૧૦૫