________________
(૪)
પ્રવૃત્ત થશે. આ તેનું અવશ્યભાવિ ભવિષ્ય છે. એના માટે કોઇ જોષીને પૂછવાની જરૂર નથી.
કુવિચારોને કાઢવા શી રીતે ? સુવિચારો લાવવા શી રીતે ? એનો ઉપાય કયો ? ૫. ભદ્રંકરવિજયજી ઘણીવાર કહેતા : તમે તમારા વિચારોની નોંધ રાખો. નોંધ રાખો એટલે ફક્ત ધ્યાન રાખો એમ નહિ, પણ નોટબુકમાં લખો-દિવસના અંતે લખો. સારા-નરસા જે કોઇ પણ વિચાર દિવસ દરમ્યાન આવ્યા હોય તે પ્રામાણિકપણે લખો. ખરાબ વિચાર ક્યાંથી આવ્યા ? એનું ઉદ્ગમસ્થાન કયું ? એ શોધીને લખતા રહો. ખરાબ વિચારમાંથી બચવા મેં શું કર્યું ? અથવા હું શી રીતે બચી ગયો ? એ પણ લખો.
આ નોધપોથી કોઈને બતાવવાની નથી. જો મનને ખબર પડી કે આ નોંધપોથી છપાવવાની છે કે કોઈને બતાવવાની છે તો એ (મન) એટલું ચાલાક છે કે સારું સારું લખવા જ પ્રેરાશે. બીજા સમક્ષ તે પોતાને ખરાબ દેખાડવા કદી જ તૈયાર નહિ થાય. ફલતઃ નોંધપોથીમાં પ્રામાણિકતા નહિ જળવાય.
પ્રામાણિકપણે મનની નોંધપોથી તૈયાર કરતા રહેશો. ૪-૬ મહિનામાં જ તમારામાં પરિવર્તન આવવા લાગશે. એની અનુભૂતિ તમે જ નહિ, તમારી આસપાસના માણસો પણ કરવા લાગશે. સુવિચારો તમારા સાથી બનશે.
નોંધપોથીનું આ કામ, લાગે છે તેટલું સહેલું નથી. ખૂબ જ હિંમત અને ખૂબ જ પ્રામાણિકતા જોઇએ એમાં.
કુવિચાર-ઉત્થાપન અને સુવિચાર-સ્થાપના માટે આ પ્રયોગ કરવા જેવો છે.
૨૭. થેયં વૃદ્ધાનુવૃજ્ય ૨ ! “વૃદ્ધ પુરુષોને અનુસરવું
નવા યુવાન મંત્રીની સલાહથી રાજાએ દરબારમાંથી બધા જ ઘરડાઓને હાંકી કાઢવા નિર્ણય કર્યો. એક વૃદ્ધ પ્રધાન મંત્રીએ કહ્યું : ‘આપની વાત સાચી છે, પણ આવતી કાલે આપ એક પ્રશ્ન પૂછજો . તેના જવાબ પરથી વૃદ્ધ પુરુષોનું મૂલ્ય આપને સમજાય તો નિર્ણય પર પુનઃ વિચાર કરજો.’
રાજાએ બીજે દિવસે સભામાં પૂછ્યું : “મને કોઇ લાત મારે તેને કઇ સજા કરવી.’
બધાએ મૃત્યુ-દંડની સજા કહી, પણ એક વૃદ્ધ પુરુષે કહ્યું : રાજન ! એને સજા ન અપાય, પણ ઇનામ અપાય. આપને લાત મારવાની કોની હિંમત છે ? યા તો આપનો નાનકડો કુંવર આપને લાત મારી શકે અથવા તો રાણી લાત મારી શકે. એ બંને તો ઇનામના જ અધિકારી ગણાય ને !'
સભા સ્તબ્ધ થઇ ગઇ - આ જવાબથી, રાજા પણ ખુશ થઇ ગયો. ઘરડાને રવાના કરવાનો નિર્ણય પાછો ખેંચાઇ ગયો.
ઘરડા ગાડા વાળે' એ કહેવત એમને એમ નથી પડી. એમાં અનુભવનો નીચોડ છે.
વૃદ્ધ પુરુષો તો હાલતું-ચાલતું પુસ્તકાલય છે. જે જ્ઞાન મેળવવા
ઉપદેશધારા * ૨૮૦
ઉપદેશધારા ૪ ૨૮૧