________________
‘ગણતરી કર્યા વિના તો હું કેમ જવાબ આપું? હું કદી ધનનો હિસાબ રાખતો નથી. ઘરના માણસો બધું કામ ચલાવે છે. ગણતરી કર્યા વિના જવાબ આપવો તે બરાબર નહિ. અસત્ય ભાષણનો દોષ લાગે. આવતી કાલે હું બરાબર હિસાબ કરીને જવાબ આપીશ.”
ઘેર જઇ તમામ સંપત્તિનો હિસાબ કર્યો. ઠીક ઠીક સમય લાગ્યો એ હિસાબે કરવામાં .
બીજે દિવસે દરબારમાં બાદશાહે પૂછ્યું : ‘કેમ હિસાબ કરી લાવ્યો ?”
‘હાજી.’ ‘કેટલું નાણું છે ?' જહાંપનાહ ! મારી પાસે ૮૪ લાખ જેટલું જૂનું નાણું છે.'
આ સાંભળીને બાદશાહ તો છક્ક થઇ ગયો. બાદશાહને એમ કે જરૂર મહણસિંહ જૂઠું બોલશે. પોતાની પાસેનું નાણું છૂપાવશે. આમેય વાણિયા જુઠાબોલા જ હોય. એક સામાન્ય ઘરાક પાસે એકાદ રૂપિયા માટે પણ જૂઠું બોલતો વાણિયો બાદશાહ પાસ શી રીતે સાચું બોલે ? પણ મહણસિંહે તો કમાલ કરી દીધી ! વિરોધીઓએ તો માત્ર પાંચ લાખ જ કહ્યા... જયારે આ સત્યવાદી કહે છે કે મારી પાસે ૮૪ લાખ છે. સત્ય ઉપર તેને કેટલો વિશ્વાસ છે ? બાદશાહ લૂંટી લેશે તેનો પણ તેને ભય નથી. ખરેખર આવા સત્યવાદી લોકો જ મારા રાજયનો શણગાર છે. આવા સત્યનિષ્ઠ માણસોથી જ મારું નગર ઊજળું છે. આવા લોકોનો સત્કાર કરવો જ જોઇએ. તો જ બીજા તેનું અનુકરણ કરશે. જેનું બહુમાન થાય તે ચીજ વધે. સત્યનું બહુમાન થશે તો મારા રાજયમાં સત્ય વધશે અને અસત્યનું બહુમાન થશે તો અસત્ય વધશે. આવા શેઠીઆનું બહુમાન કરેલું હશે તો બીજાને જબ્બર પ્રેરણા મળશે. વળી વિપત્તિના વખતે કામ લાગશે.
બજે મધુર બંસરી * ૩૯૦
ખુશ થયેલો બાદશાહ તરત જ બોલી ઊઠ્યો : શાબાશ ! મહણસિંહ ! શાબાશ ! તારા જેવો સત્યવાદી મેં મારા રાજયમાં ક્યાંય જોયો નથી. પણ હું માત્ર વચનથી જ શાબાશી આપીને ખુશ કરવા માંગતો નથી, પણ સત્યવ્રતનો કંઇક બદલો પણ આપવા માંગું છું. ૧૬ લાખ નાણાં હું મારી તિજોરીમાંથી આપીને તને ક્રોડપતિ બનાવું છું. તારા જેવા ક્રોડપતિ મારા રાજયમાં હોય તેનું મને પણ ગૌરવ છે.'
બાદશાહ તરફથી આવો અભૂતપૂર્વ અને અકય પ્રતિભાવ મળેલો જોઇ મહણસિંહ ચકિત થઇ ગયો.
બીજા જ દિવસે બાદશાહ સ્વયં મહણસિંહના ઘેર ગયો અને પોતાના હાથે તેની હવેલી પર ‘કોટિધ્વજ' ફરકાવ્યો.
અને તેના પરિવારનું તથા મુનિ ભગવંતોનું જોરદાર સન્માન કર્યું.
મહણસિંહ કોટિધ્વજ બનીને કંજૂસ ન થયો, પણ લોકોને પુષ્કળ દાન આપીને તેણે ક્રોડપતિપણું સાર્થક કર્યું.
આમ પહેલેથી જ તે સત્યવાદી તરીકે પંકાયેલો તો હતો જ. પણ આ પ્રસંગથી તેના સત્યવાદીપણામાં ચાર ચાંદ લાગી ગયા.
તે તપાગચ્છાચાર્ય દેવસુંદરસૂરિ તથા સોમસુંદરસૂરિનો ભક્ત શ્રાવક હતો. હતો દેવગિરિ (દોલતાબાદ)નો, પણ રહેતો હતો મુખ્યતાએ દિલ્હીમાં.
તેણે એક વખતે મોટી સંઘ પૂજા કરેલી. જેમાં સર્વ ધર્મના તથા સર્વ ગરચ્છના સર્વ સાધુ-સાધ્વીઓને આમંત્રણ આપેલું. તે નક્કી કરેલા દિવસે તેણે ૮૪000 ટકા (તે જમાનાનું નાણું) ખરચી સૌની પહેરામણી વગેરે દ્વારા ભક્તિ કરી. તેના બીજા દિવસે પૂ. ગુરુદેવની આજ્ઞાથી પં. શ્રી દેવમંગલગણિ દિલ્હી પધાર્યા,
મોટી સંઘ પૂજા તો થઇ ગઇ અને ખાસ ગુરુદેવ હવે પધાર્યા. હવે શું કરવું ? પધારવાના હતા આગલા દિવસે પણ પહોંચી શકાયું નહિ. આથી એક દિવસ મોડા પડ્યા. પણ મહણસિંહ ગાંજયો જાય એવો ન્હોતો.
બજે મધુર બંસરી * ૩૯૧