________________
માયા
થોડીવારે હજી એક માણસ ત્યાં આવતો જોઇને ત્રણેયે બૂમો પાડીને કહ્યું : “એય ! જરા આ બાજુ આવતા જજો . અમને પાણી પીવડાવતા જજો . અમે તો પાણી કાઢી શકીએ નહીં. કારણ કે અમે શાહજાદા, નવાબજાદા અને અમીરજાદા છીએ.”
પેલો માણસ ઘોડા પરથી નીચે ઉતર્યો. કૂવા પાસે પહોંચ્યો. ત્રણેય રાજી થયા. હમણા જ પાણી હોઠે આવ્યું સમજો ... પણ આ તો જબરો નીકળ્યો. પાણી પીને ઘોડે ચડીને ચાલવાની તૈયારી કરી.
પેલા ત્રણેય બોલી ઉઠ્યા: ‘અરે... અહીં પાણી તો આપતા જાવ. તમે જાણતા નથી અને શાહજાદા, નવાબજાદા, અમીરજાદા છીએ ?'
‘હું તમને પાણી ન આપી શકું. તમે જો શાહજાદા, નવાબજાદા અને અમીરજાદા છો તો હું હરામજાદો છું.” કહીને ઘોડા પર બેસીને ચાલતી પકડી.
પછી ત્રણેયનું શું થયું તેના કોઇ સમાચાર મળ્યા નથી, પણ લાગે છે કે આજેય ઘણા માણસો આવા છે જેઓ અભિમાનમાં ને અભિમાનમાં તરસ્યા બેઠા છે, પોતાના સ્ટેટસના કારણે દુ:ખી થઇ રહ્યા છે, પોતે “કંઇ નહિ’ હોવા છતાં પોતાને “કંઇક' માની રહ્યા છે.
અહંકારની હવા જેનામાં ભરાય તે પોતાની જાતને સર્વોત્કૃષ્ટ માનવા લાગી જાય છે; સવપકૃષ્ટ હોવા છતાંય. 'तलहटी में खडा हूं पर मानता हूं कि शिखर पर चढ़ गया हूं, जानता कुछ भी नहीं पर मानता हूं कि सब कुछ पढ़ गया हूं। अभिमान का धूओं कैसा छाया है कि कुछ दिखाई नहीं देता, सब से पीछे हूं पर मानता हूं कि सब से आगे बढ़ गया हूं।'
ચારેય કષાયોમાં ક્રોધ પર વિજય મેળવવો આસાન છે. કારણ કે સહેલાઇથી નજરે ચડે છે; પોતાને અને બીજાને પણ. જે દેખી શકાય તેને સહેલાઇથી પકડી શકાય. ક્રોધ કરતાં માન પર વિજય મેળવવો મુશ્કેલ છે. કારણ કે એ ક્રોધની જેમ તરત જ નજરે ચડતો નથી, ક્રોધ કરતાં જરા સૂક્ષ્મ છે. એને જોવા ચિત્તની સૂક્ષ્મતા જોઇએ.
માન કરતાં પણ માયા સૂક્ષ્મ છે. માન તો હજુયે નજરે ચડે. છાતી કાઢીને ચાલવું, ઝૂકવું નહીં, ખભા ટટાર થઇ જવા, આ બધા ચિહ્નો દ્વારા માનને જાણી શકાય, પણ માયાને નથી જાણી શકાતી. જાણી ન શકાય તેને જ તો માયા કહેવાય. પશુઓમાં ભલે માયા વધારે છે એમ કહેવાતું હોય, પણ એમની માયા શા માટે ? સ્વરક્ષણ કે આહાર માટે, એ માટે થતી માયા માફ થઈ શકે પણ માણસની માયા ક્યારેક એવી હોય છે જે માફ થઇ શકે નહિ.
બુદ્ધિ જેટલી વધારે, માયા તેટલી વધારે. બિચારા પશુઓ, કરી-કરીને કેટલી માયા કરવાના ? અભણ અને બુદ્ધિહીન માણસ કરી-કરીને કેટલી માયા કરવાનો ? અભણ માણસ તો એકાદ ગુણી જ ચોરશે, જયારે ભણેલો તો આખી ગાડી જ ચોરી લેવાનો. માયા દ્વારા જયારે બુદ્ધિનો દુરુપયોગ થાય ત્યારે કર્મ સત્તા વિફરે છે અને કહી દે છે કે “મારી આપેલી બુદ્ધિનો આવો દુરુપયોગ ? હવે તને
ઉપદેશધારા કે ૩૦
ઉપદેશધારા + ૩૧