________________
એ માન-ભંગ કોઇ પણ પ્રકારનો હોય ! નાના બાળકના માનભંગનો માપ-દંડ અલગ હોય, મોટા માણસનો અલગ હોય તો સ્ત્રીઓનો પણ માપ-દંડ અલગ હોય ! માપ-દંડ ભલે અલગ હોય પણ માન-ભંગ બધામાં એક સમાનરૂપે વિદ્યમાન હોય.
'एक दिन हम जा रहे थे सैर को; इधर था स्मशान उधर कब्रस्तान था । एक हड्डीने पांव से लिपटकर यूं कहा, अरे देख के चल मैं भी कभी इन्सान था'
બકરા કેમ કપાય છે? મેના કેમ મોજ કરે છે ? એક કવિએ બહુ જ સુંદર કલ્પના કરી છે : બકરી મેં... મેં... બોલ્યા કરે છે. અભિમાની પણ મેં... મેં જ કર્યા કરે છે ને ? “મેં’ આમ કર્યું “મેં’ તેમ કર્યું. મેં જે કર્યું તે કોઇએ નથી કર્યું અને કોઈ કરી શકશે પણ નહિ. આમ અભિમાની જયારે ને ત્યારે મેં... મેં... નો બકવાસ કર્યા કરે છે. જયારે નમ્ર કહેશે : મેં નહિ, મારા ભગવાને કહ્યું. પેલા શાલિભદ્ર શ્રેણિકને જવાબ આપેલો : દેવ-ગુરુની કૃપાએ સુખી છું. પેલા ચંપા-શ્રાવિકાએ પણ અકબરને આવો જ જવાબ આપેલો. આ તો મેં કર્યું. મારી પ્રેકટીસ છે. મેં તો એટલું કર્યું છે કે સાંભળો તો છક્ક થઇ જાવ.” આવો જવાબ જો કોઇએ આપ્યો હોત તો હીર વિજયસૂરિજી સાથે અકબરનું મિલન કદાચ ન થાત ! પણ ચંપાના જવાબમાં મેનાનો અવાજ હતો, બકરાનો નહિ.
'मैं-मैं बकरा कहे, नित उठ गला कटाय; मैं ना, मैना कहे, नित उठ मेवा खाय.'
આપણે મેવા ખાવા છે કે ગળું કપાવવું છે ? બકરા બનવું છે કે મેના ? પસંદગી આપણે કરવાની છે.
ક્રોધ પછી આપણે માન પર વિચાર્યું કારણ કે ક્રોધનું મૂળ પણ માનમાં છૂપાયેલું છે. માન નહિ તો ક્રોધ પણ નહિ આવે. જેટલો માન વધુ, ગુસ્સો તેટલો જ વધારે. ગુસ્સો હંમેશા માનના અનુપાતમાં થતો હોય છે. વધુ આવતો ગુસ્સો, અંદર રહેલ વધુ માનને જણાવે છે. તમે જોજો : જયારે જયારે તમને ગુસ્સો આવ્યો હશે, ત્યારે ત્યારે અવશ્ય તમારો માન-ભંગ થયો હશે, પછી ભલે
-: પ્રેરણા બિંદુ :એક વખતે શાહજાદો જંગલમાં ભૂલો પડ્યો. બહુ પ્રયત્ન કરતાં માંડ-માંડ નગરનો રસ્તો મળ્યો. તરસથી જીભ સૂકાઈ રહી હતી, પણ ક્યાંય પાણી નહોતું. આખરે એક કૂવો નજરે ચડ્યો. સદ્ભાગ્યે કૂવા પાસે દોરી અને લોટો પણ હતા... પરંતુ લાખ રૂપિયાનો સવાલ એ થયો કે કૂવામાંથી પાણી કાઢે કોણ ? હું તો શાહજાદો છું. મારાથી આવું કામ શી રીતે કરાય ? હમણા જ કોઇ આવશે ને પાણી કાઢી આપશે - આવા વિચારોની સાથે તરસ્યો શાહજાદો કુવાના કાંઠે જ બેસી ગયો.
થોડીવાર પછી એક માણસ આવ્યો. શાહજાદાએ કહ્યું : “જરા અહીં આવો ને પાણી કાઢી આપો ને ! હું તો શાહજાદો છું. મારી જિંદગીમાં કદી કુવામાંથી પાણી કાઢયું નથી. મારાથી આવું કામ કરાય શી રીતે ?'
| ‘સાચી વાત છે આપની. આપનાથી આ કામ ન કરાય તેમ મારાથી પણ ન કરાય. તમે શાહજાદા છો તો હું નવાબજાદો છું.” કહીને પેલો ભાઇ બાજુમાં બેસી ગયો.
થોડીવારે ત્રીજો માણસ આવ્યો. એ પણ હુંય અમીરજાદો છું. મારાથી પાણી શી રીતે કઢાય ? કહીને બેસી ગયો. ત્રણેય તરસ્યા છે, પણ કોઇ પાણી કાઢવા તૈયાર નથી. વટનો સવાલ છે.
ઉપદેશધારા * ૨૮
ઉપદેશધારા ૪ ૨૯