________________
સહજો બાઇ કહે છે : અભિમાની તો નાર જેવો છે. ઉજજડ જંગલમાં ભટકનારો ! વિનયી નાની બકરી જેવો છે, જેને બધા જ પ્યાર કરે છે.
'अभिमानी नाहर बड़ो, भरमत फिरत उजार । सहजो नान्हीं बाकरी, प्यार करे संसार ।'
- સહજોબાઇ અભિમાની માણસો જગતના પરિવર્તન માટે (ક્યારેક તેમાંના કોઇક સાચા પણ હોય છે) મથતા હોય છે. તેઓ વિચારતા હોય છે કે કાર્લ માર્કસની જેમ આપણે પણ સામ્યવાદ જેવી કોઇક ક્રાન્તિ લાવીએ. ગાંધીજીની જેમ આપણેય કોઇક દાંડીકૂચ કરીએ, સુભાષચંદ્ર બોઝની જેમ આપણેય આઝાદ હિંદ સેનાની સ્થાપના કરીએ કે વિવેકાનંદની જેમ આપણેય અમેરિકામાં ડંકો વગાડી દઇએ અને વિશ્વમાં ચમકી જઇએ. અરે એથી પણ વધુ કંઇક કરી બતાવીએ. આવા માણસો માટે આચારાંગમાં લખ્યું છે : “
ક્ષિત્તિ મન્ના' કોઇએ ન કર્યું હોય તેવું હું કરીશ એમ માનનારો અભિમાની માણસ !' એના અભિમાન માટે દયા આવી જાય ! એ બિચારાને ખબર નથી : વિવેકાનંદ, ગાંધી કે બોઝ પોતે તેવા થવા ધારતા હતા માટે થયા છે તેવું નથી. સંજોગોએ તથા તેમની પ્રયત્નયુક્ત વિશિષ્ટ પ્રતિભાએ તેમને તેવા બનાવ્યા છે. બાકી, ગાંધી, વિવેકાનંદ કે બોઝ જેવા થવા માંગતા, તેમની નકલ કરનારા કેટલાય માણસો મસાણમાં જઇને સૂઇ ગયા છે જેની અંગતે નોંધ પણ લીધી નથી એ ભૂલવા જેવું નથી.
આપણે તો માત્ર કઠપૂતળીઓ છીએ. કઠપૂતળીને અભિમાન કરવાનો હક્ક શો ? હિન્દી કવિ જયશંકર પ્રસાદની આ પંક્તિઓ આંખો ખોલી દે તેવી છે.
'देव न थे हम और न ये है, सब परिवर्तन के पुतले, हां, कि गर्व-रथ में तुरंग-सा, जितना जो चाहे, जुत ले.'
- જયશંકર પ્રસાદ (કામાયની, આશા સગ) સમાજમાં ગૌરવ (મોટાઈ) અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા આપણે ધમપછાડા કરીએ છીએ, પણ ખરેખર તો એજ સાધના-માર્ગમાં આવેલા સૌથી મોટા વિનો છે. અભિમાન, પ્રતિષ્ઠા અને મોટાઇ - આ ત્રણેય છોડ્યા પછી જ તમે આત્મસાધનાના માર્ગે આગળ વધી શકો, એમ પ્રાચીન શાસ્ત્રો કહે છે :
'अभिमानं सुरापानं गौरवं घोररौरवम् । प्रतिष्ठा शूकरीविष्ठा, त्रीणि त्यक्त्वा सुखीभवेत् ॥'
‘અભિમાન... એ તો મદિરા-પાન છે ! ગૌરવ... એ તો ઘોર રૌરવ (નરક) છે ! પ્રતિષ્ઠા... છી... એ તો ભૂંડણની વિઠા છે. સુખી થવું હોય તો આ ત્રણેયને છોડી દો.’
- નારદ (પરિવ્રાજકોપનિષદ્, ૫/૩૦) અભિમાનથી અક્કડ થયેલું આપણું મસ્તક કોઇના ચરણે ઝૂકવા તૈયાર થતું નથી... પણ શું કિંમત છે આ મસ્તકની ? ક્યારેક તો આ ખોપરી સ્મશાનમાં આમથી તેમ અથડાવાની જ છે. કોઇ લાતો મારશે કે કાગડા-કૂતરા ચૂંથી નાખશે ત્યારે એ ખોપરી ચૂંય નહીં કરે. સ્મશાનમાં સળગી જઇ રાખ થઇ માટી થઇ જશે. એ માટી કુંભારના પગ પાસે જઈ પહોંચશે, જેમાંથી એ ઘડા બનાવશે. કુંભારના પગે પહોંચનારી આ ખોપરી માટે બહુ રાઇ લઇને ફરવા જેવું નથી.
‘કાળની વણઝારી ચાલી જાય છે, ચાલી જશે, પ્રાણો થઇ જશે પલાયન, આ ખોળીયું ખાલી થશે, ખુશ રહે કે જેટલા મસ્તક તું જુએ છે અહીં, એક દિવસ એ બધા કુંભારના ચરણે હશે.”
ઉપદેશધારા + ૨૬
ઉપદેશધારા + ૨૭