________________
પણ ફાંકાનો પાર નહિ. પડોશણને રસોઇ અંગે રોજ પૂછી આવે, પણ જાણ્યા પછી કહે : “ઓહ ! આ તો મને આવડતું જ હતું.’ એક વખત ઘરે મહેમાન આવેલા. પતિએ ખીર બનાવવાનું કહ્યું. પેલીને ખીર શી રીતે બને ! કંઈ જ ખબર નહિ. પૂછવા આવતાં પાડોશણે પાઠ ભણાવવા કહ્યું : દૂધમાં મીઠું નાખી, રાઈ-હિંગનો વઘાર કરી નાખજે એટલે ‘ખીર' તૈયાર. હવે, મહેમાનોની સમક્ષ શું થયું હશે ? એની આપણે કલ્પના કરી શકીએ છીએ.
- સોમદેવ કહે છે કે મિથ્યાભિમાનનો તમારો પરપોટો ક્યાં સુધી રહેવાનો ? ક્યારેક તો એ ફૂટવાનો જ ! ક્યારેક તો ફજેતો થવાનો જ ! “જ્ઞાન વિના આડંબરી રે પામે જંગ અપમાન સલુણા |’
“અજ્ઞાનતો હટાર્ ર્વત્ પ્રાજ્ઞમાની વિનશ્યતિ ”
જાણ્યા વગર હઠથી કરનારો પોતાને પંડિત માનનારો માણસ, અંતે નષ્ટ થાય છે.”
- સોમદેવ (કથાસરિત્સાગર) થોડુંક જ્ઞાન કે થોડુંક ધન પ્રાપ્ત કરીને અભિમાનથી ફાટીને ધૂમાડો થઇ જતા લોકો પર પ્રાચીન કવિઓએ આકરા પ્રહારો કર્યા છે. અનેક ઉપમાઓ આપી-આપીને આવા લોકોની બરાબર ઠેકડી ઉડાડી છે. ‘કમળના પાંદડા નીચે પહોંચી ગયેલો દેડકો પોતાને દંડધર માનવા લાગે છે.’ ‘હજારો ભાર (મણથી પણ આગળનું માપ) ઝેર હોવા છતાં શેષનાગ ગર્વ નથી કરતો, પણ ટીંપા જેટલા ઝેરથી પેલો વીંછી પંછડી ઊંચી કરીને ચાલે છે.” “ટીટોડી પગ ઊંચા રાખીને કેમ સૂએ છે? એને ભય છે કે હું પગનો ટેકો નહિ આપું તો આકાશ તૂટી પડશે.' ‘અલ્યા કૂતરા ! ગાડા નીચેથી બહાર આવ.” “ના... હું નહિ આવું પછી ગાડું કોણ ચલાવશે ?' આવી અનેક અન્યોક્તિઓથી કવિઓએ તુચ્છ અભિમાની માણસને ફટકાર્યો છે. પેલા અખાએ તો આવા માણસો પર સીધા જ ચાબખા માર્યા છે :
‘આછેરું પાત્ર ને અદકું ભણ્યો, વઢકણી વહુએ દીકરો જણ્યો, મર્કટ અને મદિરા પીએ, અખા એથી સૌ કોઇ બીએ.”
અધૂરો ઘડો છલકતો હોય છે. થોડું દૂધ આપનારી ગાય ઘણી કૂદાકૂદ કરે છે. થોડી વિદ્યા ભણનારો વધુ અભિમાન કરે છે અને કદરૂપો માણસ દોડાદોડી ઘણી કરે છે, એ તો આપણને આંખની સામે જ દેખાય છે.
પાત્રતા કરતાં વધુ મળી જાય ત્યારે માણસ અત્યંત છકી જાય છે. ચાણક્ય આવા છાકટા માણસોનો ઘણો અનુભવ કર્યો હશે ! તેમણે લખેલું જાણવા જેવું છે :
'अवंशपतितो राजा, मूर्खपुत्रश्च पंडितः । अधनी हि धनं प्राप्य, तृणवन्मन्यते जगत् ॥'
‘અકુલીન માણસ રાજા થાય, મૂર્ખ માણસનો પુત્ર પંડિત થાય અને નિર્ધન માણસ અચાનક ધનવાન થાય ત્યારે તે આખા વિશ્વને ઘાસ જેવું ગણવા લાગે છે.’
- ચાણક્યનીતિ વધુ લોકપ્રિય કોણ બને ? અભિમાની કે નમ્ર ? અભિમાનીનું અભિમાન પોતાને છોડીને બીજા કોઇને ગમતું નથી. આથી જ અભિમાની બધે જ ઠોકર ખાતો રહે છે. દડા જેવા માણસમાં જયાં સુધી અહંકારની હવા ભરેલી રહેવાની ત્યાં સુધી એ પીટાયા જ કરવાનો ! હવા વગરના બોલને અને અહંકાર વગરના માણસને માણસો પીટવાનું છોડી દે છે. પ્રાણ વગરના માણસને સમુદ્ર ડૂબાડતો નથી, અને કિનારે લાવી મૂકે છે. અહંકાર વગરના માણસને કોઇ ડૂબાડી શકતું નથી.
જેમ જેમ આપણે અહંકાર-રહિત બનીએ તેમ તેમ લોકપ્રિયતા વધતી જાય. લોકપ્રિયતા પ્રાપ્ત કરવાના ત્રણ સોપાનો (દાન, વિનય, શીલ)માં વિનય પણ એક છે. અભિમાનના નાશ વિના વિનયની પ્રાપ્તિ થઇ શકતી નથી.
ઉપદેશધારા * ૨૪
ઉપદેશધારા + ૨૫