________________
સફળ થતી જાય તેમ તેમ તેનું અભિમાન રાવણની જેમ વધતું જ રહે છે. પણ આખરે તો અતિ અભિમાનીને પણ હારવું જ પડે છે. જુઓ, ‘શતપથ બ્રાહ્મણ' નામના પ્રાચીન ગ્રંથમાં લખ્યું છે...
'पराभवस्य ह्येतन्मुखं यदतिमानः' ‘અત્યંત અભિમાન પરાભવનું દ્વાર છે.'
- શતપથ બ્રાહ્મણ (૫/૧/૧/૧) ‘દયા ધર્મકા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન.” એમ કહેતા પેલા તુલસી અભિમાનને પાપનું મૂળ કહે છે તો આપણા મહાન સંગ્રાહક ઉમાસ્વાતિજી મહારાજ અભિમાનને સર્વ અનર્થોનો કારક, ધર્મ-અર્થ અને કામ ત્રણેય પુરુષાર્થોમાં પત્થર નાખનાર કહે છે. - સાચે જ અહંકાર બહુ જ મોટો લૂંટારો છે. બહારના લૂંટારા લૂંટી-ઘૂંટીને તમારું શું લૂંટવાના ? પણ આ અહંકાર તો બાહ્ય-આંતર બધું જ ધન લૂંટી લે છે.
મહાભારતકાર વેદવ્યાસે બીજા બધાને થોડા-થોડા લૂંટનારા કહ્યા છે, પણ અભિમાનને તો બધું જ લૂંટનારો કહ્યો છે.
“ના રૂપે પ્રતિ વૈર્યમાશા, મુત્ય: HTTન ધર્મરણમૂથ . कामो ह्रियं वृत्तमनार्यसेवा, क्रोधः श्रियं सर्वमेवाभिमानः"
“ઘડપણ રૂપને, આશા પૈર્યન, મૃત્યુ પ્રાણને દોષદષ્ટિ ધર્મઆચરણને, કામ-લજજાને, નીચની સેવા સદાચારને, ક્રોધ લક્ષ્મીને લૂંટે છે, જયારે અભિમાન બધું જ લૂંટી લે છે.”
- વેદ વ્યાસ (મહાભારત, ઉદ્યોગપર્વ, ૩૭૮) કેટલાક માણસને કેટલીક જન્મજાત વિશેષતાઓ મળેલી હોય છે, પણ આ વિશેષતા જ ક્યારેક અભિમાનનું કારણ બની જતી હોય છે. કોઇકને રૂપ સારું હોય છે તો માનતા રહે છે : મારા જેવો કોઇ રૂપાળો નથી. પૈસાના કારણે કોઇના મગજમાં રાઇ ભરી હોય છે કે મારા જેવો કોઇ પૈસાદાર નથી. જાતિ, લાભ, કુળ,
ઐશ્વર્ય, બળ, રૂપ, તપ, શ્રુતજ્ઞાન આ આઠ મદના સ્થાનો છે. એમાંથી કોઇપણ એક સ્થાન બીજા માણસોથી વિશિષ્ટ મળેલું હોય એટલે માણસમાં તરત જ અહંકાર દોડાદોડ કરવા મંડી પડે છે. આવા લોકોને ઉમાસ્વાતિજી સલાહ આપે છે : ભઇલા ! મળેલી આ વસ્તુઓનું ગુમાન ના કરીશ. કમેં આપેલી ચીજમાં અભિમાન શાનું? છતાંય જો તું અભિમાન કરીશ તો આગલા જન્મમાં એ વસ્તુ તારી પાસેથી છિનવાઇ જશે. જો રૂપનું અભિમાન કરીશ તો કદરૂપા બનવું પડશે. પૈસાનું અભિમાન કરીશ તો ભિખારી બનવું પડશે. બુદ્ધિનું અભિમાન કરીશ તો મૂર્ખ બનવું પડશે.
આઠ મદ-સ્થાનો આપણે ત્યાં જાણીતા છે, પણ અજૈન કવિ ક્ષમેન્ટ સાત કહ્યાં છે જે લગભગ મળતા જ આવે છે.).
“હુર્ત વિત્ત શ્રત રૂપ, શૌર્ય સાને તપતથા I પ્રાધાન્ચન મનુષ્યા, સમસ્ત મહેતવ: ”
કુળ, ધન, શ્રુતજ્ઞાન, રૂપ, શૌર્ય, દાન તથા તપ મુખ્યરૂપે આ સાત માણસોને મદના કારણો છે.”
- ક્ષેમેન્દ્ર (દર્પદલન, ૧/૪) અભિમાનના કારણે ઘણા માણસો બીજાની પાસે પોતાનું અજ્ઞાન ખુલ્લું કરી શકતા નથી, બીજાને કાંઇ પુછી શકતા નથી. પૂછે તો અજ્ઞાની ઠરે ને ? અજ્ઞાની રૂપે જાહેર થવું, અભિમાની શી રીતે પસંદ કરે ? આવા માણસો ક્યારેક પૂછવા જાય ખરા, પૂછીને જાણી આવે પણ ખરા, પણ જણાવનારને તરત જ કહી દે : ‘હાં... હાં... આ તો મને ખ્યાલ જ હતો. હું આવું જ ધારતો હતો. મારા મનમાં જે હતું તે જ તમે કહ્યું. આની તો મને પહેલેથી જ ખબર હતી.' મિયા પડે તોય ટંગડી ઊંચી ! પોતાનું અજ્ઞાન ઢાંકવા માણસ કેવા બાલિશ પ્રયત્નો કરે છે ! પેલી અભિમાની નવી વહુની વાત આપણામાંના ઘણાએ સાંભળી હશે ! બનાવતા કાંઇ ન આવડે,
ઉપદેશધારા ૪ ૨૨
ઉપદેશધારા + ૨૩