________________
માન
છે
.
નરકમાં ક્રોધની, તિર્યંચમાં માયાની, દેવમાં લોભની પ્રધાનતા છે, જ્યારે માનવમાં માનની પ્રધાનતા છે. માનના કારણે જ માનવી, આટલા યુદ્ધો ખેલ્યો છે અને વિશ્વને નરક જેવું બનાવ્યું છે.
માન મોટા માણસોમાં જ હોય ને નાના બાળકોમાં ન હોય એવું નથી. નાના બાળકોમાં પણ અભિમાન હોય છે. જો કે આપણું તે તરફ ધ્યાન જતું નથી, પણ બીજરૂપે રહેલું એ જ અભિમાન આગળ જઇ વટવૃક્ષ બને છે. નાનો બાળક ક્યારેક ચાલતાં-ચાલતાં ગબડી પડે છે તે જોયું છે ? ક્યારેક બરાબર નિરીક્ષણ કરજો . ગબડી પડ્યા પછી બાળક શું કામ કરે છે ? રોવાનું કામ કરે છે ? નહિ. રોતા પહેલા જોવાનું કામ કરે છે. પડ્યા પછી આમતેમ જુએ છે : મને કોઇ જોનારું છે ? જો કોઇ જોનારું હોય તો ભેંકડો તાણે છે, નહિ તો ચૂપચાપ બેસી રહે છે. આ અભિમાનની અભિવ્યક્તિ છે. આ અહંકાર માણસને જન્મથી મળેલી વૃત્તિ છે. આથી એ એમ જ માનવા લાગે છે : “હું કંઇક છું. બીજા કરતાં હું કંઈક વિશિષ્ટ છું. બીજા તુચ્છ છે. હું મહાન છું.'
બચપણમાં એની વૃત્તિને પોષણ મળતું રહે છે. કારણ કે ત્યારે એનું બહુ જ પ્રેમથી લાલન-પાલન થતું હોય છે. આથી એ એમ
જ માનવા પ્રેરાય છે : “બધાનો જન્મ મારા માટે જ થયો છે. બધા મારી આસપાસ ચક્કર મારી રહ્યા છે.'
નાના બાળકના ઉછેર માટે તેને પ્યારપૂર્વકનું વર્તન મળે તે અપેક્ષિત છે, પણ આ જ બાળક મોટું થઈને પણ એજ અપેક્ષા રાખે તો વાત બહુ ખતરનાક બની જાય છે. જો કે સમજદાર બાળક તો સમજણ આવતાં જ તરત જ આ અહંકારના કોચલાને અળગો મૂકી દે છે, પણ કેટલાક નાસમજ બાળકો (દુર્યોધન, રાવણ, હિટલર કે ચંગેઝખાન જેવા) મોટા થઇને પણ પોતાની અહંવૃત્તિને છોડી શકતા નથી. ‘હું જ વિશ્વના કેન્દ્રમાં છું. મારું ધાર્યું જ થવું જોઇએ. મારો કક્કો જ ખરો થવો જોઇએ.’ આવી વૃત્તિના કારણે ભયંકર રામાયણો સર્જાય છે. ઇતિહાસ સાક્ષી છે કે આવા અહંકારીઓનું આખરે પતન થયું જ છે.
ચાલો... આપણે આજે અનેક જ્ઞાત-અજ્ઞાત પ્રાચીનઅર્વાચીન વિદ્વાનોની આંખે અભિમાનને ઓળખવા પ્રયત્ન કરીએ.
અભિમાની માણસની હાર નિશ્ચિત છે. નમ્ર માણસની જીત નક્કી છે. યુધિષ્ઠિર જેવા નમ્ર વ્યક્તિ હારી-હારીને પણ અંતે જીતી જાય છે. જયારે દુર્યોધન જેવા અક્કડ માણસ જીતી-જીતીને પણ અંતે હારી જાય છે. અભિમાનીની પ્રત્યેક જીત, હાર તરફનું એક કદમ છે. જયારે નમ્રની પ્રત્યેક હાર, જીત તરફનું પ્રયાણ છે. નમ્રની હારમાં પણ જીત છે. અભિમાનીની જીતમાં પણ હાર છે. ડાહ્યો માણસ તો કહેશે : અભિમાની થઇને જીતવા કરતા નમ્ર થઇને હારી જવું સારું ! અને સાચે જ હારેલો વ્યક્તિ જ આ દુનિયાનો શ્રેષ્ઠ વિજેતા છે. કારણ કે એને કોઇ જીતી શકતું નથી. તમે સ્વયં જ હારી જાઓ તો બીજા તમને શી રીતે જીતી શકે ? જીતની ઇચ્છા જ જેની નષ્ટ થઇ ગઇ છે એને કોણ જીતી શકે ? અભિમાની હારે છે કારણ કે એને જીતની તીવ્ર ઇચ્છા છે. જેમ જેમ એની ઇચ્છા
ઉપદેશધારા * ૨૦
ઉપદેશધારા + ૨૧