________________
‘ક્રોધી થવાનો અર્થ છે કે બીજાની ભૂલનો બદલો પોતાની જાત પર લેવો.'
- એલેકઝાન્ડર પોપ (થોટ્સ ઓન વેરીયસ સજેટ્સ) પર્યુષણા મહાપર્વની આપણે ઉલ્લાસપૂર્વક આરાધના કરી ચૂક્યા છીએ. ‘ખામેમિ સવ્ય જીવે વગેરે ક્ષમાપનાના પવિત્ર સૂત્રો બોલીને વેરના વિસર્જનનું અનુષ્ઠાન કરી લીધું છે. હવે આપણે શી રીતે જીવન જીવીશું ?
વાતે વાતે છણકો કરતા, ગુસ્સો કરતા, કોઇકનું અપમાન કરતા જીવન જીવીશું કે સ્વસ્થ મન સાથે જીવન જીવીશું ?
ગુસ્સાના આવેશને અરબી સમુદ્રમાં ફેંકી દો. માથે બરફ રાખીને જીવો, પછી જુઓ સ્વર્ગ તમારી તપાસ કરતું-કરતું તમારી પાસે સામેથી આવે છે કે નહિ ?
દ્રોણાચાર્યના પ્રશ્નના ઉત્તરમાં યુધિષ્ઠિરે કહ્યું : “ગુરુજી ! શાબ્દિક પાઠ તો મને આવડતો જ હતો, પણ એ વસ્તુ જીવનમાં ઉતરે પછી જ પાઠ પાકો થયો ગણાય ને ? આપે થપ્પડ મારી છતાં મને ક્રોધ ન આવ્યો માટે હું હિંમતથી પાઠ બોલી શક્યો.'
‘શાબ્બાશ', દ્રોણાચાર્યની શાબાશી અને અન્ય સહપાઠીઓની તાળીઓથી ગુરુકુળ ગૂંજી ઊઠ્યું.
બંધુઓ ! આપણે ક્રોધ ઉપરના લેખો માત્ર વાંચીશું કે જીવનમાં પણ ઉતારીશું ? શાબ્દિક પાઠ તો પોપટ પણ યાદ કરી શકે છે. તો શું આપણે પણ પોપટ બનવું છે ?
ખરા અવસરે, નિમિત્ત મળવા છતાં મગજની સમતુલા ના ગુમાવીએ તો જ આપણો પાઠ પાકો થયો કહેવાય.
લગાડી લાગી નહિ તે લોટરી નકામી, વગાડી વાગી નહિ તે ટોકરી નકામી,
ખાધું પચાવે નહિ તે હોજરી નકામી, વડીલોનું કહ્યું માને નહિ તે છોકરી નકામી,
પગાર પૂરો મળે નહિ તે નોકરી નકામી, ખરે ટાઇમે ખસી જાય તે ખોપરી નકામી.”
-: પ્રેરણા બિંદુ :અમારા પૂજય ગુરુદેવ (પૂ. કલાપૂર્ણસૂરિજી) વ્યાખ્યાનવાચનામાં એક વાર્તા વારંવાર કહે. એ વાત તમારે પણ સાંભળવી છે ? લો... સાંભળો.... બાલ્યાવસ્થામાં કૌરવો અને પાંડવો સાથે ભણતા હતા. ત્યારે એક વખત ગુરુ દ્રોણાચાર્યે તેમને એક પાઠ આપ્યો : ‘ક્રોધ નહિ કરવો. ક્ષમા રાખવી.' બીજા બધાને તો આ પાઠ તરત જ આવડી ગયો, પણ યુધિષ્ઠિરને બીજા દિવસ સુધી પણ પાઠ ન આવડ્યો. ખીજાયેલા દ્રોણાચાર્યે ધડ દઇને લાફો ઠોક્યો ને તરત જ યુધિષ્ઠિરે કહ્યું, ‘હા, મારો પાઠ પાકો થઇ ગયો. ક્રોધ નહિ કરવો, ક્ષમા રાખવી.'
થપ્પડ ખાધા વિના તુ પાઠ બોલી ન શકત? બોલ... આટલી વાર પાઠ કેમ બોલતો નહોતો ?'
ઉપદેશ સારામૃત આયુર્વેદમાં કહેવાય છે કે... બુદ્ધિ માટે બ્રાહ્મી, સ્મૃતિ માટે તજ, આંખ માટે ત્રિફળા, સ્વર માટે જેઠીમધ, ધાવણ માટે શતાવરી, વર્સ માટે ધરો, બળ માટે ઘી, આરોગ્ય માટે આમળા, વાળ માટે ભાંગરો, શક્તિ માટે કોચા, આયુષ્ય માટે હરડે છે ઇ છે પન્ન... આત્મા માટે ધર્મ સર્વશ્રેષ્ઠ ગણાય છે.
ઉપદેશધારા કે ૧૮
ઉપદેશધારા + ૧૯