________________
ભગવંતે અનેક વાદીઓને જીત્યા હતા. આથી ભોજરાજાની સભામાં
ધનપાલની દરમ્યાનગીરીથી તેમને ‘વાદિવેતાલ' બિરૂદ મળ્યું હતું. એક વખતે શિયાળાની રાતે ભોજરાજા સગડી પાસે બેસીને તાપણું લઇ રહ્યો હતો. ત્યારે ધનપાલે પોતાની ભગવાન શ્રી આદિનાથની અદ્ભુત સંસ્કૃત-કથા સંભળાવી.
રાજા તો આ લાલિત્યપૂર્ણ કથા સાંભળીને ડોલી ઊઠ્યો : વાહ! ધનપાલ ! તેં ખરેખર કમાલ કરી.
પણ માણસનું મન બહુ વિચિત્ર હોય છે. બીજાની કૃતિ ભલે ગમે તેટલી સારી હોય છતાં જો તેમાં પોતાને કશું લાગે વળગે તેવું ન હોય તો મજા ન જ આવે. બીજાઓના ગમે તેટલા સુંદર ફોટા હોય પણ માણસને એ જોવા એટલા ગમતા નથી, જેટલો પોતાનો ફોટો જોવો ગમે છે. પછી ભલેને એ કદરૂપો હોય ! હજા૨ો નામોની વચ્ચે પણ માણસને પોતાનું નામ ગમે છે. એમાંય જેમ માણસ મોટો તેમ તેના નામ-અને રૂપને અમર બનાવવાની અભીપ્સા પણ મોટી...! આથી જ તો પોતાના નામને ચમકાવતા કવિઓને રાજાઓ મોટા-મોટા ઇનામો આપે છે ને ? પોતાના નામને અમર કરવા રાજાઓ પોતાના નામનો સંવત્સર ચલાવવા પ્રયત્નો કરતાં હોય છે ને ? પોતાના નામને અમર રાખતી ઇમારતો બંધાવવા - તેવા ગ્રંથો બનાવવા તેઓ મથતા રહે છે ને...?
ભોજરાજાને થયું : બીજું બધું ઠીક પણ આમાં મારું શું ? તેણે ધનપાલને કહ્યું : ધનપાલ ! આ સ-રસ કથાના નિર્માણથી તેં ખરેખર કમાલ કરી છે. બહુ જ અદ્ભુત છે. આ કથા...! પણ... જરા ફેરફાર કરે તો તારી આ કથામાં ચાર ચાંદ લાગી જાય. ‘કયો ફેરફાર...?’
‘આ કથામાં ‘ખિનઃ'ના સ્થાને ‘શિવ:’. ‘અયોધ્યા’ના સ્થાને ‘અવન્તી’(ધારા). ‘શાવતાર ચૈત્ય’ના સ્થાને ‘મહાાલમન્વિ બજે મધુર બંસરી * ૩૬૦
‘ઋષમદ્રેવ’ના સ્થાને ‘મહાવેવ’ અને ‘ભરત’ના સ્થાને ‘ભોગ’. આટલું તું જો પરિવર્તન કરી દે તો તને જે જોઇએ તે આપીશ. તારી આ કથા ઇતિહાસમાં અમર બની જશે. એની સેંકડો નકલો કરાવીને ભારતના ખૂણે-ખૂણે હું પ્રચાર કરીશ. બોલ કબૂલ છે ?'
‘અરે... મહારાજ ! આ શું બોલ્યા ? કથામાં ફેરફાર ? માણસના બાહ્ય શરીરમાં તો હજુ પણ ફેરફાર થઇ શકે પણ આત્મા શી રીતે બદલે ? ભગવાન શ્રી આદિનાથ એ તો મારા જીવનનું પણ જીવન અને પ્રાણોના પણ પ્રાણ છે. એની જગ્યાએ હું મહાદેવને મૂકું ? ભરતની જગ્યાએ આપને મૂકું ? ક્યાં મેરૂ પર્વત અને ક્યાં રાઇ ? ક્યાં ભગવાન શ્રી આદિનાથ અને ક્યાં અન્ય દેવો ? મહારાજ ! માફ કરજો... હું એ ફેરફાર નહિ કરી શકું. મૂળ કથામાં ફેરફાર કરવો એટલે આત્મદ્રોહ કરવો. આવું આત્મદ્રોહી પગલું હું ભરી શકું નહિ.’
ધનપાલની આવી સાફ-સાફ વાત સાંભળતાં જ ભોજનો પિત્તો ફાટ્યો. આ શું ? મારો આશ્રિત કવિ મારૂં આટલું ય ન માને ? ગુસ્સામાં એ ભૂલી ગયો કે ધનપાલ હવે ભોજરાજનો નહિ, પણ જિનરાજનો છે.
ગુસ્સાથી રાતા-પીળા થયેલા ભોજરાજે તરત જ એ આખી કથા ધનપાલ પાસેથી ખેંચી લઇ પાસે રહેલી સગડીમાં નાંખી. જોતજોતામાં તે સળગી ગઇ.
પોતાની આ અતિશ્રમસાધ્ય કથા આમ બળતી જોઇ ધનપાલનું હૈયું વલોવાઇ ગયું. એ સળગતી કથા જોઇ રહ્યો. એને થયું : ખરેખર આજે મારી સાહિત્ય-સાધના ! મારો પરિશ્રમ ! મારા સ્વપ્નો ! મારા જીવનનું સર્વસ્વ ! બધું જ સળગીને સાફ થઇ ગયું.
ધનપાલે રાજાને કહી દીધું ઃ મહારાજ ભલે આપ મારી કથાને બાળી નાંખશો, પણ મારા હૃદયના ભાવોને કઇ રીતે બાળશો ? રાજન્ ! યાદ રાખજો કે એમ બળાત્કારે કોઇના માલિક થઇ શકાતું નથી કે
બજે મધુર બંસરી * ૩૬૧