________________
૧. સેવ્યા ધર્માચાર્યાં: । ધર્મગુરુની સેવા કરવી’
(૨૬
આગમમાં માતા-પિતા, ભિટ્ટ (પાલક) અને ધર્માચાર્યને દુષ્પ્રતિકાર ગણાવ્યા છે. દુષ્પ્રતિકાર એટલે જેમના ઉપકારનો બદલો વાળી ન શકાય તેવા.
ભૌતિક દેહના જન્મદાતા માતા-પિતા છે તો આધ્યાત્મિક દેહના જન્મદાતા ધર્મ-ગુરુ છે. આપણે જો કૃતજ્ઞ હોઇએ તો એમની સેવા કરવી જ જોઇએ. વિનીત હોય તે જ સેવા કરી શકે છે.
જેણે ઘરમાં માતા-પિતાની સેવા કરેલી હોય છે, તે જ મોટા ભાગે ગુરુની સેવા કરી શકે છે, એમ પં. ભદ્રંકરવિજયજી વારંવાર કહેતા હતા. વડીલોનો વિનય ક્યાંથી ક્યાં લઇ જાય છે ? એ સમજાવવા ઉપદેશપ્રાસાદમાં આપવામાં આવેલું એક કુલપુત્રકનું ઉદાહરણ ધ્યાન ખેંચે તેવું છે.
તે કુલપુત્રક માતા-પિતાની સેવા-ભક્તિ કરતો હતો. ગામનો મુખી વડીલ જણાતાં તેની સેવા કરવા લાગ્યો. વડીલને પણ શ્રેણિક રાજા સામે ઝૂકતો જોઇ તે રાજાની સેવા કરવા લાગ્યો. રાજાને પણ ભગવાન મહાવીરના સેવક જોઇ તે ભગવાનનો શિષ્ય બન્યો.
સેવાના ગુણે તેને ક્યાં પહોંચાડ્યો ?
સેવા સહેલી નથી. જેમની આપણે સેવા કરતા હોઇએ, તેમના
ઉપદેશધારા * ૨૧૦
જ તરફથી યોગ્ય પ્રતિભાવ તો ઠીક પણ વિપરીત પ્રતિભાવ મળે ત્યારે તો સેવા ઘણી જ કઠણ થઇ પડે છે.
હું જેની સેવા કરતો હોઉં, તે મને મીઠાશથી બોલાવે, મને અનુકૂળ બને, તો તો હું ઉત્સાહિત બનીને સેવા કરતો રહું, પણ હું ગમે તેટલી સેવા કરતો હોઊં છતાં પણ એ મને વઢ્યા જ કરે, ગુનો હોય કે ન હોય, મને ટોક્યા જ કરે, બધાની વચ્ચે મારું અપમાન કર્યા જ કરે, એ હું શી રીતે બર્દાસ્ત કરી શકું ? સેવાના બદલામાં મેવા તો ન મળે, પણ જૂતા મળે. એવો મૂર્ખ હું શા માટે બનું ? સેવા કરનારના હૃદયમાં અમુક પ્રસંગે આવા વિચારો આવી જવા સ્વાભાવિક છે. આવા વિચારો પર વિજય મેળવવો સેવાભાવી માટે પ્રથમ કર્તવ્ય છે. જો આ કરવામાં ન આવે તો સેવાભાવી નિષ્ફળ જાય તેમાં કોઇ આશ્ચર્ય નથી.
સેવાભાવી નંદિષણની દેવોએ આ જ કસોટી કરી હતી. ગ્લાન સાધુનું રૂપ લઇ પારણા કરવા બેસવાની તૈયારીવાળા નંદિષણને બોલાવી અપમાનજનક શબ્દો સંભળાવ્યા હતા. એટલું જ નહિ, જુગુપ્સાપ્રેરક વ્યવહાર પણ કર્યો હતો. પરંતુ નંદિણ એમાંથી
બરાબર પાર ઊતરી ગયા હતા.
ગુરુણી ચંદનાએ ઠપકો આપવા છતાં પોતાના જ દોષનો વિચાર કરીને મૃગાવતીએ ગુરુથી પહેલા કેવળજ્ઞાન મેળવી લીધું હતું.
ચંડરુદ્રાચાર્યના કઠોર વચનો સાથે દાંડાનો માર સમતાપૂર્વક ઝીલનાર નવદીક્ષિત યુવા-મુનિએ પણ ગુરુથી પહેલા કેવળજ્ઞાન મેળવી લીધું હતું.
સેવાનો આ કેવો ચમત્કાર ? સેવ્ય પાસે ન હોવા છતાં સેવક કેવળજ્ઞાન મેળવી લે.
જેની સેવા કરીએ તેમનામાં રહેલા પ્રગટ ગુણો તો સેવકના જીવનમાં આવે જ, પરંતુ પ્રચ્છન્ન ગુણો પણ આવે.
ઉપદેશધારા * ૨૧૧