________________
અનાદિકાળથી આ સંસારમાં આપણે વિષય-કષાયની ઘણી સેવા કરી છે. ફલતઃ આપણામાં વિષય-કષાયો જ વધ્યા છે.
હવે જો ધર્માચાર્યની સેવા કરીશું તો ધર્મ વધશે.
આત્મ-સાધનાના માર્ગે આગળ વધવા ધર્મ-ગરનું સાંનિધ્ય અને માર્ગદર્શન અનિવાર્ય છે. ગમે તેટલી તેજસ્વી આંખો હોય, પણ પ્રકાશ વિના માણસ જોઇ શકે નહિ, તેમ ગમે તેટલી તીક્ષ્ણ પ્રજ્ઞા હોય, પણ સાધક ધર્મ-ગુરુના ચરણની સેવા વિના આગળ વધી શકે નહિ.
જે જ્ઞાન સ્વ-બળે વર્ષોની મહેનત પછી પણ ન મળી શકે, તે જ્ઞાન સગુરુ એક જ ક્ષણમાં બતાવી દેતા હોય છે.
‘ગગન મંડલ મેં અધબીચ કૂવા, ઊંચા હૈ અમી કા વાસ; સગુણા હોય સો ભર-ભર પીવે, નગરા જાયે પ્યાસા.'
આમ કહીને શ્રી આનંદઘનજીએ સદ્ગુરુની સેવાની અનિવાર્ય આવશ્યકતા બતાવી દીધી છે.
૨૨. તત્ત્વ વિજ્ઞાનનીયં ચ | તત્ત્વની જિજ્ઞાસા રાખવી’
(ર૦)
નવ અમૃત કુંડો કરુણાયુક્ત ચિત્ત મધુરતાયુક્ત વચન પ્રસન્નતાયુક્ત દ્રષ્ટિ ક્ષમાયુક્ત શક્તિ હૃતયુક્ત મતિ દાયુક્ત લક્ષ્મી શીલયુક્ત રૂપ નમતાયુક્ત સૂત કોમળતાયુકત સત્તા
ધર્મ-ગુરુ તો મળ્યા, પણ તેમની પાસેથી મેળવવું શું? જ્ઞાન. ગુરુની વ્યાખ્યા આ જ છે. ‘ગુપતિ તત્ત્વમસિ ગુજ:' તત્ત્વને કહે તે ગુરુ !
ગુરુ તત્ત્વ કહે તો ખરા, પણ આપણી સમજવાની જ તૈયારી ન હોય તો ? વાદળ વરસે ખરો, પણ વાસણ જ ઊંધું હોય તો ?
ગુરુ તત્ત્વ કહે તે પહેલા આપણા હૃદયમાં અદમ્ય જિજ્ઞાસા હોવી જરૂરી છે. વાદળ વરસે તે પહેલાં વાસણ સીધું હોય તે જરૂરી છે.
- જ્ઞાન તો ચોતરફથી આપણી તરફ વરસવા તૈયાર છે, પણ આપણી તૈયારી નથી. આપણા હૃદયમાં ઊંડી જિજ્ઞાસા નથી. જિજ્ઞાસા વિના જ્ઞાન કદી મળી શકે નહિ. ભૂખ વિના ભોજન મળી શકે નહિ, એટલે કે પચી શકે નહિ.
કોઇ માણસ વધુ જ્ઞાની શા માટે ? કારણ કે એની પાસે વધુ જિજ્ઞાસા હતી. કોઇ માણસ અતિ અજ્ઞાની કેમ છે? કારણ કે એને જિજ્ઞાસા લગભગ ન્હોતી. જિજ્ઞાસાના પ્રમાણમાં જ જ્ઞાન મળી શકે.
જિજ્ઞાસા એટલે જાણવાની ઇચ્છા. હું કોણ છું ? આ જગત શું છે ?
ઉપદેશધારા ૪ ૨૧૨
ઉપદેશધારા + ૨૧૩