________________
પાડોશણોએ એકઠી થઇને ભગાને અટકાવ્યો : અરે ગાંડા ! કાંઈ સમજે છે ? આ રીતે પત્નીને મરાય ? જો તો ખરો ! એના ગાલ કેવા ફૂલીને ‘વડા' જેવા થઇ ગયા છે !'
‘વડા’ શબ્દ સાંભળતાં જ ભગાને લાઈટ થઇ : “હા.. હા... એ જ વડા બનાવવાના હતા. મેં એ જ ત્યાં ખાધેલા !'
ભગા જેવી હાલત આપણા બધાની છે. મૂળભૂત ધ્યેય ભૂલી જઇએ છીએ. રસ્તામાં આવતું બનતું બીજું કાંઇક યાદ રાખી લઇએ છીએ. યાદ રહે કે સત્તા, સંપત્તિ, કીર્તિ વગેરે રસ્તામાં આવતા ‘ભલા ઠેકા’ છે. ‘ભલા ઠેકા'ને ત્યાં જ છોડી દેવાના છે. એની ધૂનમાં અસલી ધ્યેય ભૂલવાનો નથી.
આત્મજ્ઞાનરૂપ ધ્યેય સદા નજર સામે રાખીને જીવન જીવવામાં આવે તો ? આપણું આ જ ક્ષણે પરિવર્તન થઇ જાય.
પણ શરત એ કે આ ધ્યેય સતત નજર સમક્ષ રહેવો જોઇએ.
અત્યારે તો માણસોના ધ્યેય પૈસા, પદ, પ્રતિષ્ઠા ઇત્યાદિ જ બનેલા છે. આત્મજ્ઞાન કોને જોઇએ છે ?
કદાચ કોઇ ‘આત્મજ્ઞાન’નો ધ્યેય રાખે... અમારા જેવાની વાતો સાંભળી-વાંચીને... પણ એ ક્યાં સુધી ટકવાનો ? સંસારની ઝાકઝમાળ એવી જોરદાર છે કે આ ધ્યેય થોડી જ વારમાં ક્યાંય તણાઇ જાય, ભૂલાઇ જાય.
ધ્યેય જ ભૂલાઇ જાય તો હાલત કેવી થાય ?
ભગો સાસરે ગયો હતો, ત્યાં એણે વડા ખાધા. સ્વાદ દાઢમાં રહી ગયો. આઇટમનું નામ બરાબર યાદ રાખી લીધું. ભૂલાઇ ન જાય માટે વડા... વડા... વડા.. કરતો પોતાને ગામ ચાલી નીકળ્યો. રસ્તામાં નાની નદી આવી. બીજા બધાએ તો ચાલીને પાર કરી, પણ ભગો તો એક જ કુદકે પેલે પાર પહોંચી ગયો... હોંશ ઘણો હતો ને !
કિનારે ઊભેલા બધા લોકો આ જોઇ બોલી ઊઠ્યા : ભલો ઠેકો ! (બહુ સરસ કૂદકો માર્યો !)
પેલાને ‘ભલો ઠેકો’ શબ્દ એકદમ ચોંટી ગયો. ‘ભલો ઠેકો... ભલો ઠેકો...' કરતો તે આગળ ચાલ્યો. ‘વડા’ ભૂલાઈ ગયા. ઘેર આવીને પત્નીને કહે : “ભલો ઠેકોર્ડ બનાવ.
પત્ની : ‘ભલો ઠેકો” એ શું વળી ?
અરે બહુ સ-રસ હોય છે. કેમ કોઇ દિવસ તું બનાવતી નથી ? ત્યાં તો બનતા હોય છે. બહુ સ-રસ હોય છે. બનાવે છે કે નહિ ? નહિ તો માર પડશે.'
પત્ની કાંઇ સમજી નહિ. બહાવરા બનેલા ભગાએ પત્નીને ઝૂડી નાખી. ગાલ તો ફૂલીને લાલ થઇ ગયા.
ગુરુ તમારા પ્રમાદને ઉડાડી તમને ક્રિયામાં જડે છે, માટે જ પછી કિયાવંચકતા મળે છે.
પૂ. મુનિ ધુરંધરવિજયજી : ક્રિયામાં જોડી ર૮ અંશો તો ધ્યાન ક્યારે ? પૂજ્યશ્રી : ક્રિયા કરતાં નિર્વિકલ્પમાં જવાય.
ધુરંધરવિજયજી : ક્રિયા કરતાં તો ડોસા થઈ ગયા. અત્યારે તો ધ્યાનનો ક્રેઝ ચાલે છે. - પૂજ્યશ્રી : હું ક્યાં ધ્યાનનો નિષેધ કરું છું ? હું કહું છું વિકલ્પમાંથી નિર્વિકલ્પમાં જઈ શકાય. પહેલાં મન, વચન, કાયાને શુભમાં પલટાવો. પછી નિર્વિકલ્પમાં જીવ. સીધા સાત મા માળે ન જવાય.
૬. કુરંધરવિજયજી : ગુરુ ધ્યાન ન આપી શકે ? ઘણા ગુરુ દાવા તો કરતા હોય છે. પૂજ્યશ્રી : ભલેં . ઈશું. ૫. ધુરંધરવિજયજી : કેવું આપે ? પૂજ્યશ્રી : એ લોકો જેવું શીખ્યા હોય તેવું અાપેને ? તમારા ગુરુ મહાર/જ (પૂ. ૫. ભદ્રંકર વિ. મ.)નું સાહિત્ય વાંચો. એ માં
સામાયિક ધર્મપુસ્તક એમનું જ છે. એમના જ પદાર્થો છે. માત્ર નામ મારું છે. એમની જ ભલામણથી ધ્યાનવિચાર ગ્રંથ વાંચવા કાઢેલો. મેં એ કાઢંચો ને મને લાગ્યું કે મને સાક્ષાત્ સર્વજ્ઞ મળી ગયા.
- કહે કલાપૂર્ણસૂરિ-૩ (પા.નં. ૧૮૨), તા. ૧૮-૦૮-૨000
ઉપદેશધારા * ૨૭૦
ઉપદેશધારા ૪ ૨૭૧