________________
१९. चिन्त्यं देहादिवैरूप्यम् । શરીર વગેરેની વિરૂપતા વિચારવી” છે
ધન, મકાન, દુકાન, પરિવાર, શરીર આદિ પર માણસને પારાવાર આસક્તિ હોય છે. આસક્તિ હોય તે સ્વાભાવિક પણ છે. કારણ કે સાંસારિક જીવનના મૂળ સ્રોતો ત્યાં પડ્યા છે.
જીવન-વ્યવહાર ચલાવવા ધન જોઇએ. ધન મેળવવા દુકાન જોઇએ. રહેવા માટે મકાન જોઇએ. હુંફ અને માનસિક આશ્વાસન માટે પરિવાર જોઇએ...
આ બધું જ શરીર માટે જરૂરી છે... માટે ધન વગેરે કરતાં પણ શરીર પર પ્રબળ આસક્તિ હોવાની.
અત્યારે આપણું સમગ્ર જીવન શરીર પર કેન્દ્રિત થયેલું છે. શરીર માટે જ ધન, દુકાન, મકાન આદિ છે.
ભલે આપણે બુદ્ધિથી જાણતા હોઇએ કે શરીર એ હું નથી, હું તો સિદ્ધ-બુદ્ધ આત્મા છું, પરંતુ અનુભૂતિમાં એવું કશું નથી. શરીર એ હું નથી-એમ જાણવા છતાં શરીરમાં આત્મદષ્ટિ ટળતી નથી, એ જ બતાવે છે કે દેહાધ્યાસ છોડવો કેટલો અઘરો છે ! પૂ. ઉપાધ્યાયજી મ. કહે છે કે દેહ અને આત્માની અભિન્નતા તો દરેક ભવમાં કેળવી છે, પણ ભિન્નતા તો ક્રોડો ભવોમાં પણ દુર્લભ છે.
પોતાની જાત (એટલે કે શરીર) પર કેટલો મોહ છે; માણસને !
માણસનો છેવટનો પ્રેમ શરીર પર જ આવી પડે છે. ધારો કે માણસ ભૂખ્યો છે. તે વખતે ભોજન પર સંપૂર્ણ પ્રેમ છે પણ જો તેને ફોનથી સમાચાર મળે કે અત્યારે જ સોદો કરવાથી પાંચ લાખનો નફો થાય એમ છે, તો તે ભોજનને છોડીને સોદા માટે દોડશે. ભોજનથી ધનનો પ્રેમ ચડી ગયો. સોદો કે વેપાર કરતી વખતે જો એને ખબર પડે કે પુત્રનું એક્સીડેન્ટ થયું છે... તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તો તે વેપાર છોડીને હોસ્પિટલ જશે. ધન-પ્રેમથી પુત્ર-પ્રેમ ચડી ગયો. હવે તેને જો સમાચાર આવે કે તમારી ગર્ભવતી પત્નીને હોસ્પિટલમાં દાખલ કરેલી છે. ડૉકટર કહે છે - પત્ની અથવા બાળક બંનેમાંથી એક જ બચી શકે તેમ છે ? કોને બચાવવા માંગો છો ?' આવી સ્થિતિમાં એ ચોક્કસ પત્ની બચાવશે. પુત્રપ્રેમથી પત્ની પ્રેમ ચડી ગયો.
ધારો કે પાંચમે માળે પત્ની સાથે પતિ બેઠેલો છે. નીચેથી ભયંકર આગ લાગી છે. બચાવવા માટે ફાયર બ્રિગેડનો માણસ આવીને કહે છે : બંનેમાંથી હું એકને જ લઇ જઇ શકું તેમ છું. તમારામાંથી એક જ બચશે. બોલો, કોને આવવું છે ?
આવા સમયે પત્નીને પડતી મૂકીને માણસ પોતાને બચાવશે. પોતાને એટલે કે શરીરને !
સૌથી વધુ આસક્તિ શરીર પર હોય છે, એ નક્કી થાય છે. ધન, પુત્ર વગેરે દૂરના છે, પણ શરીર તદ્દન પાસે છે. એટલું પાસે છે કે “શરીર એ જ હું છું' એવો ‘ભ્રમ' ભ્રમ હોવા છતાં સાચો જ લાગે છે. આથી જ એની આસક્તિ છોડવી કઠણ છે.
આથી જ અહીં ‘ધનાદિ' ન કહેતાં ‘શરીરાદિ’ કહ્યું છે. આસક્તિનું કેન્દ્રસ્થાન શરીર છે. શરીર છે તો ધન, મકાન વગેરે છે. શરીર માટે જ બધું છે, એમ કહીએ તો ચાલે.
ઉપદેશધારા ૪ ૨૩૮
ઉપદેશધારા + ૨૩૯