________________
ધૂળમાં વાચા પ્રગટી : ‘ઓ નાદાન ! તું આ શું કરી રહ્યો છે ? તું મને તુચ્છ માને છે. હું ધૂળ, હું માટી ! મારી છાતી પર સમગ્ર વનસ્પતિ ઉગે છે, એ તો તું જાણે છે ને ? આંબલીના સ્વાદહીન બીમાંથી આંબલીનું ઝાડ બનાવનાર હું, એના પાંદડે પાંદડે ખટાશ ભરનાર હું છું. કેરીમાં હું મીઠાશ ભરું છું. મારામાં બધા જ રસો રહેલા છે. બધી જ વનસ્પતિઓનો આધાર હું છું છતાંય તું મને તુચ્છ માનતો હોય તો તારી મરજી.'
ધૂળની વાત જોરદાર હતી. પેલાને માન્ય જ છૂટકો હતો. એ વિચારમાં પડી ગયો : “સાચે જ ચપટી ધૂળ પણ મારાથી તુચ્છ નથી. હું સાથે શું લઇ જાઉં ? મને તો લાગે છે કે બધાથી તુચ્છ હું જ છું.'
એ કાંઇ પણ લીધા વિના આશ્રમમાં પહોંચી ગયો. સંન્યાસીએ તુચ્છ ચીજ વિષે પૂછ્યું ત્યારે તેણે કહ્યું : “મહાત્મન્ ! હું સાથે કાંઇ લાવ્યો નથી. મને કોઇ ચીજ મારાથી તુચ્છ ન લાગી. સૌથી તુચ્છ હું જ છું. આથી જ હું કાંઇ જ સાથે લાવ્યો નથી.'
‘વત્સ ! તું જ પહેલો આવ્યો કાંઇ પણ લીધા વગર. બાકી બધા સાથે કાંઇને કાંઇ લાવ્યા જ હતા. જે પોતાને સૌથી તુચ્છ, લઘુ માને છે તે જ પ્રભુને મેળવી શકે છે. તે જ મારા સંન્યાસને યોગ્ય છે.'
સંન્યાસીએ તેને સંન્યાસ આપ્યો.
પ્રભુભક્તિનું પ્રથમ ચરણ આવો દાસ્ય-ભાવ છે. દાસ્યભાવને જણાવનાર ભક્ત કવિઓના અનેક ઉદ્ગારો પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીએ વીતરાગ-સ્તોત્રમાં કહ્યું છે : “હે પ્રભુ, આપ ક્યાં ? અને આપની પાસે પશુથી પણ પશુ હું ક્યાં ? (પ્રભુ પાસે ચૌદ પૂર્વીઓ પણ પોતાને પશુ માને છે ને એમની પાસે હું પશુ છું.)”
વસ્તુપાલે કહ્યું છે : ‘કદાચ મારા દુર્ભાગ્યે આગામી જન્મમાં હું
કબૂતર બનું, માનવ ન બને એવુંય બને, પણ પ્રભુ ! મને તારા મંદિરના ગોખલામાં સ્થાન મળજો , જેથી હું સદા તારા દર્શન કરી શકું.'
તુલસીદાસે કહ્યું છે : ‘ભગવન્ ! આગામી જન્મમાં મને તારો પૂજારી બનાવજે. કદાચ એટલું પુણ્ય પણ ન હોય તો પૂજારીની ગાય બનાવજે. અરે... ગાય બનવાનું પણ કદાચ પુણ્ય ન હોય તો મને બગાઇ બનાવજે, પણ રાખજે તારી પાસે.'
ગંગાધર નામના ભક્ત કવિએ કહ્યું છે : “હે કૃપાળુ ! આગામી જન્મમાં કદાચ હું વૃક્ષ બનું તો એટલું જરૂર કરજો : કોઇ સુથાર આવીને મારા વૃક્ષની ડાળીમાંથી તારા ચરણની પાદુકા બનાવે ! જેથી મને તારા ચરણોમાં સદા રહેવા મળે.'
‘ભવોભવ તુમ ચરણોની સેવા, હું તો માગું છું દેવાધિદેવા.' કહીને ઉપાધ્યાયશ્રી ઉદયરત્નજીએ આ જ વસ્તુની માંગણી કરેલી છે.
પ્રભુના વિરાટ સ્વરૂપ પાસે સ્વયંને વામન અનુભવીને દાસ્યભાવે શરણાગતિ સ્વીકારવી એ જ ‘નમો'નો સાર છે. સમગ્ર શાસ્ત્રોનો સાર નવકાર છે. નવકારનો પણ સાર ‘નમો’ છે.
-: પ્રેરણા બિંદુ - એક ગુરુને તો બે શિષ્યો હોય પણ અહીં તો એક શિષ્યને બે ગુરુ હતા. એક દૈતવાદી અને બીજા અદ્વૈતવાદી, બંનેની માન્યતા તદ્દન જુદી.
અદ્વૈતવાદીની સ્પષ્ટ માન્યતા હતી કે ભગવાન અને ભક્તમાં કોઇ ફરક નથી. બંને એક જ છે. માત્ર વિસ્કૃતિને હટાવવાની જરૂર છે. સોહંના જાપથી પ્રભુને પામી શકાય. દ્વૈતવાદી ગુરુની માન્યતા હતી કે ભગવાનને દાસ્યભાવે જ મેળવી શકાય.
એ ગૃહસ્થ શિષ્યને અદ્વૈતવાદીએ ‘સોડહં'નો જાપ કરવા કહ્યું .
ઉપદેશધારા + ૧૩૨
ઉપદેશધારા + ૧૩૩