________________
અહંકારમાં રહ્યા ત્યાં સુધી ભગવાનને જાણી શક્યા નહિ. જયારે એમનો અહંકાર ઓગળ્યો, હૃદયમાં ‘નમો’ ભાવ પેદા થયો ત્યારે જ તેઓ ભગવાનને મેળવી શક્યા.
લઘુતા સે પ્રભુતા મિલે, પ્રભુતા સે પ્રભુ દૂર, ‘નમો’ લઘુતા છે, “અરિહંત' પ્રભુતા છે.
જે પોતાને દીન, હીન, અનાથ અને સંપૂર્ણ નિરાધાર સમજે છે, પ્રભુને જ જે સંપૂર્ણ સમર્થ અને એકમાત્ર સમજે છે તે જ પ્રભુને મેળવી શકે છે.
કોઇ રણમાં પોતાની માતાથી વિખૂટું પડેલું, એકલું અટુલું હરણનું બચ્ચું જે રીતે અસહાય બનીને પોતાની માને પોકારે, તે જ રીતે સંસારના રણમાં પોતાને સંપૂર્ણ અનાથ જાણીને પ્રભુને પોકારે તેને જ પ્રભુ મળી શકે, તે જ પ્રભુપ્રાપ્તિના પંથે ચાલી શકે.
એક યુવાનને પ્રભુ માટે ઘેલું લાગ્યું. બધા લોકોને એક જ પ્રશ્ન પૂછે : ‘તમે ક્યાંય ભગવાનને જોયા છે ? જોયા હોય તો મને બતાવો. મારે આ જીવનમાં માત્ર પરમાત્મા જ મેળવવા છે.”
એને બધા કહેતા : ‘પાગલ ન થા. પ્રભુ કાંઇ એમ ન મળે.' એ કહેતો : ‘ભલે તમે મને પાગલ કહો. આમેય અનંતા જન્મોમાં હું પાગલ જ બન્યો છું. આ એક જીવન પ્રભુ પાછળ પાગલ બની જાઉં તો શું વાંધો છે ? અનંત જન્મો સંસાર પાછળ લગાવી દીધા. એક જન્મ પ્રભુ પાછળ લગાવી દેવામાં શો વાંધો છે ?”
સાચે જ પ્રભુભક્ત દુનિયાને પાગલ લાગે છે.
નગર-નગરે, ગામડે-ગામડે, ગલી-ગલીએ તે ફરી વળ્યો, પણ પ્રભુનો ક્યાંય પતો લાગ્યો નહિ. છતાં એ નિરાશ ન થયો. બમણા ઉત્સાહથી એ પ્રભુને ખોળવા લાગ્યો.
એક વખત તેણે કોઇ સંન્યાસી વિષે સાંભળ્યું. લોકો કહેતા કે એમની પાસે સંન્યાસ લેનાર પ્રભુને અવશ્ય મેળવી જ લે છે.
બીજે જ દિવસે તે એમના આશ્રમે પહોંચી ગયો અને સંન્યાસની માંગણી કરી. એ સંન્યાસીએ કહ્યું : “આવતી કાલે તું મારી પાસે આવજે. તારી સાથે તારાથી તુચ્છ કોઇ ચીજ લેતો આવજે.'
પેલો યુવક ઘરે ગયો. મારાથી તુચ્છ ચીજ મારે કાલે સાથે લઇ જવાની છે તો આવતીકાલે કઇ ચીજ લઇ જાઉં? એ વિચારમાં પડ્યો.
માણસ તો કોઇ તુચ્છ નથી. જે માનવ-અવતારની પ્રશંસા મોટા મોટા સંતોએ ભરપેટ કરી છે એ માનવ તો મારાથી તુચ્છ હોઇ શકે નહીં. તો હવે હું શું લઇ જાઉં ?
એની નજર આંગણે બાંધેલી ગાય પર પડી અને એના હૃદયમાં આશાનું કિરણ ફૂટી નીકળ્યું : “આ ગાય ઠીક છે. એ મારાથી નાની જ છે, તુચ્છ જ છે. હું એને લઈ જાઉં.'
જયાં એ ગાયને લેવા ગયો ત્યાં જ ગાય બોલી ઉઠી : ‘ઓ યુવાન ! તું મને તુચ્છ સમજે છે ? મારા દૂધથી તું જ નહિ, તારા માતા-પિતા વિગેરે પણ મોટા થયા છે ને છતાં જો મને તું તુચ્છ સમજતો હોય તો તારી બુદ્ધિની મારે દયા જ ખાવી રહી.”
ગાયની વાત યુવાનને સાચી લાગી.
તેણે આંગણામાં પડેલું તણખલું ઉઠાવ્યું; આ તો ઘણું તુચ્છ છે એમ માનીને. પણ ત્યાં તો એ તણખલું મનુષ્યવાણીમાં બોલી ઉઠ્ય (આ રૂપક છે. રૂપક એટલે કાલ્પનિક દૃષ્ટાંત) : ‘મહાનુભાવ ! તમે મને તુચ્છ સમજો છો. મને ખાઈને તો ગાય જીવે છે ને તમને દૂધ આપે છે. અમે માત્ર ગાયને નહિ, પણ વનસ્પતિરૂપે સમગ્ર જગતને જીવાડીએ છીએ. જગતમાં જો વનસ્પતિ ન હોત તો તમે ખાત શું ? હવાને શુદ્ધ કોણ કરત ? હું કઈ રીતે તુચ્છ ? જરા વિચાર તો કરો.”
યુવાનને તણખલાની વાત સો ટકા સાચી લાગી. હવે યુવાને આંગણામાં પડેલી ચપટી ધૂળ ઉઠાવી. ત્યાં જ ધૂળમાંથી ધડાકો થયો,
ઉપદેશધારા ૪ ૧૩૦
ઉપદેશધારા + ૧૩૧