________________
ન હોય તે પ્રગટ કરવું પડે ! સતત અસ્વભાવિકતામાં રહેવું પડે ! અસ્વાભાવિકતા કેટલો સમય ચાલે ? સિંહનું ચામડું ઓઢીને ગધેડો
ક્યાં સુધી સિંહ તરીકે રહી શકે ? અસલિયત આખરે તો પ્રગટ થવાની જ ! અસલિયત પ્રગટ થશે ત્યારે ફજેતી કેવી થવાની ? - દંભી માણસો આ બધું નથી જાણતા એમ નહિ, પણ છતાં તે છોડી શકતા નથી. કારણ કે તેમને દંભ પર પ્રબળ વિશ્વાસ બેસી ગયો છે. બે-ચાર વાર તેના પ્રયોગોથી સફળતા મળી ગઇ છે ને ! લોકોને મુર્ખ બનાવી શકાયા છે ને ! આથી હવે એમનો વિશ્વાસ એકદમ વધી ગયો છે. પણ અબ્રાહમ લિંકનના પેલા શબ્દો એ ભૂલી જાય છે : તમારું પુણ્ય જોર કરતું હોય તો તમે બધા જ માણસોને અમુક સમય સુધી મૂર્ખ બનાવી શકો અથવા અમુક માણસોને અમુક સમય સુધી મૂર્ખ બનાવી શકો, પણ બધા જ માણસોને હંમેશ... માટે મુર્ખ બનાવી શકો નહિ.'
પૂ. ઉપા. કહે છે : तत्रैव धृतविश्वासाः प्रस्खलन्ति पदे पदे ।
દંભમાં જ વિશ્વાસ રાખીને તેઓ ડગલે-પગલે ઠોકરો ખાતા રહે છે.
દંભીઓ આખરે શું મેળવવા માંગે છે ? એમને જોઇએ છે : લોકો તરફથી માન-સન્માન !
તથા પોતાના દોષોનું આચ્છાદન ! બસ આ બે ચીજ મેળવવા તેઓ જીવનભર હેરાન થયા કરે છે. એમ ઉપાધ્યાયજી મહારાજ કહે છે.
રામકૃષ્ણ પરમહંસે એક સ્થાને કહ્યું છે : (૧) જે માણસ ધાર્મિક હોવાનો ખૂબ જ દેખાવ કરતો હોય. (૨) જેનું હૃદય અનાવૃત (બંધ) હોય. અર્થાત જે કોઈની પણ સાથે
ખુલ્લા દિલે વાત ન કરતો હોય, બધે જ ચીપી-ચીપીને બોલતો હોય. બધાને રમાડવા પ્રયત્ન કરતો હોય.
(૩) જેનો વાણી-પ્રવાહ પાણીના ઝરણાની જેમ અલિત વહેતો
હોય. (જેની મીઠી વાણીનો પ્રવાહ અખ્ખલિત વહેતો હોય, જેનાથી તમે પ્રભાવિત થઇ જતા હો, જેને તમે ભગવાન સુદ્ધા માની લેવાની તૈયારી કરતા હો, ત્યારે ચેતી જજો . ખાસ કરીને કોઈ માણસ પોતાની કરિમા, પોતાના વ્યક્તિત્વ કે વાણીના પ્રભાવથી તમને પોતાના જ વાડામાં કેદ કરી મુકવા માંગતો હોય ત્યારે ચેતી જજો . હા... તમે ઘેંટા થઇને વાડામાં પૂરાઈ રહેવા માંગતા હો તો વાત અલગ છે.)
જે તળાવ શેવાળથી આચ્છાદિત હોય. (૫) જે સ્ત્રી ખૂબ જ લાંબું ઘૂંઘટ ખેંચતી હોય.
આ પાંચથી સાવધાન રહેવાની વાત રામકૃષ્ણ પરમહંસે કરેલી છે.
જો કે, આપણે સાવધાન રહીએ છતાં છેતરાઇ જઇએ, એવું બની શકે. બીજાથી છેતરાવું કે ન છેતરાવું તે આપણા હાથની વાત નથી. પણ બીજાને ન છેતરવું એટલું તો આપણે કરી જ શકીએ. કારણ કે એ આપણા હાથની વાત છે.
દંભ એટલે વ્યવહારથી બીજાને ઠગવાની ક્રિયા પણ નિશ્ચયથી પોતાની જાતને જ ઠગવાની ક્રિયા છે, એ ભૂલવા જેવું નથી. પરવિંચના એ ખરેખર આત્મ-વંચના જ છે.
નિદાનો કીડો નિંદાના કીડાનો જન્મ કાનમાં થાય છે. તેનો ઉછેર જીભ પર થાય છે.
ઉપદેશધારા * ૨૨૬
ઉપદેશધારા + ૨૨૭