________________
૨૬. વૈરાયમ્ | ‘વૈરાગ્યભાવ ધરવો’
સંસારની નિર્ગુણતા દેખાવાથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે.
વૈરાગ્ય ત્રણ પ્રકારે છે : (૧) દુઃખગર્ભિત (૨) મોહગર્ભિત અને (૩) જ્ઞાનગર્ભિત. (૧) દુઃખગર્ભિત વૈરાગ્ય :
જીવનમાં મનગમતી વસ્તુ ન મળતાં સંસાર પર ધિક્કાર જાગે તે.
અહીં શરીર અને મનને કષ્ટ થાય. આવા વૈરાગ્યમાં જ્ઞાન પણ આત્મસન્તર્પક ન બને. મનગમતી ચીજ કદાચ મળી જાય તો વૈરાગ્યનું તે જ વખતે બાષ્પીભવન પણ થઇ જાય.
‘મૂઇ નારી, સંપત્તિ નાશી મુંડ મુંડાયે ભયે સંન્યાસી’ જેવી અહીં સ્થિતિ હોય છે.
દુ:ખગર્ભિત વૈરાગ્યવાળો કદાચ દીક્ષા લે તો પણ બરાબર અનુકૂળતાની શોધ કરીને જ !
મીઠું અને અનુકૂળ બોલનારા ગુરુ શોધી લે. દીક્ષા પહેલા જ પોતાના આધિપત્ય નીચે રહે તેવા કોઇ ટ્રસ્ટની સ્થાપના કરી લે. મકાન-લેટ વગેરેની પણ પહેલેથી જ વ્યવસ્થા કરી લે. કદાચ કાલે કાંઇક થઇ જાય તો આ બધું તૈયાર હોય તો કોઇ વાતે વાંધો નહિ !
યુદ્ધ મોરચે જતા શૂરવીર સૈનિકો તો પોતાની સલામતી માટે કોઇ ચિંતા કરતા નથી. “યા તો વિજય યા તો સ્વર્ગ' આ બે જ
વિકલ્પો નજર સામે રાખીને શત્રુ-સેના પર તુટી પડે છે, પણ કેટલાક કાયર સૈનિકો યુદ્ધ મેદાનમાં જતા પહેલા જ ઝાડી, ગુફા કે કોઇ કોતરોની શોધ કરી લેતા હોય છે. યુદ્ધમાં મોત સામે દેખાય ત્યારે ભાગીને છુપાવાની કોઇ જગ્યા તો જોઇશે ને ? યુદ્ધ પહેલા જ એમના મનમાં પલાયન રમતું હોય છે. બરાબર કાયર સૈનિકો જેવી દુ:ખગર્ભિત વૈરાગ્યવાળાની મનોદશા હોય છે.
સંયમ જીવનમાં પણ તેઓ શુષ્ક ન્યાય-તર્કશાસ્ત્ર ભણશે. વૈદક વગેરેનો અભ્યાસ કરશે, પણ આગમગ્રંથો નહિ ભણે. થોડું-ઘણું ભણ્યા – ન ભણ્યા ને ફુલીને ફાળકો થઇ જશે. થોડુંક પાણી મળતાં પેલા દેડકાઓ કેવા પ્રાઊં... ડ્રાઊં... કરતા થઇ જાય છે !
વેષમાં તેઓ સાધુ હોવા છતાં ગૃહસ્થોથી સારા નથી હોતા. ‘ઘરમાં રોટલાના વાંધા હતા અહીં રોજ લાડવા મળે છે ને ! જલસા કરો મારા ભાઈ !' આ જ તેમનો મુદ્રાલેખ હોય છે. (૨) મોહગભિત વૈરાગ્ય :
કુશાસ્ત્રના અભ્યાસથી સંસારની નિર્ગુણતા જણાતાં બાલતપસ્વી (અજ્ઞાન તપસ્વી)નો વૈરાગ્ય મોહગર્ભિત હોય છે.
આગમના આધારે આજીવિકા ચલાવનારા, દુષ્કર ક્રિયા કરનારા હોવા છતાં જેઓ વિરુદ્ધ અર્થ કહેનારા હોય છે તેઓને પણ આ જ વૈરાગ્ય હોય છે..
અહીં દેખીતી રીતે કદાચ શુભ ભાવ પણ હોય, પરંતુ તાત્ત્વિક રીતે શુભ ભાવ ન જ હોય. કારણ કે ભગવાનની આજ્ઞાનો પ્રેમ નથી. આવા લોકોની કહેવાતી શાંતિ પણ માત્ર દોષના પોષણ માટે જ બનતી હોય છે. અંદર દબાયેલા ટાઢિયા તાવ જેવી આ શાંતિ હોય છે !
મોહગર્ભિત વૈરાગ્યવાળો કુશાસ્ત્રમાં હોંશિયાર હોય, શાસ્ત્રાર્થમાં હંમેશ ઉંધું જ બાફનારો હોય, સ્વચ્છંદ બુદ્ધિએ વર્તનારો હોય, કુતર્ક કરવામાં નંબર વન હોય, ગુણી પુરુષોની કદી પ્રશંસા કરનારો ન
ઉપદેશધારા + ૨૨૯
ઉપદેશધારા ૪ ૨૨૮