________________
તો આપણામાં દિવ્યતા પ્રગટ થાય. આ લોક અને પરલોક – બંને આપણા સુખકારી થાય. 'अप्पा दंतो सही होइ, अस्सि लोए परत्थ य'
- ઉત્તરાધ્યયન કોઇ નિમિત્તથી કે ક્યારેક નિમિત્ત વિના પણ અનેક પ્રકારના આવેશોથી આપણે ઘેરાઇ જઇએ છીએ. અનેક આવેશોમાંનો એક મુખ્ય આવેશ છે : ક્રોધનો ! - લોભના કે અભિમાનના આવેશો એટલા દેખાતા નથી, પણ ક્રોધના આવેશ તરત જ દેખાઈ આવે છે.
આથી જ જેઓ પોતાના આવેશ પર નિયંત્રણ ઇચ્છતા હોય તેમણે સૌ પ્રથમ ક્રોધના આવેશ પર વિજય મેળવવો જોઇએ.
પર્યુષણ પર્વમાં આથી જ ક્ષમાનું મહત્ત્વ અંકાયું છે. ખરેખર તો ચારેય કષાયોના આવેશો જીતવાના છે... એમાંય લોભનો આવેશ ખૂબ જ ખતરનાક કહ્યો છે. ક્રોધ તો માત્ર પ્રેમનો, માન માત્ર વિનયનો, માયા માત્ર મિત્રોનો નાશ કરે, જયારે લોભ તો સર્વનો નાશ કરે છે : નો સર્વાવUસ | આમ છતાંય પર્યુષણમાં ક્રોધને જીતવાની ને ક્ષમાને સાધવાની વાત પર ભાર મૂકવામાં આવે છે. એનું કારણ એ છે કે ક્રોધ જેટલો દેખાય છે તેટલા માનાદિ કષાયો દેખાતા નથી. જે દેખાય તેને આસાનીથી કાઢી શકાય. દેખાય તેને પણ જીતી ન શકે તે ન દેખાય તેવા લોભાદિને શી રીતે જીતી શકે ?
ક્રોધના આવેશ જીતતાં બીજા આવેશોને જીતવાની કલા પણ હસ્તગત થાય છે.
ક્રોધના આવેશથી જયારે આપણે ધમધમતા હોઇએ ત્યારે બીજું કંઇ ન થઇ શકે તેમ હોય તો કમ સે કમ મૌન રહેતાં શીખી જઈએ તો પણ ઘણું કામ થઇ જાય. લાકડાથી અગ્નિ વધે તેમ આપણા
કુવચનોથી સામાનો ગુસ્સો વધે છે. એનો ગુસ્સો વધતાં આપણો પણ વધે છે ! લાકડા નાંખવામાં ન આવે તો આગ ક્યાં સુધી બળશે ? બોલવામાં ન આવે તો ગુસ્સો ક્યાં સુધી રહેશે ?
આપણું ધાર્યું ન થાય, આપણું કહ્યું કોઇ ન કરે ત્યારે આપણે ગુસ્સે થઇ જઇએ છીએ. ત્યારે માત્ર આટલું જ વિચારવું : હું ધારું છું તેવો હું સ્વયં થઇ શકતો નથી, મારું ધાર્યું મારા પર પણ ચાલતું નથી તો બીજા પર શી રીતે ચાલે ? હું ઇચ્છું છું તેમ મારી જાતને પણ ઢાળી શકતો નથી તો બીજાને તેમ ઢાળવાના પ્રયત્નમાં નિષ્ફળતા મળે તો નારાજ શું થવાનું ?
આમ સમજપૂર્વક વિચારવાથી, જીવવાથી ક્રોધાદિ આવેશો પર નિયંત્રણ કેળવી શકાય.
સ્વ-નિયંત્રણ શક્તિ વધતાં અનેક અનર્થોથી આપણે બચી જઇશું, જીવનમાં આનંદનું અવતરણ થશે.
ખૂબ અવાજ કરનાર ઝાંઝરને પગે સ્થાન મળ્યું. થોડો અવાજ કરનાર હારને હૈયે સ્થાન મળ્યું. સંપૂર્ણ મૌન રહેનાર મુગટને મસ્તકે સ્થાન મળ્યું. મૌન વધે તેમ મહિમા વધે !
વાનર : દુઃખું જ ખટકે તે. નર : પાપ જ ખટકે તે. નારાયણ : સંસારવાસ ખટકે તે.
ઉપદેશધારા ૪ ૨૩૪
ઉપદેશધારા + ૨૩૫