________________
0
१७. आत्मनिग्रहः कार्यः । આત્મ-નિયંત્રણ કરવું
આપણી અંદર ક્રોધાદિ કષાયો તથા વિષયોના ખૂબ જ ઊંડા સંસ્કારો પડેલા છે. થોડાક જ નિમિત્તથી એ સંસ્કારો જાગૃત થઇ ઊઠે છે. પાણી હલાવતાં નીચે રહેલો કચરો સપાટી પર આવે છે, તેમ કોઇક નિમિત્તથી અંદર પડેલા સંસ્કારો બહાર આવે છે. તે વખતે માણસ મોટાભાગે શાનભાન ભૂલી જઇ પશુ જેવું આચરણ કરવા લાગે છે. ક્રોધ, લોભ, કામ વગેરેના આવેશો વખતે જે સ્વનિયંત્રણ કરી શકે છે, તેટલા અંશમાં માણસ કહેવાય છે. કૂતરાને ગુસ્સો આવે છે ત્યારે તે ભસવા મંડી જાય છે અથવા બીજા પણ કોઇ આવેશ વખતે તે, (ઉપલક્ષણથી પશુ માત્ર) તે પ્રમાણેનું આચરણ કરવા લાગે છે. જ્યારે માણસની વાત જુદી છે. એની પાસે વિવેક-શક્તિ છે, નિયંત્રણ-શક્તિ છે. એ કૂતરાની જેમ ઠીક પડે ત્યારે ભસવા માંડતો નથી. એ ધારે તો પોતાના આવેશો પર નિયંત્રણ કરી શકે છે.
બીજા શબ્દોમાં કહીએ તો જે માણસ જેટલા અંશમાં પોતાના આવેશો પર નિયંત્રણ કરી શકે છે તે માણસનો તેટલો ભાગ માણસ'નો છે, બાકીનો ભાગ પશુનો છે. જે તોફાની ચિંતકો આવેશનું નિયંત્રણ કરવાની ના પાડે છે, મનમાં આવે તેમ વર્તવાની છૂટ આપે છે, તેઓ માણસને પશુતા તરફ ધકેલી રહ્યા છે.
આવા ચિંતકોએ દમન શબ્દને જ ખરાબ ચિતરી મૂક્યો છે. ‘કશાનું દમન ન કરો. દમન કરવાથી એ વૃત્તિઓ બમણા જોરથી દબાયેલા સ્પ્રિંગની જેમ ઊછળશે. એના કરતાં એને બહાર આવવા દો. તમે હળવાફૂલ થઇ જશો.' આવી સૂફિયાણી સલાહ આપનારાઓ કોઇકનું કહેલું કહે છે. આ વાતો તેમની નથી, ફ્રોઇડ જેવા મનોવિજ્ઞાનીઓની છે. બધા ચિંતકો એ વાતને અનુસર્યા છે. આ એક પ્રવાહપતિતતા છે. આમાં સ્વાનુભૂતિનો કોઇ જ રણકાર નથી. એ લોકો એટલો પણ વિચાર નથી કરતા કે મનમાં આવે તેમ જો બધા વર્તવા માંડે તો જગતની હાલત કેવી થઇ જાય ? જગતની વાત છોડો... આપણા પોતાના મનમાં શી શી ઇચ્છાઓ પેદા થાય છે ? એ બધી જ ઇચ્છાઓને વર્તનરૂપે છૂટ્ટોદોર આપી દેવામાં આવે તો ?
આ સંદર્ભમાં ‘દમન” ખૂબ જ ઉપયોગી છે. બીજા દ્વારા થતું દમન ભલે ગમે તેવું હોય, પણ સ્વેચ્છાથી થતું દમન તો ખૂબ જ સુંદર છે. આથી જ એક પૌરાણિક વાર્તામાં ત્રણ ‘દ'માં એક “દ'થી દમનને પણ લાભકારી જણાવ્યું છે.
સ્વેચ્છાથી જે દમન નથી કરી શકતો તેને બીજાના દબાણથી દમન કરવું પડે છે. કેટલું સારું જો સ્વ-ઇચ્છાથી દમન થાય !
આપણે નારક હતા ત્યારે પરમાધામીએ આપણું ખૂબ જ દમન કર્યું છે. ઘોડાના ભાવમાં ઘોડેસવારે, બળદના ભવમાં ખેડૂતે, સાપના ભવમાં મદારીએ, ઝાડના ભવમાં પવન, અગ્નિ વગેરેએ, માણસના ભવમાં નોકર તરીકે શેઠે, સૈનિક હતા ત્યારે સેનાપતિએ કે સેવક હતા ત્યારે રાજાએ ઘણું દમન કર્યું છે, પણ આવા દમનનું કોઈ જ મૂલ્ય નથી. કારણ કે ત્યારે આપણી લાચારી હતી. આપણી પાસે બીજો કોઈ વિકલ્પ ન્હોતો, પણ જો સ્વેચ્છાએ મનનું દમન કરીએ
ઉપદેશધારા * ૨૩૨
ઉપદેશધારા + ૨૩૩