________________
જેમાં પરમાત્મા બનવાની શક્યતા હોય, સિદ્ધ ભગવંતો પણ જેને સ્વ-સાધર્મિક બંધુ ગણતા હોય તેની નિંદા શી રીતે થઇ શકે ? કોઇ પણ જીવનો ધિક્કાર અન્તતોગત્વા પરમાત્માનો જ ધિક્કાર છે, આ સત્ય સમજાયા પછી આપણે કોઇની નિંદા કરવાની હિંમત કરી શકીશું નહિ.
બુદ્ધિ
વાકિયો બુદ્ધિશાળી હોય છે.
માંસાહારી રાજાએ પાસે ઉભેલા ક્ષત્રિયને પૂછ્યું : “મારા મોઢામાંથી સુગંધ આવે છે કે દુર્ગંધ ?
માંસાહારીના મોઢામાંથી તો દુર્ગંધ જ આવે ને ?
ભયંકર દુર્ગંધ આવી જ રહી હતી. આમ તો રાજાને કાંઈ કહેવાય નહીં, પશ્ન પૂછ્યું જ છે તો સાચુ બતાવી દઉં... એમ વિચારી પેલા ક્ષત્રિયે કહ્યું, 'રાજન ! આપના મુખમાંથી ભયંકર દુર્ગંધ આવી રહી છે. ' રાષ્ટ્રનો પિત્તો ફાટ્યો : નાલાયક ! ભરસભામાં તું મારી આબરુનો સથરા કરે છે ... લેતો જા.
ઝટાક... રાજાએ તલવાર વીઝી... પેલાનું ડોકું કપાઈ ગયું. સભામાં સાટો છવાઈ ગયો.
હવે, રાજાએ બીજી બાજુએ ઉભેલા હજામને પૂછ્યું : બોલ, મારા મોઢામાંથી સુગંધ આવે છે કે દુર્ગંધ ?
હજામે નજર સામે જોયું હતું કે દુર્ગંધ કહેવાથી શું પરિણામ આવે છે. એણે કહ્યું : અન્નદાતા ! આપના મુખમાંથી તો એલચી જેવી સુગંધ આવે છે. *દમાશ ! તું મારી ખુશામત કરી મને ઉલ્લુ બનાવવા માંગે છે ? લે... લેતો ...' કહીને રાજાએ એનું માથું પણ વાઢી નાખ્યું.
ફરી રાજાએ એજ પ્રશ્ન વાણિયાને પૂછ્યો, ત્યારે વિચારીને કહ્યું : રાજન ! અત્યારે તો મને ખૂબ જ શર્દી થયેલી છે એટલે કશો ખ્યાલ જ આવતો નથી.
અને... આ ઉત્તરથી વાજિયો બચી ગયો. આ હતી વાણિયાની બુદ્ધિની
કરામત.
આ જ બુદ્ધિને જો ધર્મમાર્ગે લગાડવામાં આવે તો કામ થઈ જાય. 'બુદ્ધ: ફલ તત્ત્વવિચારણા ચ' - તત્ત્વની વિચારણા એ જ બુદ્ધિનું ફળ છે.
ઉપદેશધારા * ૧૮૦
રૂ. પૂખ્યા શુળ વિમાIT; | ગુણીજનોનું બહુમાન કરવું'
(૧૮)
નિંદા કઇ રીતે દૂર થાય ? નિંદાને દૂર કરવાનો ઉપાય ગુણીજનોનું બહુમાન છે. ગુણીજનોનું બહુમાન કરતાં પહેલા ગુણી લોકો શોધવા પડે છે. આથી ગુણ-ગુણી શોધવાની ટેવ પડે છે. અત્યાર સુધી આપણી ટેવ દોષોને શોધવાની રહી છે.
પેલા યુધિરિને કોઈ ગુઢીન ન દેખાયો અને ઓલા દુર્યોધનને કોઇ ગુણ-સહિત ન દેખાયો. દુર્યોધનની આંખ આજે પણ આપણામાં જડાયેલી છે. આપણને ભાગ્યે જ કોઇ જગ્યાએ ગુણ
સહિતતા દેખાય છે. બધે જ દોષ... દોષ... ને દોષ...! દલપતરામની કવિતામાંના પેલા ઊંટની જેમ આપણને બધે જ વાંકાઇ જ દેખાય છે ! નિંદાને દૂર કરવાનો ઉપાય છે : વાંકાઇ નહિ, સરળતા. દોષો નહિ, ગુણો જોવાની આદત ! ગુણો જોવાની દૃષ્ટિ નહિ હોય તો ગુણી શી રીતે દેખાશે ? ગુણ દેખાય નહિ તો બહુમાન કોનું કરવાનું ?
ગુણીજનોનું બહુમાન કરવાથી આપણને શો લાભ ? એમના ગુણો એમની પાસે રહ્યા... આપણને કોઇ ફાયદો ખરો ? ક્રોડપતિનું બહુમાન કરવાથી આપણે થોડા ક્રોડપતિ બની જવાના ? એવો પ્રશ્ન થઇ શકે.
ઉપદેશધારા * ૧૮૧