________________
પ્રતિષ્ઠાકારક આચાર્ય ભગવંતોમાં મુખ્ય આચાર્યશ્રી ધર્મરત્નસૂરિજીના શિષ્ય આચાર્યશ્રી વિદ્યામંડનસૂરિજી હતા તથા આ. હેમસોમસૂરિ, આ. સોમજયસૂરિ, આ. વિજયદાનસૂરિ (વિ.હીરસૂરિજી મ.ના ગુરુ) આદિ ૧૦ આચાર્ય ભ. ઉપસ્થિત હતા. તેઓએ સર્વાનુમતે ઠરાવ કર્યો કે આ શત્રુંજય મહાતીર્થ છે અને ૮૪ ગચ્છોનું શ્વેતાંબર જૈન તીર્થ છે.
આજે આપણે જે આદિનાથ ભ.ના ગિરિરાજ પર દર્શન કરીએ છીએ તે ૧૬મા ઉદ્ધારમાં પ્રતિષ્ઠિત થયેલા છે.
આ બાજુ ગુજરાતમાં શાહજાદો બહાદુરશાહ પોતાના પિતાથી રિસાઇને ચિત્તોડ ચાલ્યો ગયો અને દોશી તોલાશાહનો મહેમાન થયો. આ વખતે બહાદુરશાહ અને તોલાશાહના પુત્ર કર્માશાહ વચ્ચે જોરદાર દોસ્તી જામી ગઇ. જયારે ગુજરાત જવાનો પ્રસંગ આવ્યો ત્યારે શાહજાદાને કર્ભાશાહે વાટ ખરચી માટે એક લાખ રૂપિયા વિના શરતે આપ્યા અને તે જ શાહજાદો આગળ જતાં ગુજરાતનો બાદશાહ બન્યો. (વિ.સં. ૧૫૮૩)
આ તરફ ‘મારા પુત્રના હાથે શત્રુંજય તીર્થનો ઉદ્ધાર થશે’ એવી ભાવના સાથે તોલાશાહ સ્વર્ગવાસી થયા.
હવે પુત્ર કમશાહે પિતાની ભાવના, આચાર્યશ્રીની ભવિષ્યવાણી અને પોતાના સ્વપ્નને સાકાર કરવા શત્રુંજય તીર્થના ઉદ્ધાર માટે કમર કસી. ઉપા. વિનયમંડનજીની તથા તપાગચ્છીય આચાર્યશ્રી વિજયદાનસૂરિજી મ. વગેરેની પ્રેરણા મળતી રહી.
પોતાની ભાવનાને સાકાર કરવા કર્માશાહ ગુજરાત આવ્યા ત્યારે સમાચાર મળ્યા કે પોતાનો દોસ્ત બહાદુરશાહ ગુજરાતનો બાદશાહ બન્યો છે. આથી તેની પાસે અમદાવાદ જઇ શત્રુંજય તીર્થના ઉદ્ધાર માટેનું ફરમાન મેળવી તે પાલીતાણા આવ્યા અને ઉદ્ધારના કાર્યમાં તન, મન અને ધનથી મંડી પડ્યા અને જોત જોતામાં ઉદ્ધારનું કાર્ય પૂર્ણ થવા આવ્યું. શત્રુંજયના શિખરો ધવલ-પ્રાસાદથી શોભવા લાગ્યા.
મહામંત્રીશ્રી વસ્તુપાળે ભંડારમાં મૂકેલા મોટા મમ્માણી' પાષાણમાંથી શ્રીઆદિનાથ ભગવાનની મોટી પ્રતિમાનું વિધિપૂર્વક નિર્માણ કરવામાં આવ્યું.
આમ ૩-૪ વર્ષમાં જ કામ પૂરું કરી વિ.સં. ૧૫૮૭ વૈશાખ વ. ૬, રવિવારે ધનલગ્નના શુદ્ધ નવમાંશમાં શ્રી આદિનાથ ભગવાનની પ્રતિમા આદિની પ્રતિષ્ઠા કરવામાં આવી..
બજે મધુર બંસરી * ૪૦૬
૩૦ વર્ષની ઉંમરે દીક્ષા લીધા પછી પણ સંસ્કૃતનો અભ્યાસ કરવાનું મન એટલે થયું કે અનુવાદ ગમે તેટલો સારો હોય તો પણ મૂળ કૃતિની તોલે ન જ આવે. અનુવાદ એટલે વાસી માલ ! વાસી માલ નથી જ જો ઇતો, એવા સંકલ્પ જ મને સંસ્કૃતનો અભ્યાસ કરવા પ્રેર્યો.
ભગવાન જેવું ઉપાદાન પામીને પણ આપશ્નો અાત્મા કલ્યાણ ન સાથે તો ક્યારે સાધશે ? બીજા કોઇને નહિ તો આપણી જીતને તો ઠપકો આપી શકીએને ? અમારા દીક્ષાદાતા પૂ. રત્નાકર વિ. મ. પોતાની જીતને શિક્ષા આપતા. કાઉસ્સગ્ન વગેરેમાં પ્રમાદ આવે તો પોતે જ પોતાને થપ્પડ મારી દેતા.
- કહે કલાપૂર્ણસૂરિ-૪ (પા.નં. ૨૮૦),
તા. ૦૬-૧૧-૨000, કા.સુ. ૧૦
* * * આ ધ્યાનવિચાર ગ્રંથ સહુ પ્રથમ પૂ. પં. ભદ્રંકર વિ. મ. સા. દ્વારા મને મળ્યો. ત્યારે મને એમ લાગ્યું : સાક્ષાત ભગવાન મળ્યા. ગૌતમસ્વામીને સાક્ષાત ભગવાન મળ્યા. મને ગ્રંથ રૂપે ભગવાન મળ્યાં.
- કહે કલાપૂર્ણસૂરિ-૪ (પા.નં. 100),
તા. ૦૪-૧૦-૨000, એ. સું. ૭
બજે મધુર બંસરી + ૪૦૭