________________
દલપતરામની પેલી કવિતા યાદ આવી જાય છે : પશુઓની સભામાં એક ઊંટ પશુઓની ખામી અંગે ભાષણ આપતાં કહે છે : બંધુઓ ! આપણામાં વાંકાઇ ઘણી છે. જ્યાં જ્યાં મારી નજર પડે છે... ત્યાં ત્યાં બધે જ મને વાંકાઇ જ દેખાય છે. જુઓ, પેલા મદમસ્ત હાથીની સૂંઢ વાકી છે. પેલા ભગતરાજ તરીકે વિખ્યાત અને સફેદીમાં બરફને પણ ટક્કર મારે તેવા બગલાની ડોક વાંકી છે. જેની શુરવીરતાને બિરદાવવા માણસો પણ ‘પુરુષવ્યાધ્ર' જેવા શબ્દો પ્રયોજે છે એ વાઘના નખ વાંકા છે. જેની વફાદારી માણસજાતે પણ વખાણી છે તે કૂતરાની પૂંછડી તમે કદી સીધી જોઇ છે ? સદા વાંકી ને વાંકી જ ! જે માત્ર પોતાના જ સંતાનોને નહિ, સમગ્ર માણસ જાતને દૂધ આપતી આવી છે તે ગાયો અને ભેંસોના શિંગડા વાંકા છે. પેલો પોપટ ! દેખાવે કેટલો મનોહર છે ! અરે.. શીખવવામાં આવે તો બરાબર માણસની જેમ જ બોલી શકે ! આ પોપટ બિચારાની પણ ચાંચ વાંકી છે ! જુઓ તો ખરા ! આપણામાં વાંકાઇનો કોઇ પાર છે ?
ઊંટની વાત સાંભળી મનમાં બધા હસી રહ્યા હતા, પણ કોઇની બોલવાની હિંમત ચાલી નહિ. આખરે, એક શિયાળે ઊભા થઇને ઊંટને આરીસો આપતાં કહ્યું : મહાનુભાવ ! આપણામાં વાંકાઇ બધે જ છે તે આપની વાત સાચી છે. બગલો, કૂતરો, વાઘ કે પોપટ ને તો માત્ર એક જ અંગમાં વાંકાઇ છે, પણ આપના તો અઢારેય અંગમાં વાંકાઇ ભરેલી છે. મારી વાત પર ભરોસો ન બેસતો હોય તો જુઓ, આ આરીસામાં !
“સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ; અન્યનું તો એક વાંકું, આપના અઢાર છે.”
ઊંટને તો આરીસો બતાવનાર શિયાળ મળી ગયું, પણ આપણને કોણ આરીસો આપશે ? કોઇ આરીસો આપે તે આપણને ગમશે ? ઘણું કરીને માણસને આરીસો કોઇ બતાવે તો એમાં પોતાનું સ્વરૂપ જોવું ગમતું નથી. આંખ પોતાની અંદર જ રહેલા કાજળને જોઇ શકતી નથી, તેમ માણસ પોતાની જ અંદર રહેલા દોષોને જોઇ શકતો નથી. બીજાના દોષ એક જ મિનિટમાં ખ્યાલમાં આવી જાય છે, પણ પોતાના દોષો આખી જિંદગી વીતી જાય તો પણ ખ્યાલમાં આવતા નથી. બીજાના દોષો રાઇ જેટલા હોય તોય પર્વત જેવા દેખાય છે. પોતાના પર્વત જેટલા હોય તો રાઇ જેટલા દેખાય છે. આથી જ તો બીજાના રાઇ જેટલા ગુણોને પણ પર્વત જેવા અને પોતાના રાઈ જેટલા દોષો પણ પર્વત જેવા જોવાનું કહ્યું છે. આમાં વાસ્તવિકતાનું દર્શન નથી, એમ નથી, પણ આ જ વાસ્તવિકતા છે. કારણ કે આપણો સ્વરાગ અને પરષ એટલો તીવ્ર છે કે પોતાના પહાડ જેટલા દોષો કે બીજાના પહાડ જેટલા ગુણો રાઇ જેટલા માંડ દેખાય છે. આથી જ જો હવે તેને રાઇ જેટલા ગણીને જોવામાં આવે તો જ વાસ્તવિકતાનું દર્શન થઇ શકે. નિંદક તીવ્રપણે સ્વરાગી અને પરષી હોય છે. આથી તે પોતાના દોષો કે બીજાના ગુણો જોઇ શકતો નથી.
દોષો એટલે મલિનતા ! દોષો એટલે વિષ્ઠા ! વિષ્ઠાને કોઈ હાથ લગાડે ? મા જેવી મા પણ પોતાના પુત્રની વિઠાને હાથ નથી લગાડતી, પણ ઠીકરાથી ઉપાડે છે. પણ આ નિંદકની તો શું વાત કરવી ? એ દુનિયાભરની વિઠાને પોતાના જીભથી ઉપાડે છે !
વિષ્ઠા કોણ ઉપાડે ? ઢેઢ, ભંગી કે ચંડાલ જેવા લોકો ! આ જ દૃષ્ટિકોણથી તો નિંદકને ચોથો ચંડાલ ગણવામાં નહિ આવ્યો હોય ને ?
ચાર ચંડાલ આ પ્રમાણે છે : (૧) જન્મ ચંડાલ (૨) કર્મ ચંડાલ
ઉપદેશધારા * ૧૭૨
ઉપદેશધારા # ૧૭૩