________________
(૩) ક્રોધ ચંડાલ (અતિક્રોધી પણ ચંડાલ ગણ્યો છે) (૪) નિંદા ચંડાલ
આપણે નિંદા કરીએ છીએ ત્યારે ચંડાલ બનીએ છીએ, એ સતત યાદ રહે તો કેટલું સારું ?
નિદાની કુટેવ જો આપણામાં અતિ તીવ્રપણે હોય તો સમજી લેવું જોઇએ : આપણે અજીર્ણથી પીડાઇ રહ્યા છીએ.
જમ્યા પછી જો ઝાડા થાય કે ઉલ્ટી થાય તો ભોજનનું અજીર્ણ આપણે જાણી શકીએ છીએ, પણ બીજા અજીણો જાણી શકતા નથી.
ચાર પ્રકારના અજીર્ણ જાણી લેવા જેવા છે : (૧) ભોજનનું અજીર્ણ : ઝાડા કે ઉલ્ટી (૨) તપનું અજીર્ણ : ક્રોધ (૩) જ્ઞાનનું અજીર્ણ : અભિમાન (૪) ક્રિયાનું અજીર્ણ : નિંદા
ઉત્કૃષ્ટ તપ કરવા છતાં ગુસ્સો ઘણો આવતો હોય તો સમજી લેવું : તપ પચ્યો નથી. ક્રોધ, તપના અજીર્ણની નિશાની છે. જ્ઞાન ભણતાં-ભણતાં પોતાના અજ્ઞાનનું ભાન થવાને બદલે અભિમાન જ વધતું હોય તો સમજવું : જ્ઞાન પચ્યું નથી. સારામાં સારી ક્રિયા કરવા છતાં, ઉત્કૃષ્ટ ક્રિયા દ્વારા સમસ્ત સમાજમાં પોતાની છાપ જમાવીને પોતાનું એક ચાહક વર્તુળ ઊભું કરીને, તે દ્વારા જો બીજાની નિંદા જ થતી રહેતી હોય તો સમજવું : ક્રિયા પચી નથી. ક્રિયાનો કે ક્રિયા દ્વારા ઊભી કરેલી પોતાની ઇમેજનો માત્ર પોતાનું ચાહકવર્તુળ ઊભું કરવા જ ઉપયોગ થતો હોય તો સમજવું : આ ક્રિયા નથી, ક્રિયાના પડદા પાછળ માત્ર સ્વાર્થ સાધવાની જ વાત છે. સમાજનો મોટા ભાગનો વર્ગ ખૂબ જ અજ્ઞાન છે. એ માત્ર તમારો બાહ્ય વ્યવહાર કે બાહ્ય ક્રિયાકાંડ જ જોઇ શકે છે. એની અજ્ઞાનતાનો ગેરલાભ ઊઠાવી પોતાનું જ વર્તુળ વધારવા પ્રયત્ન કરવો એ
શાસનની કે સમાજની ઘોર ખોદવા જેવું છે. જિનશાસનમાં જેટલાજેટલા મત-પ્રવર્તકો નીકળ્યા છે તેમણે આ જ કામ કર્યું છે : પોતાની કરિશ્માનો ઉપયોગ કરીને શ્રાવકોને શાસનના નહિ, પરંતુ પોતાના રાગી બનાવ્યા છે. જે બીજે બધેથી તમારો સંબંધ છોડાવી, કોઇ યુક્તિ-પ્રયુક્તિથી કે વાણી-વિલાસથી, માત્ર પોતાના જ વર્તુળમાં તમને કેદ કરવા માંગતો હોય તો એવા ધૂર્તથી તમે ચેતી જજો . ભલે એની વાણી ગમે તેટલી મીઠી હોય, ભલે એનું મુખ ગમે તેટલું સૌમ્ય દેખાતું હોય, સૌમ્ય મુખ અને મીઠી વાણી જોઇને તરત જ નીતિશાસ્ત્રનો નીચેનો શ્લોક યાદ કરી લેવો :
मुखं पद्मदलाकारं वाणी चन्दनशीतला । हृदयं स्वार्थसंयुक्तं, त्रिविधं धूर्तलक्षणम् ॥ મીઠું મુખડું, મીઠી વાણી; ધીઠું ઈંડું, ધૂર્ત-નિશાની.
કોઇની મીઠી વાણી કે કોઇનું સૌમ્ય મુખ કાંઇ આપણને મોક્ષમાં લઇ નહિ જાય. બીજા બધા એનાથી પ્રભાવિત થઇ જતા હોય તો આપણે પણ પ્રભાવિત થઇ જવું, બીજા માન-સન્માન આપતા હોય તો આપણે પણ આપવું, એવી માનસિક વૃત્તિ કાઢી નાખવી. યાદ રાખો કે “નો: પૂનિતપૂન:' એક સ્થળે જેની પૂજા થયેલી હોય તેની બીજે સ્થળે પૂજા થવાની. કારણ કે લોકો પૂજાયેલાને પૂજનારા હોય છે અને સ્ત્રી ચહાયેલાને ચાહનારી હોય છે.
(નારી મત-fમની નોવા: પૂનિતપૂનવા: I)
આપણી ઉત્કૃષ્ટ ક્રિયા બીજાની નિંદા કરવાનું સર્ટીફિકેટ ન બની રહે, તેની કાળજી રાખવી.
નિગોદમાં અનંતકાળ સુધી આપણી પાસે વાણી હતી જ નહિ. બેઇન્દ્રિયમાં સૌ પ્રથમ જીભ મળી. જીભ મળતાં આપણને વાણી મળી. પરંતુ વ્યવસ્થિત બોલવાનું તો માનવ-ભવમાં જ મળ્યું. જે
ઉપદેશધારા # ૧૭૪
ઉપદેશધારા + ૧૭૫