________________
છું. નિદ્યો ન જોઽપ લોજ । ‘વિશ્વમાં કોઇ પણ નિંદા કરવા લાયક નથી'
(૧૬
સાધનાના માર્ગમાં સાધકને સૌથી પ્રથમ વિઘ્ન જીભનો આવે છે. વ્યર્થ બોલ-બોલ કરવાથી આપણે કેટલો સમય બગાડીએ છીએ ? એનો જો કોઇ વાર હિસાબ કરવામાં આવે તો ચકિત થઇ જઇએ. વ્યર્થ વાતોમાં રોજના આપણે બે કલાક બગાડતા હોઇએ તો મહિને કેટલા બગાડીએ ? વર્ષે કેટલા ? પૂરી જિંદગીમાં કેટલા ? હિસાબ માંડશો તો સ્તબ્ધ થઇ જશો : અરે... જીવનનો આટલો બધો હિસ્સો આ જીભબાઇ ખાઇ જાય છે ? જીવન એ સમયના સરવાળા સિવાય બીજું શું છે ? સમય બગાડવો એટલે જીવન બગાડવું.
પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે જગતના લોકોને... અરે... અચ્છા અચ્છા સાધકોને પણ વ્યર્થ વાતોમાં સમય બગાડતા જોયા છે. આથી જ એમણે સૌપ્રથમ જીભ પર બ્રેક લગાડવા શિખામણ આપી છે. જે જીભ પર નિયંત્રણ ન કરી શકે તે સાધના કરી જ ન શકે. આ સંદર્ભમાં સાધુના બે નામ સમજવા જેવા છે : વાયમ અને મુનિ.
વાણીનો સંયમ કરે તે વાચંયમ.
મૌન રહે તે મુનિ.
વાચંયમ અને મુનિ, આ બંને નામ જીભ પર નિયંત્રણનો નિર્દેશ કરે છે.
ઉપદેશધારા * ૧૭૦
જીભ પર નિયંત્રણ કરવાથી સમયનો જ બચાવ થાય છે, એવું નથી. આપણી ઊર્જાનો પણ બચાવ થાય છે. બોલવાથી આપણી ઘણી ઊર્જા વેડફાતી હોય છે. જેણે આત્મસાધના કરવાની છે તેણે તો ઊર્જાનો સંચય કરવો જ પડે. સંચિત ઉર્જા જ સાધનાને વેગ આપે છે. પૂજ્ય ઉપાધ્યાયજીએ જોયું કે બોલવામાં પણ માણસ મોટા ભાગે બીજાની નિંદા જ કરતો હોય છે.
કોઇ સ્થળે ચાર માણસ એકઠા થાય કે પાંચમાની નિંદા શરૂ થઇ જ સમજો. ચારમાંથી કોઇ ઊઠી જાય તો બાકી રહેલા ત્રણ, ઊઠી ગયેલા ચોથાની નિંદા કર્યા વિના રહેવાના નહિ. નિંદક મંડળીમાં બેસીને પર-નિંદાના જામ ભરી-ભરીને પીનારાએ સમજી લેવું જોઇએ કે અત્યારે બીજાની નિંદા થઇ રહી છે, પણ જ્યાં હું ગેરહાજર થયો કે મારી પણ નિંદા થવાની જ.
માણસો નિંદા શા માટે કરે છે ? જ્યારે જઘન્ય માણસ, ખ્યાતિપ્રાપ્ત મોટા માણસની સમકક્ષ થઇ શકે તેમ ન હોય ત્યારે તે, તેની નિંદા કરવા લાગી જાય છે. બીજા કરતાં પોતાની લીટી મોટી થઇ શકે તેમ ન હોય ત્યારે તે બીજાની લીટીને નાની બનાવવાના પ્રયત્નો કરવા લાગી જાય છે, આમ ચાણક્યે કહ્યું છે : અશત્તસ્તિત્વનું જનનું તતો નિનાં પ્રવંતે । નિંદા કરનારને એવો ભ્રમ રહેતો હોય છે કે બીજા બધા જ દોષોથી ભરેલા છે, એટલે હું જ એક દોષમુક્ત છું. બીજા બધા જ કાગડા ને હું એકલો જ હંસ ! બીજા બધા જ કોલસા ને હું એકલો જ હીરો ! બીજા બધા જ પત્થરા ને હું જ એકલો પારસ ! બીજા બધા જ કાંટા ને હું જ એકલો ફૂલ !
પણ, એ નિંદક ભૂલી જાય છે કે બીજા તરફ એક આંગળી હું બતાવું છું ત્યારે બાકીની ત્રણ આંગળી મારા તરફ જ ઝૂકેલી હોય છે. જો બીજામાં એક દોષ છે તો ઓ નિંદક ! તારામાં ત્રણ ગણા દોષ છે, એમ ઝૂકેલી ત્રણ આંગળીઓ જાણે કહી રહી છે.
ઉપદેશધારા * ૧૭૧