________________
ગમે ? ભગવાન કાંઇ મરચા જેવા તીખા નથી. એ તો અત્યંત મધુર છે, મધુરતાની પરાકાષ્ઠા છે ભગવાનમાં.
ખબર નહિ કેમ, પણ મને નાનપણથી જ પ્રભુ ગમતા. નાનપણમાં હું મંદિરમાં કેટલાય કલાક બેસી રહેતો, સ્તવનાદિ બોલતો. અમારા ફલોદી ગામમાં પણ પ્રભુ-ભક્તિના સ્તવનો ગાનારા ઘણા પ્રભુ-પ્રેમીઓ હતા. આવું વાતાવરણ પણ પુણ્યથી મળે, એમ આજે લાગે છે. ગૃહસ્થપણાથી જ યશોવિજયજી, આનંદઘનજી અને દેવચંદ્રજીની ત્રણેય ચોવીશી કંઠસ્થ કરેલી.
નાનપણમાં ગમતી પ્રભુ-ભક્તિ આજે પણ એટલી જ ગમે છે.
પ્રભુ-ભક્તિ ઉપસર્ગોને હટાવનારી, વિનોને વિદારનારી અને ચિત્તની પ્રસન્નતાને લાવનારી છે, એમ શાસ્ત્રોમાં માત્ર લખવા ખાતર નથી લખાયું, પણ હકીકત છે. એ હકીકતનો આજેય કોઇ પણ અનુભવ કરી શકે છે.
દુનિયાને જેમાં વિરોધાભાસ લાગે, ભક્તો માટે તે વાસ્તવિકતા છે. પ્રભુના વિરહમાં ભક્તિ રડે અને ઝૂરે પણ ખરો તથા પ્રભુ-કુપાના પ્રત્યક્ષ અનુભવથી એ નાચે પણ ખરો, હસે પણ ખરો !
જુઓ દયાબાઇના શબ્દો : પ્રેમ-મગન જે સાધુ-જન, તિન ગતિ કહી ન જાત; રોય-રોય ગાવે હંસત, ‘દયા’ અટપટી બાત.”
આ તો માત્ર થોડી ઝલક છે. પ્રભુ-પ્રેમીઓના આવા ઉદ્દગારો વાંચતાં આપણા હૃદયને પણ ઝટકો લાગે છે. કારણ એ શબ્દો હૃદયના ઊંડાણમાંથી નીકળેલા હોય છે. એટલે જ તે જન સામાન્યમાં ચિરંજીવ રહી શકે છે.
એમના શબ્દો, એમના ઉદ્ગારો આપણે વાંચીએ તો આપણને પણ પ્રભુ-પ્રેમી બનવાનું મન થઇ જાય. એમનો આનંદ, આપણને તેમના તરફ સહજ રીતે જ ખેંચે.
એક વખત આપણે પ્રભુને ચાહવા લાગી ગયા, પ્રીતિયોગમાં પ્રવેશ પામી ગયા, પછી ભક્તિયોગ વગેરે સુલભ બની જાય.
પ્રીતિયોગમાં પ્રવેશ કરવો જ મુશ્કેલ છે. પ્રેમનું સ્થાનાંતર કરવું (સંસારના પ્રેમને પ્રભુ તરફ વહેવડાવવો) એ જ કઠણ વાત છે.
સાધના-માર્ગમાં આગળ વધવા ઇચ્છનારને મારી અંગત ભલામણ છે કે પ્રભુને ચાહતાં શીખો, ગમે તે રીતે પ્રભુ ગમી જવા જોઇએ. ન ગમતા હોય તો કેમ નથી ગમતા ? - એમ હૃદયને વારંવાર પૂછવું જોઇએ. ભાવ ન હોય તોય પ્રાચીન ભક્તિપ્રેરક સ્તવનો પ્રભુ સમક્ષ બોલવા જોઇએ. કર્તાના ભાવ આપણા હૃદયને સ્પર્શે તે રીતે સ્તવનાદિ બોલવા જોઇએ. ધીરે-ધીરે હૃદય એ પંક્તિઓમાં આનંદ લેવા લાગશે. એકવાર આનંદનો અનુભવ થતાં મન વારંવાર એ તરફ જવા લલચાશે. ભલા માણસ ! પ્રયત્નથી મરચા જેવા તીખા પદાર્થ પણ ગમી જતા હોય તો ભગવાન ન
હું બોલું તેનું કાંઈ મહત્ત્વ નથી. સામે શાસ્ત્ર પંક્તિ હોય તો જ મહત્વનું છે.
- કહે કલાપૂર્ણસૂરિ-૪ (પા.નં.૯), તા. ૧૮-૦૭-૨૦00
હું ભગવાનને બોલાવું ત્યારે આવી જાય છે. ઇચ્છું છું ત્યારે ભગવાનની શક્તિનો અનુભવ કરું છું. તમે ન કરી શકો ? એક કરે તે બધા જ કરી શકે.
- કહે કલાપૂર્ણસૂરિ-૪ (પા.નં. ૨૪૯), તા. ૦૨-૧૧-૨૦00
પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી મ. ઘણી વાર અમને સૌને પૂછતા : તમારે શું બનવું છે ? વક્તા કે પંડિત ? પ્રભાવક કે અારાધક ? ગીતાર્થ કે વિદ્વાન ? પછી તેઓ કહેતા આરાધકે - ગીતાર્થ બનજો.
- કહે કલાપૂર્ણસૂરિ-૩ (પા.નં.૧ ૨૪), તા. ૦૧-૦૮-૨૦00
ઉપદેશધારા * ૨૫૦
ઉપદેશધારા * ૨૫૧