________________
સર્વદવને આ સમાચાર મળ્યા કે આવા મહાન વિદ્વાન સૂરિદેવ ધારાનગરીમાં પધાર્યા છે. એ તરત જ એમને મળવા પહોંચી ગયો. તે બ્રાહ્મણ હોવા છતાં જૈન મુનિઓના વિદ્વત્તા, ત્યાગ, તપ, સત્યવાદિતા આદિ ગુણોથી એકદમ પ્રભાવિત હતો અને તેથી તે જૈન ધર્મ પ્રત્યે આદરવાળો થયો હતો.
તે મહેન્દ્રસૂરિજી પાસે એકાંતમાં જઈ પહોંચ્યો અને કહ્યું : ગુરુદેવ ! હું ચિંતાથી ઘેરાઇ ગયો છું. મારી ચિંતાઓનું આપ નિરાકરણ કરશો ? મારા પિતાજીએ જમીનમાં ધન દાટેલું છે. પણ કઇ જગ્યાએ દાટેલું છે તેની મને ખબર નથી. આપ જો આ અંગે જાણકારી આપશો તો મળેલા એ ધનમાંથી અધું ધન આપને આપીશ. મારા જેવા પામર ઉપર આટલી મહેરબાની કરો. જરા ધનનું સ્થાન બતાવો. આપ તો દિવ્યજ્ઞાની છો. મારી સાથે આપને પણ લાભ થશે...
મહેન્દ્રસૂરિ દિવ્યજ્ઞાની હતા. તેઓ જાણતા હતા કે આવી માહિતી સાધુથી અપાય નહિ, પણ સાથે-સાથે તેઓ એ પણ જાણતા હતા કે આવું કહેવાથી શાસનને મહાન લાભ થવાનો છે...
ભાવિનો વિચાર કરી સૂરિજી બોલ્યા : ‘હું તમને ધનનું સ્થાન બતાવું, તેના બદલામાં તમારે તમારા ઘરની બધી વસ્તુઓમાંથી હું જે માંગું તેનો અધ ભાગ મને આપવો...'
‘કબૂલ... ગુરુદેવ ! કબૂલ ' બીજુ કાંઇ પણ નહિ વિચારતાં સર્વદેવ બોલી ઊઠ્યો.
સૂરિએ ધનનું સ્થાન બતાવ્યું.
તે સ્થાને ધન મળતાં રાજી-રાજી થઇ ગયેલો સર્વદેવ અધું ધન આપવા મહેન્દ્રસૂરિજીની પાસે આવી પહોંચ્યો અને બોલ્યો :
‘ગુરુદેવ ! આપની કૃપાથી ધન મળી ગયું છે. હવે આ લો તેનો અર્ધો ભાગ...'
‘ભાઇ ! ધનને લઇને અમે શું કરીએ ? ધન વિગેરે છોડીને તો અમે સાધુ થયા છીએ. હવે જો અમે ધન ગ્રહણ કરીએ તો તમારા ને અમારામાં ફેર શો ?'
‘આપે અર્ધા ભાગની વાત કરી હતી ને ?'
અર્ધો ભાગ ખરો, પણ ધનનો નહિ, બીજી વસ્તુનો મારે અર્ધા ભાગ જોઇએ છે...'
‘જરૂર ગુરુદેવ ! આપ જે ફરમાવો તે આપવા તૈયાર છું...' ‘પછી ફરશો નહિને ?'
અરે ગુરુદેવ ! આ શું બોલ્યા ? વચન આપ્યા પછી ફરી જાઉં ? એવી કાચી માટીનો માણસ હું નથી... આપ આજ્ઞા ફરમાવો...”
“ઠીક... તમારે પુત્રો કેટલા છે ?'
મારે બે પુત્રો છે. મોટાનું નામ ધનપાલ અને નાનાનું નામ શોભન.”
‘આ બે પુત્રમાંથી અર્ધો ભાગ... એટલે કે એક પુત્ર લેવા હું ઇચ્છું છું. બોલો આપશો..?”
આ વાત સાંભળતાં જ સર્વદેવ સ્તબ્ધ થઇ ગયો. એને સ્વપ્રેય કલ્પના ન હતી કે સૂરિદેવ આવી માંગણી કરશે, પણ હવે શું થાય ? બોલ્યું વચન પાળવું તો પડશે જ ને ? એ ઘેર ગયો.
મોટા પુત્ર ધનપાલને બોલાવીને કહ્યું : “બેટા ! મારું એક કામ કરીશ ?'
‘કયું કામ ?”
મારે માથે એક ઋણ છે, તે તારે ઉતારવાનું છે.' ‘કયું ઋણ ? એ હું શી રીતે ઉતારી શકું ?'
મારા પર જૈનાચાર્ય મહેન્દ્રસૂરિનું ઋણ છે. એમની કૃપાથી જમીનમાંથી ધન મળ્યું છે, તેના બદલામાં મારે બે પુત્રમાંથી એક
બજે મધુર બંસરી + ૩૪૪
બજે મધુર બંસરી + ૩૪૫