________________
કૃપણ માણસ જીવનમાં શું મેળવે છે ? મમ્મણ જેવા કંજૂસો મરીને સાતમી નરકે જાય, ત્યાં દુ:ખ ભોગવે, એ બધી પરલોકની વાતો ઘડીભર બાજુએ મૂકીએ. આ જીવનનું જ વિચારીએ : કૃપણ કદી સુખ-શાંતિપૂર્વક જીવન યાપન કરી શકે ખરો ? સવાલ જ નથી. કુપણની એક જ વેશ્યા હોય : ધન કેમ વધારવું ? કેમ મેળવવું? મેળવેલું ધન કેમ સાચવવું ? કોઇ ઝૂંટવી તો નહિ લે ને? કોઇ ચોરી તો નહિ જાય ને ? આવી વેશ્યા સતત તેને રહેતી હોય છે, જેને શાસ્ત્રીય પરિભાષામાં “સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન' કહેવાય છે. રૌદ્રધ્યાનના અનુબંધવાળો માણસ સુખી શી રીતે હોઇ શકે ? પરલોકમાં તો એને નરક મળશે ત્યારે મળશે, એ તો આજ જીવનને નરક બનાવી મૂકે છે. અપાર ધન વધારવા ખૂબ જ પ્રયત્નો કરવા, આરંભ-સમારંભમાં મશગુલ રહેવું, ગુંડાઓ દ્વારા ઉઘરાણી કરાવવી, પૈસા ન આપે તો મોતની ધમકી આપવી, ‘સુપારી’ આપી ગુંડા દ્વારા કોઇને પતાવી દેવા, દાદાગીરીથી જમીન પડાવવી, બનાવટી દસ્તાવેજ ઊભા કરવા, બીજાની મિલ્કત જૂઠ-પ્રપંચ અને કાવાદાવાથી પોતાના નામે કરવી, વિશ્વાસઘાત કરવો, દેશદ્રોહીઓને સાથ આપવો, નશીલા પદાર્થોની હેરા-ફેરી કરવી, દારૂના અડ્ડા ચલાવવા, દાણચોરી કરવી, સ્ફોટક પદાર્થો વહેંચવા, આરોગ્ય જોખમાય તેટલી હદે દવા વગેરેમાં કે ભક્ષ્ય પદાર્થોમાં ભેળસેળ કરવી, જૂ-ઊધઇ-ઉંદર-માખી-મચ્છર-કીડી વગેરે મારવાની દવા વેંચવી – આ બધા જ સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાનના તોફાનો છે. આવા તોફાનોમાં માણસ સુખ-શાંતિપૂર્વક રહી શકે નહિ.
કૃપણ એટલી હદનું નિમ્નસ્તરનું જીવન જીવતો હોય છે કે એ જયાં જાય ત્યાંથી સુખ-શાંતિ દૂર જ ભાગતી જાય.
બેન્જામી ફ્રેન્કલીને કહ્યું છે :
કૃપણતા અને સુખશાંતિ એ બંનેએ કદી પણ એક-બીજાનું મોટું જોયું નથી. પછી તે બંને કેવી રીતે પરિચિત હોય ?'
કંજૂસને દુ:ખી બીજું કોઇ નથી બનાવતું, એની વૃત્તિ જ બનાવે છે. તૃષ્ણાના કારણે સતત એ અભાવને અનુભવતો હોય છે. ‘મારી પાસે આ નથી, એ નથી, પેલું નથી' એવી વૃત્તિઓ સતત મનના વનમાં કૂદાકૂદ કરતી જ રહેતી હોય છે.
યુરોપના એક ધનાઢય શ્રીમંતે આપઘાત કરેલો. આપઘાત પહેલા એણે ચિઠ્ઠીમાં લખેલું : “હવે ફક્ત બે કરોડ પાઉન્ડ જ ધન રહ્યું છે. આવી કારમી નાણાં-ભીડમાં શી રીતે જીવી શકાય ?'
મૃત્યુ-ટ્યા પર પડેલા જગતના ધનાઢ્ય શ્રીમંત અમેરિકન એન્ડ્રુઝ કાર્નેગીને પત્રકારોને પૂછેલું : તમે ૧૦ અબજ ડોલરના આસામી છો. જીવનની બધી ઇચ્છા પૂરી થઈ ગઈ હશે !
| ‘૧૦ અબજ ડોલરથી શું થાય ? મેં ૧૦૦ અબજ ડોલર કમાઇ લેવાનું સ્વપ્ન સેવેલું. માત્ર ૧૦% જ સફળતા મને મળી છે.' એન્ડ્રુઝ કાર્નેગીએ કહ્યું.
આવા તુણાગ્રસ્ત માણસોને કોણ સુખી બનાવી શકે ? જે ‘છે' તે તરફ નથી જોતો, પણ ‘નથી’ તરફ જોઇને રડ્યા જ કરે. એને કોઇ જ સુખી બનાવી શકે નહિ. ‘કંજૂસ પાસે જેટલું ધન છે, તેટલું જ તે નથી, તેને માટે રડે છે.'
- સાયરસ
ભોજન કે પાણી વિના હજુ ચાલે, પણ શ્વાસ વિના ચાલે ? શ્વાસના સ્થાને મળ્યું છે. એમના વિના કેમ ચાલે ? ‘સમય સમય સો વાર સંભારુ” એ વાત એમને એમ નથી લખાઈ, પણ અનુભવના ઉદ્ગાર છે.
- પૂ.આ.શ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ. સા.
ઉપદેશધારા + ૧૨૦
ઉપદેશધારા + ૧૨૧