________________
(૧૨
આખી માનવજાત દુઃખથી ઘેરાયેલી છે. કોઇ જણાવે કે ન જણાવે, પણ પ્રાયઃ કોઇપણ સમસ્યાથી મુક્ત નથી.
દુઃખો દૂર કરવા માણસ જાતજાતના પ્રયત્નો કર્યા કરે છે, પણ દુ:ખ ટળતું નથી ને સુખ મળતું નથી.
અમારી પાસે અનેક દુઃખી લોકો આવે છે. કોઇ તનથી, કોઇ ધનથી તો કોઇ મનથી દુ:ખી હોય છે. એ બધા દુઃખીઓનો છેલ્લો આધાર અમે હોઇએ છીએ. ડૉકટરો, વૈદો, હકીમો, ભૂવાઓ, જોષીઓ, માંત્રિકો, વિવિધ દેવ-દેવીઓ વગેરે બધા પ્રયોગ નિષ્ફળ નીવડ્યા પછી એ લોકો અહીં આવે છે.
નવકાર
આવા બધા લોકોને અમે કહીએ છીએ : બધા દુઃખોની જડ પાપ-વૃદ્ધિ અને પુણ્ય-ક્ષય છે. (આ મૂળભૂત સિદ્ધાંત ભાગ્યે જ કોઇના ગળે ઉતરતો હશે !) જો તમારે દુ:ખોમાંથી મુક્ત થવું હોય તો પાપ-ક્ષય અને પુણ્ય-વૃદ્ધિ થાય તેવું કંઇક કરવું જોઇએ.
આપણી ચાર માતાઓ છે : જ્ઞાનમાતા, ધ્યાનમાતા, ધર્મમાતા અને પુણ્યમાતા.
વર્ણમાલા (બારાખડી) જ્ઞાનમાતા છે. ત્રિપદી (ઉત્પત્તિ, સ્થિતિ અને વ્યય) ધ્યાનમાતા છે. અષ્ટ પ્રવચનમાતા ધર્મમાતા છે, જ્યારે પુણ્યની માતા નવકારમંત્ર છે. જ્ઞાન જોઇતું હોય તો ઉપદેશધારા * ૧૨૨
વર્ણમાલાનું ધ્યાન ધરો. (યોગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં એની વિધિ છે.) ધ્યાનમાં આગળ વધવું હોય તો ત્રિપદીને પકડો.
ધર્મમાં આગળ વધવું હોય તો અષ્ટ પ્રવચનમાતાના શરણે જાઓ. પુણ્ય વધારવું હોય તો નવકારમંત્રનો સહારો લો.
જે વસ્તુ જોઇતી હોય તે લેવા તે તે દુકાને જવું પડે. કપડા જોઇતા હોય તો કપડાની દુકાને ને અનાજ જોઇતું હોય તો અનાજની દુકાને જવું પડે. તે જ પ્રમાણે જો પુણ્ય જોઇતું હોય તો નવકાર મંત્રના શરણે જવું જ પડે.
નવકાર મંત્રનો મહિમા શાસ્ત્રમાં અનેક સ્થાને વર્ણવાયેલો છે. जिणसासणस्स सारो, चउद्दसपुव्वाण जो समुद्धारो । जस्स मणे नवकारो, किं कुणइ तस्स संसारो ॥
આમ કહેતા શાસ્ત્રકારોએ નવકાર માટે કેટલું બધું કહી દીધું
છે ? નવકારના એકેક અક્ષરમાં એક હજાર આઠ વિદ્યાઓ છે. એકેક અક્ષર એટમબોમ્બ છે; કર્મ-નાશ માટે. નવકારના એક પદના ઉચ્ચારણથી ૫૦ સાગરોપમના નરકયોગ્ય પાપનો નાશ થાય છે. પૂરા નવકારના ઉચ્ચારણથી ૫૦૦ સાગરોપમના નરકયોગ્ય પાપનો નાશ થાય છે.
નવકારના અક્ષરો અંગે પણ ખૂબ જ જાણવા જેવું છે. વર્ણમાલાના ૧૮ અક્ષરોમાંથી બનેલો નવકાર ૧૮ પાપસ્થાનકોનો નાશ કરનાર છે.
નવકારના ૧૪ ‘ન’ (ન અને ણ) તે ચૌદ પૂર્વનો સાર છે, એમ બતાવે છે. ચૌદ પૂર્વીઓ પણ અંત સમયે બીજું કાંઇ યાદ ન કરતા નવકારને યાદ કરે છે.
પાંચ ‘પ’ પંચપરમેષ્ઠીના સૂચક છે. નવકારમંત્રના આરાધકનો પોકાર હોય છે કે મારું માથું પંચપરમેષ્ઠીને છોડીને બીજે ક્યાંય નહીં ઝૂકે.
ઉપદેશધારા * ૧૨૩