________________
જૂઠથી યજ્ઞ નિષ્ફળ જાય, વિસ્મયથી તપ નિષ્ફળ જાય, સાધુ-નિંદાથી આયુષ્ય (જીવન) નિષ્ફળ જાય, પ્રશંસાથી દાન નિષ્ફળ જાય.'
- મનુસ્મૃતિ માટે જ મહાભારતકાર દાન કરતી વખતે વિવેકી બનવાની સલાહ આપે છે : ગમે ત્યારે, ગમે તે રીતે, ગમે તેને ન અપાય.
‘યશ માટે ન આપો, ભયથી ન આપો, અપકાર કરનારને ન આપો, નાચગાનવાળાને ન આપો, ભાંડોને ન આપો.'
- મહાભારત (શાંતિપર્વ) પૂજયશ્રી રત્નસુંદરવિજયજી મ.એ એકવાર કહેલું :
આપનારા બધા કાંઇ સારા નથી હોતા. કેટલાક તો એવા હોય છે : આપે પણ ખરા અને લાતો પણ મારે.
આપનારા ચાર પ્રકારના હોય છે : (૧) દુર્જન : ખાબોચિયા જેવા. ભૂલે ચૂકે પણ તમારો પગ
ખાબોચિયામાં પડે એટલે તમારું શરીર ને કપડા બગડ્યા વિના
ન રહે. (૨) સજજન : તળાવ જેવા. સામે ચડીને સજજન પાસે માંગો તો
ના ન પાડે. તળાવ તમારે ત્યાં ન આવે, તમારે જવું પડે. (૩) સંત: નદી જેવા. સામે ચડીને આપવા આવે; વહેતી નદીની જેમ. (૪) અરિહંત : સાગર જેવા. અખૂટ ભંડાર. સાગર કદી ખૂટે નહિ
તેમ આવા દાતા આપતાં કદી અટકે નહિ. સાગરમાંથી વાદળ
બને. વાદળમાંથી નદી-તળાવ વગેરે બને. બધાનું મૂળ સાગર છે તેમ બધા દાનનું મૂળ સાગર જેવા અરિહંત છે.
દાનનો આટલો મહિમા જાણ્યા પછી પણ ઘણા માણસો મમ્મણની જેમ જીવનપર્યત કંજૂસ જ રહે છે.
ઇંગ્લેન્ડમાં એંઠું-જૂઠું ખાતાં અને ચીંથરા જેવા કપડા પહેરતા એક ભિખારી પાસેથી મૃત્યુ પછી લાખ પાઉન્ડ જેટલું ધન મળેલું.
મમ્મણનો આ આધુનિક અવતાર ગણાય ને ?
આવા કૃપણોને દાતા ગણી શકાય કે નહિ ? ન ગણી શકાય ? પણ કવિઓની કલ્પના જબરી હોય છે. એવી કલ્પના કે જે કંજૂસને પણ મહાદાની બનાવી દે ! કવિઓને કોણ પહોંચે ? દાતા તો પોતાના હાથે પોતાના ધનને સ્પર્શીને દાન આપે છે. આમાં ગુપ્તદાન
ક્યાં આવ્યું ? ગુપ્તદાનનો તમારે ત્યાં ખૂબ જ મહિમા છે ને ? ખરો ગુપ્તદાની તો અમારો પેલો કંજુસ છે, જે પોતાના ધનને સ્પર્ષ્યા વિના જ બીજાને આપી દે છે. લેનારને એ ક્યારેય ઓળખતો નથી. દાતા તો ઘણું રાખીને થોડુંક જ આપે, પણ આ બંદા તો બધું જ આપી દે ! આવો કોઇ દાતા તમે જોયો છે ?
જુઓ, કવિની કલ્પના : कृपणस्य समो दाता न भूतो न भविष्यति । अस्पृष्टवैव धनं सर्व, यत् परेभ्यः प्रयच्छति ।।
‘કંજૂસ સમાન કોઇ દાતા થયો નથી અને થશે પણ નહિ, જે સ્પર્શ કર્યા વિના જ પોતાનું બધું જ ધન બીજાને આપી દે છે.” (મર્યા પછી)
કંજૂસ માટે મજાની ફારસી કહેવત છે :
‘કંજૂસે દાટેલું ધન ત્યારે જ બહાર નીકળે છે, જયારે તે જમીનની અંદર જતો રહે છે.”
ઉપદેશધારા * ૧૧૮
ઉપદેશધારા + ૧૧૯