________________
(34)
ભગવાનની ભક્તિ એ સમગ્ર આગમોનો સાર છે, એમ ઉપા. શ્રી યશોવિજયજીએ બત્રીશ-બત્રીશી ગ્રંથમાં કહ્યું છે : सारमेतन्मया लब्धं श्रुताब्धेरवगाहनात् । भक्तिर्भागवती बीजं परमानन्दसम्पदाम् ॥ ‘અમૃત મેળવ્યું મેં આ, શ્રુત-અબ્ધિ મથી-મથી; પરમાનંદની પ્રાપ્તિ, થાય છે પ્રભુ-ભક્તિથી.’ ભક્તિથી જ પ્રભુ પામી શકાય. એના સિવાય બીજો કોઇ જ માર્ગ નથી.
२०. भक्तिर्भगवति धार्या । ‘ભગવાન પર ભક્તિ ધારણ કરવી'
ઘણા કહે છે : ભક્તિથી ભગવાન મેળવી શકાય એ તમારી વાત સાચી, પણ ભગવાન ક્યાં છે ? પહેલા ભગવાન તો દેખાડો. પછી અમે ભક્તિ કરીશું. જે દેખાય જ નહિ, તેની ભક્તિ શી રીતે થઇ શકે ?
આવા માણસોને એટલું જ કહેવાનું : પહેલા ભગવાન ન શોધો, ભક્તિ શોધો. તમારી ભગવાન માટેની શોધ, આંધળો સૂર્યની શોધ કરે તેવી છે. આંધળો સૂર્યની શોધ કરતો હોય તો આપણે શું કહીશું ? બંધુ ! તું સૂર્યની નહિ, આંખની શોધ કર. આંખ મળ્યા પછી સૂર્ય પોતાની મેળે મળી જશે. શોધવાની જરૂર નહિ પડે. આંખના સ્થાને ભક્તિ છે.
સૂર્યના સ્થાને ભગવાન છે.
ઉપદેશધારા × ૨૪૨
સૂર્યને જોવા આંખ જ જોઇએ, કાન કે નાક વગેરે ન ચાલે, તેમ ભગવાનને જોવા ભક્તિ જોઇએ, હૃદય જોઇએ, તર્ક ન ચાલે, મગજ ન ચાલે. આપણી મુશ્કેલી એ છે : મગજથી ભગવાન મેળવવા પ્રયત્ન કરીએ છીએ. હૃદયથી મળનારા ભગવાન મગજથી કઇ રીતે મળે ?
હૃદયમાં ભક્તિ પ્રગટે તો ભગવાન સામે જ છે. હૃદયમાં ભગવાન નથી તો સામે રહેલા સાક્ષાત્ ભગવાન પણ આપણા માટે ભગવાન નથી.
સામે સાક્ષાત્ મહાવીરદેવ ઊભા છે, પણ આપણે ગોશાળા, સંગમ કે ગોવાળ બનીને જઇએ તો ? મહાવીરદેવને મેળવવા ગૌતમસ્વામીનું હૃદય જોઇએ. ગૌતમ બનીને જાય એને જ મહાવીરસ્વામી મળી શકે.
‘નમો અરિહંતાણં’માં આ જ વાત બતાવવા ‘નમો' પહેલા મૂક્યું છે. ‘નમો’ ભક્તિ છે. ‘અરિહંત’ ભગવાન છે.
પહેલા પગ, પછી મંઝિલ. પહેલા પાંખ, પછી આકાશ. પહેલા આંખ, પછી સૂર્ય.
પહેલા ભક્તિ, પછી ભગવાન.
પહેલા નમો, પછી અરિહંત.
પહેલા સાધના, પછી સિદ્ધિ.
શોધ ભગવાનની નહિ, ભક્તિની કરવાની છે.
જે એમ કહે છે : ભગવાન નથી... તો સમજી લેવું કે એના હૃદયનો ઉઘાડ થયો નથી. ભક્તિમંદિરમાં એનો પ્રવેશ થયો નથી.
કદાચ આ જ વાતને જણાવવા નારદીય ભક્તિસૂત્રમાં સૌથી પહેલું સૂત્ર ‘અથાતો મત્તિનિજ્ઞાસા' છે. ભગવાનની નહિ, ભક્તિની જિજ્ઞાસા સૌ પ્રથમ થવી જોઇએ.
ઉપદેશધારા * ૨૪૩