SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ જિનેશ્વરદેવના આગમગ્રંથો, પૂજયશ્રી હરિભદ્રસૂરિજીના યોગગ્રંથો, વગેરે વાંચવાથી આપણી મતિ જિનાજ્ઞાથી વાસિત બને છે. જિનાજ્ઞાથી વાસિત બનેલી મતિ જ સર્વત્ર આગમને આગળ રાખી શકે. જયારે આવી રીતે આપણી બુદ્ધિ ભાવિત બનશે ત્યારે. “.. //દા વ૮ ઇંતા ન હુંતો નફ નિ TT TEો' (જો જિનાગમ ન હોત તો અમારા જેવા અનાથોની શી દશા થાત ?) એમ હરિભદ્રસૂરિજીની જેમ આપણે પણ બોલી ઊઠીશું. આ ઉદ્ગારોથી સમજાય છે : જિનાગમોથી એમની મતિ કેટલી વાસિત બની હશે ? આટલી ભૂમિકા બાંધ્યા પછી મારે જણાવવું છે કે પ્રતિભાશાળી સાધુએ સ્વાગમોમાં નિષ્ણાત બન્યા પછી પરાગમોનો પણ ઊંડાણથી અભ્યાસ કરવો જોઇએ. એનાથી આગળ વધીને કહીએ તો આજનું જે જે ઉત્તમ સાહિત્ય છે, જે જે જાણવા જેવું છે, આપણામાં ઉત્તમતા પોષનારું છે, જીવનનું ઊર્ધ્વીકરણ કરનારું છે, તે બધું જ વાંચવું જોઇએ, જાણવું જોઇએ. શ્રી હેમચંદ્રસૂરિજીને ‘કલિકાલસર્વજ્ઞ' બિરૂદ શી રીતે મળેલું ? તેઓ, તે યુગમાં રહેલા સર્વ શાસ્ત્રોના જાણકાર હતા તેથી મળેલું છે. આજના કાળમાં આવા ‘કલિકાલ સર્વજ્ઞ'ની જરૂર છે, જે વર્તમાન સમયનું બધું જ જાણી, તેનો સ્વાદ્વાદ દૃષ્ટિકોણથી સમન્વય કરી શકે, સ્વશાસ્ત્રમાં સમવતાર કરી શકે. પૈસો જેમ રૂપિયામાં સમાઇ જાય તેમ અન્ય સર્વ જ્ઞાન જિનાગમોમાં સમાવેશ પામે છે. માત્ર એની કળા તમારી પાસે હોવી જોઇએ. જો એવી કળા હસ્તગત ન થઇ હોય તો જ્ઞાનગર્ભિતતા નથી, એમ ઉપાધ્યાયજી મહારાજ કહે છે. ‘જયાં ક્યાંય પણ શ્રેષ્ઠ છે, સત્ય છે, તે બધું જ જિનાગમરૂપી સમુદ્રમાંથી ઊડેલા બિંદુઓ જ છે... કોઇ સત્ય જ્ઞાન પરાયું નથી’ સિદ્ધસેનદિવાકરસૂરિજીના આ શબ્દો પણ આ સંદર્ભમાં યાદ રાખવા જેવા છે. મૂર્તિના દર્શન કરતાં જેમ આનંદ આવે છે, એ આનંદ જેમ કર્મ-નિર્જરાનું કારણ છે. તેમ શ્રેષ્ઠ પુસ્તકો વાંચતાં પણ આનંદ આવે છે. એ આનંદ પણ કર્મ-નિર્જરાનું કારણ બને છે, એ ભૂલવાનું નથી. આનંદ આપનારી બે જ વસ્તુઓ છે : પ્રતિમા અને પુસ્તક (શ્રેષ્ઠ પુસ્તક) પ્રભુ જેને પ્યારા લાગ્યા તે જેમ પ્રતિમા જોતાં આનંદ-વિભોર બની જાય છે, તેમ પ્રભુનું જ્ઞાન જેને પ્યારું લાગ્યું તે સપુસ્તક વાંચતાં આનંદ-વિભોર બની જાય છે. પુસ્તકો એ કાંઇ જેવી-તેવી વસ્તુ નથી, મહાપુરુષોનું એ હૃદય છે. એમણે જીવનની ઉત્તમોત્તમ ક્ષણમાં જે લખ્યું તે ક્ષણ પુસ્તક દ્વારા આપણને અનુભવવા મળે, તે ઓછી વાત છે ? પુસ્તક દ્વારા મહાપુરુષોના હૃદયમાં પેસવાની તક મળે છે, તે કાંઇ ઓછી વાત છે? ભગવતીસૂત્રમાં ‘નમો વંઇ તિવણ' કહીને અઢારેય પ્રકારની (ઉપલક્ષણથી સર્વ પ્રકારની લિપિ) લિપિને નમસ્કાર કર્યા છે, તે વાંચનનો મહિમા બતાવે છે. જેને સતુપુસ્તકો વાંચવાનો શોખ છે તેને કદી કોઇ દુ:ખી બનાવી શકે નહિ. ગમે તેવી પરિસ્થિતિમાં પણ તે આનંદી રહી શકે – ઉત્તમ સાથીરૂપે જેને પુસ્તકો મળ્યા છે. વિચારપૂર્વક વાંચવાથી આપણી દષ્ટિ વિશાળ બને છે, આપણું દર્શન અને દૃષ્ટિકોણ સમૃદ્ધ બને છે, વાંચનનો આ ઓછો લાભ છે ? મિત્ર તો હજુ નારાજ પણ થઈ શકે, પુસ્તકો કદી નારાજ થતા નથી. જયારે ચાહો ત્યારે વાંચી શકો... જયારે પણ કંટાળો આવે ઉપદેશધારા * ૨૭૪ ઉપદેશધારા ૪ ૨૭૫
SR No.008975
Book TitleUpdesh Dhara
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy