________________
ધનપાલ જૈન શી રીતે બન્યો ? જયારે ધનપાલે જાણ્યું કે મારા નાના ભાઇ શોભનને જૈન દીક્ષા આપવામાં આવી છે અને તેઓ દીક્ષિત બની ગુજરાત તરફ વિહાર કરી ગયા છે ત્યારે તે ક્રોધથી ધમધમી ઊઠ્યો : મારા ભાઈને આ રીતે પડાવી લીધો ? દીક્ષા આપવાની આ તે કઇ રીત ? પણ હવે હું જોઇ લઇશ. એક પણ જૈન સાધુ માળવામાં પગ પણ ન મૂકી શકે–એવી કડક વ્યવસ્થા ન કરાવું તો મારું નામ ધનપાલ નહિ...
અને ખરેખર ધનપાલે એ પ્રમાણે કરી બતાવ્યું. ભોજરાજાનો તે માનીતો પુરોહિત હતો. સમર્થ વિદ્વાન હતો. પોતાની લાગવગનો ઉપયોગ કરી તેણે સમસ્ત માનવામાં જૈન મુનિઓના વિહાર પર પ્રતિબંધ મૂકાવી દીધો.
આથી સમસ્ત માળવાના જૈન સંઘોમાં સનસનાટી સર્જાઇ ગઇ. ધારાનગરીનો સંઘ તો એકદમ વ્યથિત બની ગયો...
આ સમાચાર શોભન મુનિએ સાંભળ્યા ત્યારે તેઓ નારાજ થઇ ગયા. ખરેખર ! આ બધું મારા જ કારણે બન્યું છે. મારા જ કારણે આજે એવી સ્થિતિ પેદા થઇ છે કે કોઇ જૈન મુનિ માળવામાં વિચરી શકતા નથી. આ પરિસ્થિતિને મારે અટકાવવી જ જોઇએ... તો ગુરૂની અનુજ્ઞા લઇ હું માળવા જાઉં... ધનપાલને સમજાવી જૈન મુનિઓ માટે બંધ થયેલા માળવાના દરવાજા ખુલ્લા કરૂં...!
ગુરુદેવશ્રી મહેન્દ્રસૂરિજીની આજ્ઞા લઇ શોભન મુનિ ધારાનગરીમાં આવ્યા.
ધારાનગરીમાં પ્રવેશ કરતાં જ સામે ધનપાલ મળ્યો. જૈન મુનિને જોતાં જ ધનપાલનો ક્રોધ ભભૂકી ઊઠ્યો : માળવામાં નિષેધ છતાં આ જૈન મુનિ અહીં કેમ આવ્યા ? ઠીક છે... ભલે આવ્યા. આજે એમની બરાબરની પટ્ટી ઉતારવા દો.
બજે મધુર બંસરી * ૩૪૮
ક્રોધથી આંધળો બનેલો ધનપાલ ભાઇ મહારાજને પણ ઓળખી શક્યો નહિ. તેમની ઠેકડી ઉડાડતો તે બોલ્યો :
'गर्दभदन्त भदन्त ! नमस्ते'
‘ગધેડા જેવા દાંતવાળા ઓ પૂજય ! તને નમસ્કાર.” શોભન મુનિ પણ ક્યાં ગાંજ્યા જાય તેવા હતા ? એમણે પણ વળતો ફટકો માર્યો :
પિવૃષUTIી વેવસ્થ ! સુવું તે ?” ‘વાંદરાના વૃષણ જેવા મોંવાળા ઓ દોસ્ત ! તું મજામાં છે ને ?'
આવો જવાબ સાંભળી ધનપાલ સ્તબ્ધ થઇ ગયો. એને થયું : આ કોઇ સામાન્ય મુનિ નથી પણ વાછટામાં મારાથી પણ ચડી જાય એવા એ વિદ્વાન છે. આથી નરમ પડેલો ધનપાલ બોલ્યો :
‘આપે ખરેખર મને પણ જીતી લીધો. આપ અસાધારણ વિદ્વાન છો-એ વાતની પ્રતીતિ એક જ વાક્યથી થઇ જાય છે. હવે આપ અહીં કોના મહેમાન છો ?'
‘અમે મહાકવિ શ્રી ધનપાલના મહેમાન છીએ.”
એમ ? તો પધારો અમારે ત્યાં જમવા. ધનપાલ હું જ છું.” ‘પણ અમે એક ઘરે જમતા નથી.' ‘શું કારણ ?”
‘પૂર્વ મહર્ષિઓએ કહ્યું છે કે- જુદા જુદા સામાન્ય ઘરોમાંથી પણ ભિક્ષા લેવી. પરંતુ મોટા ધનવાનને ત્યાંથી પણ એક ઘરે ભિક્ષા ન લેવી. અમારા શય્યભવસૂરિજીએ કહ્યું છે કે- હે મુનિઓ ! તમે ભમરાની જેમ ભિક્ષા ગ્રહણ કરજો . એક ઘરનું અન્ન લેશો નહિ...'
આપના આવા ત્યાગથી હું ખુશ થયો છું. પણ તમે છો કોણ ? માળવામાં જૈન મુનિનો પ્રવેશ નિષિદ્ધ છે. છતાં તમે આવવાની હિંમત કેમ કરી શક્યાં ?'
આમ બોલતાં ધનપાલે મુનિની સામે ધારી ધારીને જોયું અને
બજે મધુર બંસરી * ૩૪૯