________________
એકદમ એના મનમાં ઝબકારો થયો. આ મારા જ ભાઇ મહારાજ નહિ હોય ને ? હા... આ તો મારા જ ભાઇ મહારાજ ! શોભન મહારાજ...!
એ બોલી ઊઠ્યો : ‘ઓ શોભન મુનિવર ! હું આપને ઓળખી શક્યો નહિ. મને માફ કરો. મેં આપનું અપમાન કર્યું.”
‘મુનિઓએ સદા માફી આપી જ દીધી હોય છે. માફી આપે તેને જ મુનિ કહેવાય. ધનપાલ...! તારી મશ્કરીથી મને દુઃખ નથી થયું, પણ હું માત્ર એટલું જ પૂછું છું કે નવા આગંતુક સાથે આવી રીતનું વર્તન શોભે ? તું તારી જાતે જ વિચારી લે.”
| ‘ખરી વાત છે. ન શોભે... પણ માણસ જ્યારે પૂર્વગ્રહથી બંધાઇ જાય છે ત્યારે વિવેક પણ ભૂલી જાય છે. મુનિરાજ ! હું વિવેક પણ ભૂલ્યો.'
આમ પશ્ચાત્તાપ કરતો ધનપાલ શોભન મુનિને આદરપૂર્વક ધારાનગરીમાં લઇ ગયો.
એક દિવસે શોભન મુનિ ધનપાલને ત્યાં વહોરવા માટે ગયા... ધનપાલ દહીંનું પાત્ર લઇ આવ્યો... ને મુનિશ્રીને પૂછ્યું : દહીંને કેટલા દિવસ થયા છે ?' આજે ત્રીજો દિવસ છે.' ‘તો અમને શું કહ્યું...'
‘કેમ ? એમાં શું વાંધો છે? આમાં ક્યાં જીવડાં છે? “અમારા શાસ્ત્રકાર ભગવંતોએ ના પાડી છે.'
‘પણ... હું કાંઇ એમ ન માનું, જો આમાં મને જંતુઓ બતાવો તો જ માનું કે તમારા શાસ્ત્રો સાચા, તમારા ભગવાન પણ સાચા... નહિ તો બધું હંબગ માનીશ.'
ત્યારે મુનિશ્રીએ અળતો મંગાવી દહીંની સપાટી પર. પથરાવ્યો. થોડી જ વારમાં લાલ અળતા પર દહીંના સફેદ જંતુઓ હાલતાં-ચાલતાં દેખાવા લાગ્યા.
આ જોઇને ધનપાલ તો સ્તબ્ધ જ થયો : ઓહ ! શું સચોટ જીવ વિજ્ઞાન ? શું સચોટ અહિંસા ? જેના પ્રરૂપક આટલા બધા ચોક્કસ હશે એ દયામય ધર્મ ખરેખર કેટલો મહાન હશે ? આજ સુધી ખરેખર હું ઠગાયો, શુદ્ધ ધર્મની નિંદા કરી કરીને ઘોર પાપકમ બાંધ્યા. અરે ! માળવામાં જૈન મુનિઓનો પ્રવેશ-નિષેધ કરાવીને તો મેં હદ વાળી નાંખી ! અરેરે..! હાથમાં આવેલ ચિંતામણિને હું ઓળખી શક્યો નહિ, એને કાચનો કટકો સમજીને ફેંકી દીધો. આજથી હું નક્કી કરું છું કે હવે તો વીતરાગ પ્રભુ એ જ મારા દેવ ! એમણે બતાવેલો ધર્મ તે જ મારો ધર્મ ! એમની આ એક જ વાત (બે દિવસ પછીનું દહીં ન ખવાય તે) કરુણામય ધર્મને બતાવવા પૂરતી છે. ખીચડીને તપાસવા એક જ દાણો બસ છે...!
વીતરાગદેવની સ્તુતિ કરતાં ત્યારે ધનપાલ બોલી ઊઠ્યો :
‘હે કરૂણાસાગર પ્રભુ ! મેં આજ સુધી થોડા ઘણા ગામના ધણી. અને માંગ્યું પણ નહિ આપનારા રાજાઓની ખુશામત ઘણીવાર કરી છે. પણ એ બધું છોડી ત્રણ જગતના નાથ, મોક્ષદાતા ઓ વીતરાગ દેવ...! હવે તો હું તારી સેવા કરીશ...'' આમ શોભન મુનિના અથાગ પ્રયત્નોથી ધનપાલ કટ્ટર જૈનબન્યો...
ધનપાલ દ્વારા સમસ્યા-પૂર્તિ કવિ ધનપાલ મહાન વિદ્વાન હતો. મુંજરાજાએ તેને “કૂર્ચાલ સરસ્વતી' (મૂછાળી સરસ્વતી) અને ભોજરાજાએ “કવીશ્વર' તથા ‘સિદ્ધસારસ્વત’ એવા બિરૂદોથી નવાજયો હતો.
ભોજરાજાની વિદ્વત્સભાનો તે શણગાર હતો, આથી રાજા સદા તેને સાથે જ રાખતો હતો.
ધનપાલ સમસ્યા-પૂર્તિમાં અજોડ હતો.
એક વખતે દક્ષિણ-ભારતથી કોઇ વહાણવટીઓ આવ્યો. તે પોતાની સાથે રામેશ્વરના શિવાલયની પ્રશસ્તિની નકલ, જે મીણના
બજે મધુર બંસરી * ૩૫૦
બજે મધુર બંસરી * ૩૫૧