________________
પાટીઆમાં ઊતારેલી હતી તે લાવ્યો હતો. પણ તેમાં ઘણા શ્લોકો બરાબર ઊઠ્યા નહોતા. આથી સ્પષ્ટ વંચાઇ શકાતા નહોતા. આથી રાજાએ પંડિતોને તેની પાદપૂર્તિ કરવા કહ્યું. પંડિતોએ પાદપૂર્તિ કરીને રાજાને બતાવી પણ ભોજરાજાને સંતોષ થયો નહિ. તેણે ‘સિદ્ધસારસ્વત’ધનપાલ પંડિત તરફ નજર કરી... કારણ કે તે કવિત્વશક્તિનો ચરમ સીમાસ્તંભ હતો.
મીણના પાટીયામાં અર્ધો શ્લોક આ પ્રમાણે વંચાતો હતો. 'हरशिरसि शिरांसि यानि रेजुः
हरि हरि तानि लुठन्ति गृध्नपादैः ।'
રાજાના કહેવાથી ધનપાલે તેની પાદપૂર્તિ કરતાં કહ્યું : ‘અયિ ! અતુ વિષમ: પુરાષ્કૃતીનાં,
विलसति जन्तुषु कर्मणां विपाकः ॥ '
રાવણ પર જે મસ્તક શોભી રહ્યાં હતાં. તે લક્ષ્મણના હાથે કપાતાં ગીધના પગતળે કચડાઇ રહ્યાં છે ! અરેરે..! પૂર્વકૃત કર્મોનો કેટલો ભયંકર વિપાક હોય છે...?'
શાબાશ ! શાબાશ ! શાબાશ ! ના અવાજથી આખી સભા ગુંજી ઊઠી. મહારાજા ભોજ પણ રાજી-રાજી થઇ ગયા.
પણ એક પંડિતને આ ન ગમ્યું. તેણે આ સમસ્યા-પૂર્તિ તરફ વાંધો ઊઠાવતાં કહ્યું : ‘મહારાજા ! ધનપાલે સમસ્યા-પૂર્તિ કરી એમાં કઇ મોટી વાત છે ? અમે પણ એમ કરી શકીએ. ગમે તે કલ્પના કરીને માત્ર અર્ધો શ્લોક પૂરો જ કરવાનો છે ને...?’
‘ના... આ માત્ર કલ્પના નથી. પણ મૂળ શ્લોકનું અનુસરણ છે.’ ‘એ હું માની શકતો નથી. જો રામેશ્વરના મંદિરની મૂળપ્રશસ્તિમાં આવો ને આવો શ્લોક મળી આવે તો જ માનું કે– ધનપાલ ‘સિદ્ધસારસ્વત' છે.'
બજે મધુર બંસરી * ૩૫૨
મહારાજાએ પંડિતની આ વાત સ્વીકારીને રામેશ્વરથી મૂળપ્રશસ્તિની સંપૂર્ણ નકલ મંગાવી. તેમાં જોયું તો ધનપાલે જેવી પાદપૂર્તિ કરી હતી તે મુજબનો જ શ્લોક હતો.
ધનપાલની આવી અદ્ભુત શક્તિ જોઇને રાજા સહિત સંપૂર્ણ સભા તાજ્જુબ થઇ ગઇ. રાજાના હૃદયમાં ધનપાલ માટે ખૂબ જ આદર વધી ગયો.
ડોસીએ નવ વાર માથું કેમ હલાવ્યું...?
સિદ્ધસારસ્વત તરીકે પ્રખ્યાત કવિ ધનપાલ બીજાના મનને પારખવામાં પણ અત્યંત નિપુણ હતો. ભોજ મહારાજાના આશયને પકડતાં તેને વાર લાગતી નહિ.
તે દરેક અવસરે મહારાજાને કાંઇક ને કાંઇક સાચી વાત સમજાવતો. બીજા કવિઓની જેમ રાજાની ખુશામત કરીને તે જીવવા માંગતો નહોતો. જૈન ધર્મ પામ્યો ત્યારથી તેણે ખુશામતખોરી છોડી દીધી હતી. તે ક્યારેક ક્યારેક યજ્ઞની હિંસા, શિકાર વગેરે બાબતો પર આકરા પ્રહારો કરતો. રાજા એ બધું સાંભળીને સળગી જતો, પણ કાંઇ બોલી શકતો નહિ.
એક વખતે ભોજરાજાને એટલો ગુસ્સો આવ્યો કે બસ... હવે આ ધનપાલનું કાસળ જ કાઢી નાખું. જ્યારથી એ જૈન બન્યો છે
ત્યારથી બસ મારા શિકાર વગેરે કાર્યોની નિંદા... નિંદા... ને નિંદા જ કર્યા કરે છે. જો એને પતાવી દઉં તો પછી આ મ્હેણા-ટોણા સાંભળવા તો મટે !
એ... કવિને પતાવવા કોઇ અવસરની રાહ જોવા લાગ્યો. પણ ધનપાલ કોનું નામ ? રાજા મને મારી નાંખવા ઇચ્છે છે... એવો ભાવ તે તરત જ કળી ગયો.
એ પણ અભયદાન મેળવવા અવસર જોવા લાગ્યો.
રાજા મારવા તૈયાર છે.
બજે મધુર બંસરી * ૩૫૩