________________
હે વિચક્ષણ મંત્રી ! તમને મેં ખાસ આમંત્રણ આપીને બોલાવ્યા છે, તેનું ખાસ કારણ છે. મારે તમારી પાસે આ મંદિરના દોષો જાણવા છે. હા... પ્રશંસા તો આખી દુનિયા કરે છે... પણ બધી ચીજો કાંઇ સંપૂર્ણ હોતી નથી, કોઇને કોઇ ખામી તો હોય જ છે... કારણ મંદિર માનવ નિર્મિત છે. માનવ ભૂલકણો છે. માનવ માત્ર ભૂલને પાત્ર. તો આ મંદિરમાં પણ કોઇક દોષો તો હશે જ. તમારી પાસેથી હું એ જાણવા ઇચ્છું છું.”
મંત્રીશ્વરે નમ્રતાપૂર્વક કહ્યું : આમાં તમારી કોઈ ભૂલ નથી. ભૂલ છે તો શિલ્પીની છે. તમે એ શિલ્પીને બોલાવો... મારે એને સામે રાખીને કંઇક કહેવું છે. શોભનદેવ શિલ્પીને તે જ વખતે બોલાવવામાં આવ્યો.
હવે યશોવીર મંત્રીશ્વરે પોતાની ધીર-ગંભીર વાણીમાં મંદિરના દોષો બતાવતાં કહ્યું : (૧) તે કીર્તિસ્તંભ ઉપર તારી માતાનો હાથ કોતર્યો છે, જેની એક
આંગળી ઊંચી રાખી છે. માથે છત્ર લગાવ્યું છે, તે તારી ભૂલ છે. કેમ કે આ દેરાસર મંત્રી તેજપાળે બંધાવ્યું છે. અહીં તેની માતાનો હાથ મૂકવો જોઇએ. તું પૈસાથી કામ કરે છે. તારી
માતાનો હાથ ન જોઇએ. (૨) વિશાળ મંદિરના પગથિયા નાનાં છે. (૩) થાંભલામાં જિન પ્રતિમા છે, તેની આશાતનાનો ભય છે. (૪) ગભારાના દરવાજે તોરણમાં ‘વાઘ” બનાવ્યો છે, તેથી વિશેષ
પૂજાનો અભાવ થશે. (૫) પ્રભુની પાછળ પૂર્વજો ની મૂર્તિ બેસાડી છે, તેથી ભવિષ્યમાં
સંતતિ તથા ધન ઘટશે. (૬) છતમાં જૈન સાધુઓની મૂર્તિથી બીજા ધર્મવાળા પૂજા ઓછી કરશે. (૭) ગહુંલી કાળા રંગની અમંગળરૂપ છે.
બજે મધુર બંસરી * ૩૮૨
(૮) ભારવટીયા બાર હાથ લાંબા છે. તૂટવાથી મંદિરને નુકશાન
થશે. બીજો કોઇ અહીં ભારવટીઓ ગોઠવી શકશે નહિ. (૯) રંગમંડપમાં પૂતળીઓની જોડી વિશાળ બનાવી છે, તે જૈન
મંદિરમાં નિષિદ્ધ માની છે. (૧૦)બહારના દરવાજે કસોટીના થાંભલા મૂકવાથી મંદિર તૂટવાનો
ભય છે.
વળી, બીજી પણ નાની-મોટી ભૂલો છે. જેમ કે- ‘મોટો દરવાજો’ શહેર બહાર છે. ઘંટ મોટો છે. સિંહની આગળ હરણો છે. પહેલો રતિમંડપ છે, વગેરે.
વળી આગળ ચાલતાં મંત્રીએ જણાવ્યું કે મંદિર ઉત્તમ બન્યું છે, તેમાં કોઇ જ શંકા નથી. જોનારા મોંમાં આંગળા નાખી દે એવું સુંદર મંદિર બન્યું છે, પણ ભૂલો રહી ગઇ છે, તે ઠીક નથી થયું.
‘ગભારામાં વાઘનું તોરણ, પ્રભુની પાછળ પૂર્વજોનો હસ્તિમંડપ તેમજ પૂતળીઓના મોટા જોડકા' – આ ત્રણ ભૂલો બદલી શકાય તેમ નથી જ.
આ બનાવનાર શિલ્પી કોઇ સામાન્ય નથી. શિલ્પસમ્રાટું શોભનદેવ છે. એના હાથે પણ આ ભૂલો રહી ગઇ છે, એમાં ભાવિભાવની જ પ્રબળતા માની સંતોષ માનવો પડશે.'
યશોવીરનું આ વક્તવ્ય સાંભળી વસ્તુપાળ-તેજપાળ સહિત સૌ સ્તબ્ધ થઇ ગયા.
પણ ભાવિભાવ કોણ મિથ્યા કરી શકે ?
બજે મધુર બંસરી * ૩૮૩