________________
(૧૬
એક દૃષ્ટિપાત ઃ દેલવાડાના દેરાસર તરફ...
વિ.સં. ૧૨૭૬ના સમયમાં ગુજરાતની પ્રખ્યાત બાંધવ-બેલડી (વસ્તુપાળ-તેજપાળ) હજુ નવોદિત અવસ્થામાં જ હતી. ત્યારે તેઓ નાના યાત્રા સંઘમાં સિદ્ધાચલ જઇ રહ્યા હતા.
રસ્તામાં બંને ભાઇઓને વિચાર આવ્યો કે અહીંના રજવાડાઓ મુસાફરોને ખૂબ જ લૂંટે છે. આથી વધારાના પૈસા ક્યાંક જમીનમાં દાટી આવીએ તો સારું. આમ વિચારી રસ્તામાં આવેલ હડાલા ગામની સીમમાં એક લાખ દ્રમ્પ (તે જમાનાના સિક્કા)નો ચરૂ જમીનમાં દાટવા નીકળ્યા. પણ આ શું ? જ્યાં જમીન ખોદી ત્યાં અંદરથી બીજા ચરૂ નીકળ્યા.
ભાઇઓ વિચારમાં પડી ગયા. શું કરવું ? ત્યારે અનુપમા દેવીએ અનુપમ સલાહ આપતાં કહ્યું : આ નશ્વર ધનને નીચે શું દાટો છો ? નીચે (નરકમાં) જવું હોય તે નીચે દાટે અને ઉપર (સ્વર્ગ-મોક્ષમાં) જવું હોય તે ઉપર (ટોચ પર) રાખે. તમારે ક્યાં જવું છે ?’
‘જવું છે તો ઉપર... પણ ત્યાં પૈસા રખાય શી રીતે ?’ ‘એ ઉપાય હું તમને બતાવું. એ ઉપાય એવો છે, કે જેમાં પૈસા ઉપર રહેશે... પણ કોઇ લૂંટી શકશે નહિ.'
‘કયો ઉપાય ?’
બજે મધુર બંસરી * ૩૮૦
‘આબુના પર્વત પર વિમલ-વસહીની બાજુમાં સુંદર મંદિરના નિર્માણનો ઉપાય. આમેય નાના ભાઇ લુણિગને મંદિર બનાવવા માટેનું વચન આપેલું જ છે. તો વિમલ-વસહીની જેમ લુણિગ વસહીનું મંદિર પણ કાં ન બને ? નશ્વર સંપત્તિ નષ્ટ થઇને રહેવાની છે. મંદિર હજારો વર્ષો સુધી પ્રેરણા આપતું રહેવાનું છે. નશ્વર સંપત્તિ દ્વારા અનશ્વર કાર્ય શા માટે ન કરવું ?
અનુપમા દેવીની સલાહ આ પુણ્યશાળી બાંધવ-યુગલમાં જડબેસલાક બેસી ગઇ અને એમણે આ મંદિર બનાવવાની શરૂઆત કરી દીધી.
તે કાળના મહાન શિલ્પસમ્રાટ્ શોભનદેવને બોલાવીને આબુ પર કામ શરૂ કરાવી દીધું. અનુપમા દેવીની દેખરેખ હેઠળ કામ થવા લાગ્યું. જોતજોતામાં દેવવિમાન જેવા મંદિરો તૈયાર થઇ ગયાં. તેમાં પણ સૂક્ષ્મ કોતરણી માટે અનુપમા દેવીએ અથાગ મહેનત ઊઠાવી. કોતરણીના ભૂકા જેટલા સોના-ચાંદી વગેરે શિલ્પીઓને આપી આપીને એવી બેનમૂન કોતરણી બનાવી કે ભલભલા પણ મોંમાં આંગળા નાખવા લાગ્યા.
એ મંદિરનું નામ ‘લુણિગ વસહી’ રાખીને વિ.સં. ૧૨૮૭માં પ્રતિષ્ઠા કરાવી. પ્રતિષ્ઠા વખતે જાલોરના રાજા ઉદયસિંહજી ચૌહાણના ખજાનાના મહામંત્રી શ્રી યશોવીરને બોલાવવામાં આવ્યો. મહામંત્રી યશોવીર એક સમર્થ વિદ્વાન હતો. ‘સરસ્વતી કંઠાભરણ'નું તેને બિરૂદ મળેલું હતું. શિલ્પશાસ્ત્રનો તે તલસ્પર્શી વિદ્વાન હતો. મંદિરના ગુણ દોષ જાણવા માટે વસ્તુપાળે તેને ખાસ બોલાવ્યો હતો અને એ માટે એક ખાસ સભા ભરી હતી. એ સભાની અંદર અનેક રાણાઓ, માંડલિક રાજાઓ, સામંતો, મહાજનો વગેરે મોટા-મોટા માણસો ઉપસ્થિત હતા. ત્યારે વસ્તુપાળે યશોવીરને ઉદ્દેશીને કહ્યું :
બજે મધુર બંસરી * ૩૮૧