SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ આરાધનાના પ્રભાવથી જ અગિયારના અંક સાથે મારો સંબંધ જોડાઇ ગયો છે, એવું તેમને સમજાઈ ગયું. પૂર્વભવમાં બાર ભાવનાઓના ભાવન પૂર્વક જેમ મૌન એકાદશીની આરાધના કરેલી, તેમ આ જીવનમાં પણ મૌન એકાદશીની આરાધના શરૂ કરી દીધી. એક જ અનુષ્ઠાન પકડીને સાધક જો એની અંદર જ ઉંડો ને ઉંડો ઉતરતો જાય, તો અવશ્ય આત્મવિકાસ કરી શકે, અંદરનું અનંતઐશ્વર્ય પામી શકે. પણ માણસનું ચિત્ત ઘણું લોભી છે, તેથી એ વિચારે છે : આ પણ કરી લઉં ને પેલું પણ કરી લઉં. ફલત: એ ક્યાંય ઉંડો ઉતરી શકતો નથી. જે અનુષ્ઠાનમાં આપણે ઉંડા ઉતરીએ નહિ, એ અનુષ્ઠાન આપણામાં ઉડે ઉતરે જ નહિ, આ શાશ્વત નિયમ છે. આપણે જે વસ્તુમાં જે વ્યક્તિમાં કે જે અનુષ્ઠાનમાં જેટલા ઉંડા ઉતરીએ, તે વસ્તુ કે વ્યક્તિ કે તે અનુષ્ઠાન આપણામાં તેટલું ઉંડું ઉતરતું જ જાય. આ વાત કદી ભૂલવા જેવી નથી. આપણે એક સ્થાને ઉંડા ઉતરવા માંગતા નથી, બધે જ થોડા-થોડા ઉંડે જવા માંગીએ છીએ. એક જ સ્થાને જો ૨૫૦ ફૂટ ખોદવામાં આવે, તો પાણી મળી શકે, પણ પ-૫ ફૂટ ૫૦ સ્થાને ખોદવામાં આવે તો પાણી ન મળી શકે, એટલી સીધી-સાદી વાત આપણે ભૂલી જઈએ છીએ. જે અનુષ્ઠાન આપણને ખૂબ જ ગમતું હોય, જે કરતાં આપણા હૃદયના તાર ઝણઝણી ઉઠતા હોય, એમાં પૂરી અસ્મિતા સાથે ઉંડા ઉતરવું જોઇએ, પૂરી શક્તિ એમાં લગાવી દેવી જોઇએ. તો એ અનુષ્ઠાન આપણા જીવનના અંત સુધી સાથે રહેશે. અરે ! ભવાંતરમાં પણ ઠેઠ મોક્ષ સુધી સાથે આવશે. શ્રીપાળ મહારાજાએ નવપદ સાથે તાદાભ્ય જો ડ્યું હતું. વરદત્ત-ગુણ મંજરીએ જ્ઞાન-પંચમી સાથે તાદાભ્ય કેળવ્યું હતું. નાગકેતુએ અટ્ટમ સાથે તાદાત્મ કર્યું હતું. શ્રેણિક મહારાજાએ જિનભક્તિ સાથે એકાત્મતા સાધી હતી. કુમારપાળ મહારાજાએ કરુણા જયણા સાથે પ્રીતિ જોડી હતી. તેમ અહીં સુવ્રત શેઠે મૌન-એકાદશી સાથે પ્રીતિ જોડી. સુવ્રત શેઠ દર મહિને સુદ અગિયારસની આરાધના મૌન, ઉપવાસ અને પૌષધ સાથે કરવા લાગ્યા. આખા નગરમાં આ આરાધનાની સુવાસ ફેલાઇ ગઇ. ચોરોને આ વાતની ખબર પડી, એમને થયું : સુવ્રત શેઠને ત્યાં ચોરી કરવા માટે સુદ અગિયારસની રાત અનુકૂળ છે. શેઠ આખો દિવસ ધર્મ-ધ્યાનમાં રહે છે. ઘરમાં ચોકીદારો પણ હોતા નથી. અઢળક ધન છે. તો શા માટે આવી તકનો ફાયદો ન ઉઠાવવો ? સૌ-સૌની અલગ દુનિયા હોય છે. કોઇ પણ વાતને દરેક માણસ પોતાના સ્વાર્થના દ્રષ્ટિકોણથી જોતો હોય છે. મૌન એકાદશીની આરાધના સાંભળીને બીજા અનુમોદના કરવા લાગ્યા, પણ ચોરોએ એમાં પોતાની તક જોઈ. જેવી જેની દૃષ્ટિ ! જેવો જેનો વિષય ! અરે ! તું “કપડા કેમ સીવવા ?” એનું પુસ્તક લઇને કેમ બેઠો ? ખિસ્સા કાપવાનો ધંધો છોડીને દરજીનો ધંધો કરવો છે કે શું ?' એક ગઠિયાએ પોતાના ભાઇબંધને પૂછ્યું. | ના, રે, ભાઈ ! આપણને દરજીના ધંધામાં જરાય રસ નથી. પણ આજ-કાલ એવી એવી નવી ફેશનના કપડા બને છે કે, એમાં ખિસું ક્યાં હોય છે ? તેની ખબર જ નથી પડતી. એટલે પુસ્તક લઇને બેઠો છું.' બીજા ગઠિયાએ જવાબ આપ્યો. દરેક પોતાના દૃષ્ટિકોણથી જુએ છે ! લાઇટ ક્યારે જાય છે? તેની ખબર ચોરો વધારે રાખતા હોય છે. માણસો ક્યારે સમૂહમાં એકઠા થાય છે અને ઘર ક્યારે ખાલી હોય છે ? એની ખબર ચોરો સારી રીતે રાખતા હોય છે. એટલે જ ધાર્મિક માણસો જેટલા રસથી આમંત્રણ પત્રિકા વાંચે, એના કરતાં કંઈ ગણા વધુ રસથી આવા ઉઠાવગીરો વાંચતા હોય છે. કારણ કે પત્રિકા દ્વારા જ જાણવા મળે ઉપદેશધારા * ૧૫૮ ઉપદેશધારા * ૧૫૯
SR No.008975
Book TitleUpdesh Dhara
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy