________________
ને કે પ્રવચન-સભાનો કયો સમય છે? ઘર ક્યારે ખાલી હોય છે? આ બધું બરાબર જાણ્યું હોય, તો હાથ મારવાની ખબર પડે !
એક જ ઘટનાને ભિન્ન ભિન્ન પ્રકારના લોકો કેટકેટલી રીતે જોતા હોય છે, તેની આપણે કલ્પના સુદ્ધા ન કરી શકીએ. નદીકિનારે એક આભૂષણ મઢેલી સૌંદર્યપૂર્ણ યુવતીનું મડદું પડ્યું હતું. ત્યાંથી અનેક માણસો પસાર થઇ રહેલા હતા.
ચોરને થયું : કોઈ ન હોય તો હું આ ઘરેણાં ચોરી લઉં ! લંપટને થયું : આ જીવતી હોય તો હું તેને...
દયાળુને થયું : અરેરે... બિચારું આ ફૂલ ખીલે તે પહેલા કરમાઈ ગયું !
યોગીને થયું : અરેરે... સંસારમાં પદાર્થોની કેવી અનિત્યતા ! આ રીતે એક દેશ્ય અંગે અલગ અલગ દૃષ્ટિકોણો હોઇ શકે છે. એક ધાર્મિક ગ્રંથને જોઇને સૌએ અલગ-અલગ વિચાર્યું.
ધર્મોપદેશક : આ સુંદર બોધક ગ્રંથ છે. આના પર હું વ્યાખ્યાન આપીશ.
શ્રદ્ધાળુ : આ ભગવાનની વાણી છે. ગુરુ પાસેથી સાંભળીશ, એની પૂજા કરીને હું કૃતકૃત્ય બનીશ.
શિક્ષિત : આ એક પુસ્તક છે. ભણવા કામ લાગશે.
અભણ : આ કાગળિયા પર કાળી-કાળી લાઇનો ! જાણે હારબદ્ધ ચાલતા મકોડાઓની શ્રેણિ !
બકરી : આ તો મારો આહાર છે. કોઇ ન હોય તો હમણા હું ચાવી જાઉં !
ઉધઇ : આ તો અમારું ભોજન ! અમને ખૂબ ખાવા મળશે !
એક જ પદાર્થ કે એક જ પ્રસંગને લોકો કેવી રીતે પોતાના એંગલથી મૂલવતા હોય છે, એની આ આછી ઝલક છે.
અગિયારસની રાતે સુવ્રત શેઠના ઘેર ચોરો આવી પહોંચ્યા. શેઠ તથા પત્નીઓ - બધા કાયોત્સર્ગમાં લીન હતા. ચોરોને મઝા આવી ગઇ. ધન-માલના બાંધી શકાય તેટલા ગાંસડા બાંધ્યા અને જવાની તૈયારી કરવા લાગ્યા. પણ આશ્ચર્ય ! તેઓ દરવાજા પાસે જ ચીપકી ગયા. ન એક ડગલું આગળ જઈ શક્યા કે ન પાછળ હટી શક્યા. સુવ્રત શેઠની આરાધનાના પ્રભાવથી અનુરાગી બનેલી શાસન-દેવીએ ચોરોને ખંભિત કરી દીધા હતા.
ચોરોને તો ઠંડી રાત્રે પણ પસીનો છૂટવા લાગ્યો. માલ તો નહીં મળે, પણ પ્રાણોય જશે. એમને નજર સામે ફાંસી દેખાવા લાગી. મોત નજર સામે નાચતું દેખાવા લાગ્યું. આવા ધર્મી આત્માને ત્યાં ક્યાં ચોરી કરવા પેઠા ? અરે ! ભગવાન ! હવે જો તું આમાંથી બચાવે તો અમે ક્યારેય હવે પછી ચોરી નહિ કરીએ. પણ અબ પછતાયે ક્યા હોત જબ ચીડિયા ચુગ ગઇ ખેત ?
વહેલી સવારે સુવ્રત શેઠે ચોરોને જોયા. જોતાં જ ખ્યાલ આવી ગયો : આ લોકો ચોર લાગે છે. આવી દશામાં રહેશે, તો આ બિચારાઓને કોટવાળ પકડી જશે અને ફાંસીની સજા થશે ! આ લોકોને બચાવવા હું શું કરું ? શેઠ આવું વિચારી રહ્યા હતા, ત્યાં જ કોટવાળ આવી પહોંચ્યો અને ચોરોને પકડી લીધા. કોટવાળે ગર્જના કરી : હરામખોરો ! આવા મહાત્માને ત્યાં ચોરી કરતાં તમારા પગ કેમ ઉપડ્યા ? બીજે ક્યાંય નહિ અને અહીં જ ચોરી ? આ ઘર તો તીર્થસ્થાન છે, તીર્થસ્થાન ! બીજે સ્થાને કરેલું પાપ અહીં છૂટે. પણ અહીં કરેલું પાપ તો વજલેપ બનશે. “તીર્થસ્થાને
તે પાપ, વક્વનેપો વિત’ સુવ્રત શેઠના હૃદયમાંથી કરુણાનો ધોધ છૂટવા લાગ્યો : અરેરે... મારા ધનના કારણે આ બિચારા ચોરો માર્યા જશે. મારું ચાલે તો હું બધાને મુક્ત કરી દઉં ! એટલું ધન આ બધાને આપી દઉં કે, કદી ચોરી જ કરવી પડે ! બિચારા
ઉપદેશધારા * ૧૬૦
ઉપદેશધારા # ૧૬૧