________________
પાસે ધન નહિ હોય, માટે જ ચોરી કરવી પડતી હશેને ? ચોરી કરવી એ કાંઇ જેવું તેવું કામ નથી. જાનનું જોખમ લઇને આ કામ કરવું પડે છે ! મૂળ કારણ તો નિર્ધનતા જ ને ? નહિ તો કોણ આવું કરે ? હું એમને પૂરતું ધન આપી દઉં, તો તેઓ કાયમ માટે ચોરીનો ધંધો છોડી ન દે શું ?
સુવ્રત શેઠની ભાવનાને જાણી ગયેલી શાસન-દેવીએ કોટવાળોને ખંભિત કરી નાખ્યા. આવું જોઇને સુવ્રત શેઠના ઘર પાસે સેંકડો માણસો આવી પહોંચ્યા. બધા સુવ્રત શેઠની પ્રશંસા કરવા લાગ્યા. આ સમાચાર ઠેઠ રાજા સુધી પહોંચ્યા. રાજા સ્વયં સુવ્રત શેઠના ઘેર આવ્યા. સુવ્રત શેઠે રાજાનું સ્વાગત કરીને કહ્યું : મહારાજા ! આ ચોરોને અભયદાન આપો. હું વિશ્વાસ આપું છું કે, તેઓ હવેથી કદી પણ ચોરી નહિ કરે. આ ચોરી એમનો શોખ નથી, મજબૂરી છે. આપણે સામા માણસની મજબૂરીનો પણ ખ્યાલ કરવો જોઇએ.
શમાં પરવાને કો જલના શીખાતી હૈ, શામ સૂરજ કો ઢેલના શીખાતી હૈ, ગિરનેવાલોં કો કોસતે હો ક્યો ? ઠોકરેં ઇન્સાન કો ચલના શીખાતી હૈ.
સુવ્રત શેઠે વાત આગળ ચલાવી : મહારાજા ! મને લાગે છે કે, આ એમની આ છેલ્લી ઠોકર હશે. હવે તેઓ જીવનના માર્ગ પર બરાબર ચાલશે. હવે તેમને ક્યારેય ચોરી કરવી ન પડે, એટલું ધન હું આપીશ.
ખરો ધાર્મિક આવો હોય. એ જીવમાત્રનો મિત્ર હોય, એ કદી જડનો રાગી ન હોય. જીવના અનાદિકાળના બે દુશ્મન છે : જડનો રાગ અને જીવો પરનો દ્વેષ. રાગ મોટા ભાગે આપણે જડ પર જ કરીએ છીએ અને દ્વેષ મોટા ભાગે જીવ પર જ કરીએ છીએ. ચા સારી બની હશે, તો ચા પર રાગ થશે, જે જડ છે. પણ જો ચા
ખરાબ બની હશે, તો ચા પર દ્વેષ નહિ થાય, પણ ચા બનાવનાર (જીવ) પર થશે, આ છે આપણો જડનો રાગ અને જીવનો દ્વેષ ! સુવ્રત શેઠ સાચા અર્થમાં ધર્મી હતા. જડ ધન પર એમને રાગ ન્હોતો અને ચોરો પર એમને દ્વેષ ન્હોતો, પણ મૈત્રી હતી.
એક વાત યાદ રહે કે, દુ:ખી જીવો પર કરુણા કે મૈત્રી કરવી સહેલી છે, પણ દુશ્મન પર કરુણા વરસાવવી ખૂબ જ મુશ્કેલ છે. પોતાનું ભૂંડું કરનાર પ્રત્યે મૈત્રી રાખવી એ સાધનાની પરાકાષ્ઠા છે. ફૂફાડા મારનાર ચંડકોશિયા પ્રત્યે કે કાળચક્ર છોડનાર સંગમ પ્રત્યે પ્રભુશ્રી મહાવીર દેવે કરુણા વરસાવી છે, માટે જ તો તેઓ ભગવાન બન્યા છે.
એક શેઠે પોતાના ત્રણ છોકરાને એકેક હજાર રૂપિયા આપીને કહ્યું : આજે આ એક હજાર રૂપિયા દ્વારા તમે એવું કોઇ ઉમદા કાર્ય કરો કે, મારું જે ઉત્તમ લાલ માણેક છે, તે હું તેમને આપી દઉં ! તમારા ત્રણમાંથી જે ઉત્તમમાં ઉત્તમ કામ કરશે, તેને હું મારું કિંમતી લાલ માણેક આપીશ. સાંજે ત્રણેય પુત્રોએ પોતાના કાર્યની વાત કરી. મોટાએ કહ્યું : મેં ગરીબ વિધવાની સહાયતામાં એક હજાર ખર્યા. વચલાએ કહ્યું : મેં એક બિમાર માણસની દવામાં હજાર ખર્ચા. નાનાએ કહ્યું : હું તળાવ-કિનારે ઘૂમી રહ્યો હતો.
ત્યાં જોયું કે એક માણસ આપઘાત કરી રહ્યો હતો. એ મારો કટ્ટર શત્રુ હતો. તેણે મરવા માટે તળાવમાં ડૂબકી મારી ને તરત જ મેં પણ તળાવમાં ઝંપલાવ્યું. મરતા શત્રુને જાનના જોખમે બચાવીને મેં તેને એક હજાર રૂપિયા આપી દીધા.
નાનાની વાત સાંભળતાં જ પ્રસન્ન થઇ ગયેલા શેઠ બોલી ઉઠ્યા : શાબાશ ! શાબાશ ! તેં ઉત્તમમાં ઉત્તમ કામ કર્યું છે, મોટા અને વચલાએ પણ ઉત્તમ જ કામ કર્યા છે, પણ એમના કામમાં દુ:ખી પર દયા છે, જયારે તારા કામમાં દુશ્મન પર દયા છે. દુ:ખી પર દયા કરવી સહેલી છે, પણ દુમન પર દયા કરવી ઘણી-ઘણી
ઉપદેશધારા * ૧૬૨
ઉપદેશધારા * ૧૬૩