________________
મુશ્કેલ છે. તે એ મુશ્કેલ કામ કર્યું છે. માટે હું તને મારું લાલ માણેક આપું છું.
સુવ્રત શેઠે દુશ્મન પર દયા કરી હતી. પોતાનું ધન ચોરનાર પર કરુણા વરસાવી હતી. આથી અત્યંત પ્રસન્ન થયેલા રાજાએ ચોરોને અભયદાન આપ્યું અને સુવ્રત શેઠે ચોરોને એટલું બધું ધન આપ્યું કે, જીવનમાં કદી ચોરી કરવી ન પડે !
અહીં કદાચ કોઈ તર્ક કરી શકે : આ તો શેઠે ચોરોને જ આડકતરી રીતે પ્રોત્સાહન આપ્યું ને ! જે ચોરી કરવા આવ્યા તેમને ધન આપ્યું, પણ જેઓ નિધન હોવા છતાં કદી ચોરી નહોતા કરતા એમનું શું ? એમને શું એમ નહિ થયું હોય કે, અમેય સુવ્રત શેઠને ત્યાં ચોરી કરવા ગયા હોત તો સારું ! અમારુંય દળદર ભાંગી જાત ! અમેય બેઠા બેઠા માલામાલ થઇ જાત !
પહેલી વાત આ સમજી લેવાની છે કે, ચોરોને કંઇ આ રીતે માલામાલ થવાની ઇચ્છા ન્હોતી. આ રીતે કોઇ ચોર અપેક્ષા રાખી શકે પણ નહિ, બીજી વાત એ કે સુવ્રત શેઠે ચોરીને આડકતરું કે સીધું પ્રોત્સાહન તો નથી આપ્યું, પણ ચોરીની સંભાવનાને મૂળથી જ ડામી દીધી છે. એમને જરૂરી હતું, એટલું ધન આપી દીધું, એટલે ચોરીના મુળ કપાઇ ગયા. જો દરેક શેઠ નોકર વગેરે તરફ સુવ્રત શેઠ જેવો ઉદાર બને, તો સમાજમાં કદી ચોરી ન જ થાય. ચોરી થાય છે, વિષમતાના કારણે ! એકને ત્યાં ખૂબ જ છે. બીજાને ત્યાં કાંઇ જ નથી. એકનું પેટ એક વેંત વધી ગયું છે, બીજાનું પેટ એક વેંત અંદર ગયું છે. એકને ત્યાં ટેકરો છે, બીજાને ત્યાં ખાડો છે. આવી વિસંવાદિતા હોવાની ત્યાં સુધી ચોરી થવાની. વળી, સજજનને કદી એમ વિચાર નહિ આવે કે, અમે પણ ચોરી કરી હોત તો સારું ! કદાચ કોઇને આવી જાય, તો એની જવાબદારી સુવ્રત શેઠની નથી.એમ જો બધાના વિચારોની જવાબદારી લેવામાં
આવે, તો વિશ્વમાં એક પણ સારું કામ થઇ શકે નહિ. દરેક સારા કામ પાછળ અનેકોના અનેક પ્રકારના વિચાર રહેવાના. ચંડકાસિયા સાપને સદ્ગતિ પામેલો જોઇ કોઇ સાપ એમ દલીલ ન કરી શકે કે અમે પણ ભગવાનને ડંખ માર્યો હોત તો કેટલું સારું થાત ? તો અમારુંયે કામ થઇ જાત. મેઘમાળીને જોઇને કોઇ દેવ એમ ન વિચારી શકે કે, મેં પણ પાર્શ્વનાથપ્રભુને પાણીમાં ડૂબાડ્યા હોત, તો કેટલું સારું ! તો મનેય સમકિત મળી જાય. કોઇને ઠેસ વાગતાં નિધાન મળે તો કોઈ એમ વિચારે ખરું : મને પણ ઠેસ વાગી હોત તો કેટલું સારું ? નિધાન તો મળી જાત ? આ બધા કુતક છે.
હવે આપણે મૂળ વાત પર આવીએ : ચોરી પછી બીજી આગની ઘટના ઘટી. ચારે બાજુ ભયંકર આગ ફાટી નીકળી, પણ આશ્ચર્યની વાત એ બની કે, સુવ્રત શેઠનું કાંઈ જ બળ્યું નહિ. જાન-માલની જરા પણ હાનિ થઇ નહિ. નગર-વાસીઓ આ જો અને સ્તબ્ધ બની ગયા. આ બંને ઘટનાઓથી સુવ્રત શેઠ એક ચમત્કારિક પુરુષ તરીકે, ધર્મશ્રદ્ધાળુ આરાધક તરીકે આખી નગરીમાં પ્રસિદ્ધ થઇ ગયા. આ બંને ઘટનાઓને આધ્યાત્મિક સંદર્ભમાં પણ તપાસવા જેવી છે.
સાધક જયારે સાધનામાં આગળ વધે છે ત્યારે ક્રોધ વગેરે ચોરો એની આરાધનાનું ધન લૂંટી લેવા સજજ બને છે. કરોડો વર્ષોનું સંયમ ધન ક્રોધ રૂપી ચોર માત્ર એક જ ક્ષણમાં ચોરી ગયો હોય, એવું ઘણાના જીવનમાં આપણે સાંભળ્યું છે.
અહીં ક્રોધનો ચોર આરાધનાનું ધન લુંટી લેવા તૈયાર થઇ ગયો છે, પણ અચાનક જ એને કોઈ સ્તંભિત કરી દે છે. એ કોણ છે ખંભિત કરનાર ? એ છે મૌન રૂપી શાસન-દેવી ! ક્રોધનો ચોર હૃદયમાં આવી ગયો છે, અંદર ભભૂકી રહ્યો છે. અંદર ભભૂકી રહેલો ક્રોધ મુખ વાટે વચનનું રૂપ લઇ બહાર નીકળવા તલસી રહ્યો છે. ત્યાં જ અચાનક સાધક સાવધાન થઇ જાય છે, મૌનના શરણે
ઉપદેશધારા * ૧૬૪
ઉપદેશધારા * ૧૬૫